April 2, 2025
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે ગેલેક્સી F16 5G લોન્ચ કરાયા

ગુરુગ્રામ, ભારત – ૧૫ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી F16 5Gના લોન્ચની ઘોષણા કરી હતી, જે સાથે તેનો લોકપ્રિય ગેલેક્સી Fસિરીઝ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. ગેલેક્સી F16 5Gએ ગેલેક્સી Fસિરીઝની લીગસી ચાલુ રાખી છે, જે ફન અને સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ પ્રદાન કરે થે, જેમ કે, અદભુત sAMOLED ડિસ્પ્લે, 50 MP ટ્રિપલ કેમેરા અને એન્ડ્રોઈડ અપગ્રેડ્સની છ જનરેશન્સ અને સિક્યુરિટી અપડેટ્સના છ વર્ષનું વચન આપે છે.

“ગેલેક્સી F16 5Gનું લોન્ચ અર્થપૂર્ણ ઈનોવેશન પ્રત્યે અમારી કટિબદ્ધતા પર ભાર આપતાં ઉપભોક્તાઓને તેમની સંપૂર્ણ સંભાવનાએ પહોંચવા માટે સશક્ત બનાવે છે. ગેલેક્સી  F16 5G Gen Zની તેજ ગતિની લાઈફસ્ટાઈલ માટે તૈયાર કરાયો છે અને અપવાદાત્મક ઉપભોક્તા અનુભવ માટે પરફોર્મન્સ, ટકાઉપણું અને ફનને સહજ રીતે સંમિશ્રિત કરે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના ડાયરેક્ટર અક્ષય એસ રાવે જણાવ્યું હતું.

સંપૂર્ણ નવી ડિઝાઈન અને સેગમેન્ટમાં અવ્વલ ડિસ્પ્લે

રિપલ ગ્લો ફિનિશ સાથે તાજગીપૂર્ણ નવી ડિઝાઈનથી સમૃદ્ધ અને ફક્ત 7.9mm સ્લિમ, ગેલેક્સી F16 5G સ્ટાઈલ અને કમ્ફર્ટ માટે ઘડવામાં આવ્યો છે. ગેલેક્સી F16 5Gમાં સેગમેન્ટમાં અવ્વલ 6.7″ FHD+ sAMOLED ડિસ્પ્લે છે, જે વાઈબ્રન્ટ કલર્સ અને ડીપ કોન્ટ્રાસ્ટ્સ સાથે અદભુત વિઝ્યુઅલ્સ પ્રદાન કરે છે.

સેગમેન્ટમાં અવ્વલ કેમેરા

સ્ટાઈલિશ, લાઈનિયર- ગ્રુપ્ડ કેમેરા ડિઝાઈન સાથે ગેલેક્સી F16 5Gનું સેગમેન્ટમાં અવ્વલ 50MP ટ્રિપલ- કેમેરા સેટ-અપ ઉપભોક્તાઓને અદભુત ફોટોઝ અને વિડિયોઝ મઢી લેવા માટે મદદ કરે છે. ગેલેક્સી F16 5Gમાં અદભુત સેલ્ફીઝ માટે 13MP ફ્રન્ટ કેમેરા પણ છે.

પાવરફુલ પરફોર્મન્સ

મિડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર દ્વારા પાવર્ડ ગેલેક્સી F16 5G સ્મૂધ મલ્ટીટાસ્કિંગ અને લેગ-ફ્રી ગેમિંગની ખાતરી રાખે છે. ગેલેક્સી F16 5G ઉપભોક્તાઓને આખો દિવસ પાવર્ડ રાખવા માટે 25Wફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAh બેટરીથી સમૃદ્ધ છે.

ગેલેક્સી ફાઉન્ડેશન્સ

નવા ઉદ્યોગનાં ધોરણો સ્થાપિત કરતાં ગેલેક્સી F16 5G એન્ડ્રોઈડ અપગ્રેડ્સની સેગમેન્ટમાં ઉત્તમ 6 જનરેશન્સ અને સિક્યુરિટી અપડેટ્સનાં 6 વર્ષ પ્રદાન કરે છે, જેથી ભાવિ તૈયાર અનુભવની ખાતરી રહે છે.

સેમસંગે ગેલેક્સી F16 5Gસાથે આ સેગમેન્ટમાં પહેલી વાર સેમસંગ વોલેટ સાથે તેનું ઈનોવેટિવ ટેપ એન્ડ પે ફીચર પણ રજૂ કર્યું છે, જે ગ્રાહકોને આસાનીથી પેમેન્ટ્સ સંરક્ષિત કરવામાં મદદ કરે છે.

ગેલેક્સી F16 5Gત્રણ અદભુત રંગોમાં આવે છે, જેમાં વાઈબિંગ બ્લુ, ગ્લેમ ગ્રીન અને બ્લિંગ બ્લેકનો સમાવેશ થાય છે અને ફ્લિપકાર્ટ, Samsung.comપર અને ચુનંદા રિટેઈલ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે.

પ્રોડક્ટ

વેરિયન્ટ આરંભિક કિંમત

ઓફર્સ

 

ગેલેક્સી F16 5G

4GB+128GB INR 11499 INR 1000 બેન્ક કેશબેકનો સમાવેશ
6GB+128GB INR 12999
8GB+128GB INR 14499

 

Related posts

પ્રવીણ હિંગોનિયા ની ફિલ્મ ‘નવરસ કથા કોલાજ’ ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થશે

amdavadlive_editor

હરિહૃદય યુવા મહોત્સવ: યુવાનોમાં આધ્યાત્મિકતા અને સેવાનો ભવ્ય ઉત્સવ

amdavadlive_editor

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadlive_editor

Leave a Comment