33.5 C
Gujarat
September 20, 2026
Amdavad Live
એજ્યુકેશનગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

સાયનોફેસ્ટ 2026માં 4000થી વધુ મુલાકાતીઓની ઉપસ્થિતિ સાથે વિદ્યાર્થીઓની નવીનતા( Innovations) નો ઉત્સવ

અમદાવાદ, ગુજરાત | ૧૨મી એપ્રિલ ૨૦૨૬ — સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે આયોજિત વાર્ષિક વિજ્ઞાન અને ગણિત મહોત્સવ સાયનોફેસ્ટ 2026 સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં 4000થી વધુ મુલાકાતીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ ડૉ.મેઘા ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અનુભવ આધારિત અભ્યાસ દ્વારા તેમની સર્જનાત્મકતા, તર્કશક્તિ અને નવીન વિચારશક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

આ મહોત્સવમાં ધોરણ 2 થી 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા સેકડો હેન્ડ્સ-ઓન પ્રોજેક્ટ્સ અને કાર્યરત મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદ, મુંબઈ, બેન્ગલુરું, વડોદરા ,સુરત, વાપી અને ગાંધીનગર સહિતના શહેરો ઉપરાંત મસ્કત, દુબઈ અને કતારથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેના કારણે કાર્યક્રમને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પરિમાણ મળ્યું હતું.

“વિશ્વવિખ્યાત અવકાશયાત્રી શ્રીમતી સુનિતા વિલિયમ્સ ફ્લોરિડા, યુએસએથી ઓનલાઈન લાઇવ આવ્યા અને વિશાળ મેદનીને સંબોધન કરી પ્રેરિત કર્યા, વધુમાં અનુભવાત્મક શિક્ષણથી પરિચિત કરાવવામાં સાયકનોટેક અને ડૉ. મેઘા ભટ્ટ દ્વારા કરવામાં આવતા પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરી”

આ પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીના વાઇસ ચાન્સેલર ડૉ.રાજુલ ગજ્જર, પ્રખ્યાત સાહિત્યકાર અને દિગ્દર્શક સૌમ્ય જોશી, જાણીતા રંગકર્મી જીજ્ઞા વ્યાસ તથા એસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉ.એકતા શાહ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવ્યા હતા.

કાર્યક્રમની વિશેષતા તરીકે સરકારી તથા મ્યુનિસિપલ શાળાઓના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી રહી હતી, જે સમાવેશક શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

સાયનોફેસ્ટ 2026નું બીજું એક મુખ્ય આકર્ષણ અદ્ભુત ડ્રોન શો, જેને ખરેખર બધા મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દીધા. તે સુંદર રીતે દર્શાવતું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજી કેવી રીતે સાથે મળી કંઈક જાદુઈ સર્જી શકે – વિચારોને એક એવા દૃશ્ય અનુભવમાં ફેરવી દીધા કે જેને જોઈને દરેક આશ્ચર્યચકિત રહી ગયો.

“સાયનોફેસ્ટ બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા માટેનું સશક્ત માધ્યમ છે, જ્યાં તેઓ વિજ્ઞાનને માત્ર શીખતા નથી, પરંતુ તેને અનુભવતા અને પોતાના વિચારો દ્વારા વ્યક્ત કરતા થાય છે,” એમ ડૉ.મેઘા ભટ્ટએ જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓ દ્વારા ક્વિઝ, પ્રદર્શન અને વિવિધ મંચ કાર્યક્રમોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે વિજેતાઓને ટ્રોફી તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Related posts

સરકારી શાળાઓમાં સંગીત શિક્ષણનો વિસ્તાર કરવા માટે યામાહા મ્યુઝિક ઇન્ડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

amdavadlive_editor

નથિંગ 28 એપ્રિલે ત્રણ બડ્સ સાથે CMF Phone 2 Pro લોન્ચ કરશે

amdavadlive_editor

કાફે અકાસા દ્વારા તહેવારોના વિશેષ ભોજન સાથે ઓનબોર્ડ હોળીની ઉજવણીનો પ્રારંભ

amdavadlive_editor

Leave a Comment