23.8 C
Gujarat
November 22, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂ. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી એવોર્ડ સમારોહ અને સંતવાણી યોજાઈ

ભજન ભ્રમ, ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપે :પુ.મોરારિબાપુ

અમદાવાદ 17 નવેમ્બર 2024: તલગાજરડા – પુ. મોરારીબાપુના પિતાશ્રી પુજ્ય પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં કારતક વદ બીજને રવિવાર તારીખ 17-11-24ના યોજાયો.

એવોર્ડ સમારોહમાં પુ.મોરારિબાપુએ દિક્ષાંત પ્રવચનમાં જણાવ્યું હતું કે ભજન એ આપણા સૌનો આહાર છે.જે આહારના સ્વરૂપોને આપણે તત્વજ્ઞાનની રીતે અલગ અલગ સ્વરૂપે જોઈ શકીએ.બાપુએ આપણાં ભોજનમાં અલગ અલગ વ્યંજનોને ભજનની સાથે જોડીને ઉદાહરણ સાથે સૌને હાડોહાડ ઉતરી જાય તેવી વાત મુકી હતી.બાપુએ વધુમાં જણાવ્યું કે ભજનનું એક સ્વરૂપ એ રોટલો છે તેથી ‘અન્ને બ્રહ્મતી વેદાના’ એમ કહેવાયું છે.ભજન શુકનનું પ્રતીક પણ છે.ભજનિકની જીભે સરસ્વતી છે અને જીભ એ અગ્નિનું રુપ છે. ભજન ભ્રમ અને ભય ભાંગે છે અને આપણી ભ્રાંતિમાંથી તે શાંતિ તરફ લઈ જાય છે.ભજન કરતાં કરતાં સૌ સાધુ તરફ પ્રયાણ કરે છે.

આજના એવોર્ડ સમારોહમાં સર્જક વંદનામા સ્વ.શ્રી ઘીરા ભગતને સર્જક એવોર્ડ અર્પણ થયો.તેના પ્રતિનિધિ ગોઠડા વડોદરાના નારાયણભાઈ રબારીએ તે સ્વીકાર્યો હતો. ગાયકી માટે શ્રી રામદાસજી ગોંડલીયાને, તબલા સંગત માટે ભુપત પેન્ટરને,વાદ્ય સંગત માટે બેંજો વાદક શ્રી ચંદુભાઈ ડાભીને અને મંજીરાવાદક તરીકે ગોંસાઈ વિજયકુમારને આ એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવી હતી.જેમા પ્રશસ્તિપત્ર, સુત્રમાલા,શાલ,રોકડ રકમ એનાયત થયા.

પ્રારંભે પ્રા (ડો.) દિનુભાઈ ચુડાસમા સંપાદિત પુસ્તક “શબ્દની નાવ મૌનના ધાટે “નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંપાદક શ્રી દિનુભાઈ એ પ્રાસંગિક પ્રસ્તુતિ કરી હતી.કાર્યક્રમનું સંચાલન શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષી એ કર્યું હતું. આયોજન વ્યવસ્થામાં શ્રી જયદેવભાઈ માંકડ જોડાયા હતા.સંતવાણીમા અનેક ભજનિકોએ પોતાની વાણી પીરસી હતી.

Related posts

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : ગુજરાતી ફિલ્મ કર્મા વોલેટના કલાકારોએ હાજરી આપી

amdavadlive_editor

આઈએમએસની રજૂઆત રિટેઈલરો માટે ફેસ્ટિવ સેલ્સની તકો છીનવી લેશેઃ એમ્પાવર ઈન્ડિયા

amdavadlive_editor

વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વકર્મા સમાજનો અત્યાર સુધોની સૌથી મોટો પ્રોજેક્ટ ” ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેશ સમિટ ” ગીફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાશે

amdavadlive_editor

Leave a Comment