30.3 C
Gujarat
November 22, 2024
Amdavad Live
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: બીજા દિવસે પણ સ્વિમિંગની રમત છવાઈ, અન્ય રમતોનો પણ પ્રારંભ થયો

387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યાં છે
અમદાવાદ 20 નવેમ્બર 2024: SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદમાં બીજા દિવસે પણ જોશ અને ઉત્સાહથી ભરપૂર રહ્યો, જેમાં ફરી સ્વિમિંગની રમત છવાઈ હતી. બીજા દિવસે 100 મીટર ફ્રીસ્ટાઈલ, 50મીટર બેકસ્ટ્રેક અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સહિતમાં યુવા સ્વિમર્સે શાનદાર પ્રદર્શન કરતા મેડલ્સ જીત્યા હતા. 200 મીટર ઈન્ડિવિડ્યુઅલ મિડલે એ રોમાંચ ઉમેરવા ઉપરાંત ખેલાડીઓની કસોટી કરી હતી.
સ્પોર્ટ્સ ફોર ઓલ (SFA)એ ગ્રાસરુટ પર રમતના આયોજન કરવા ઉપરાંત તેને પ્રોફેશનલ બનાવી તેનું યોગ્ય મોનટરીંગ કરવાના લક્ષ્યને આગળ વધારી રમતોની સંસ્કૃતિને દેશભરમાં ફેલાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ચેમ્પિયનશિપ 26 નવેમ્બર સુધી યોજાશે. જેમાં અમદાવાદના વિવિધ સ્થળોએથી ખેલાડીઓની શોધ કરવામાં આવશે. આ વર્ષે 387 સ્કૂલના 3 થી 18 વર્ષની વયના 14,764 એથ્લિટ્સ આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યાં છે.
SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, ચેસ, કબડ્ડી, કરાટે, સ્વિમિંગ, ખો-ખો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ અને યોગાસન જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. ગુરુવારની રમતમાં ફૂટબોલ અને ખો-ખોની રમતોએ ઉત્સાહ વધારવાનું કામ કર્યું. આ ઉપરાંત બેડમિન્ટન અને બાસ્કેટબોલની રમતોએ ટૂર્નામેન્ટમાં નવો જોશ ભરવાનું કામ કર્યું. જેમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.
SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદના પ્રથમ દિવસની જેમ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજ એ ટોચના સ્થાને રહેતા સ્પર્ધાનો અંત કર્યો હતો. જેમાં આનંદ નિકેતન સ્કૂલ, સેટેલાઈટ બીજા અને અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ, બોડકદેવ ત્રીજા ક્રમે રહી હતી.

Related posts

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે

amdavadlive_editor

આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ ન્યુ યોર્કમાં રામકથાના કેન્દ્રમાં માનવતાને કેન્દ્રસ્થાને રાખ્યું

amdavadlive_editor

રમીકલ્ચર ભારતના સમૃદ્ધ ઑનલાઇન ગેમિંગ ક્ષેત્રમાં જવાબદાર ગેમિંગ અને સ્કીલ ડેવલપમેન્ટમાં અગ્રણી

amdavadlive_editor

Leave a Comment