May 13, 2025
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 એજ માટે પ્રી-ઓર્ડર જાહેરઃ કિંમત INR 109,999થી શરૂ થાય છે

⇒ ગ્રાહકો ગેલેક્સી S25 એજ પ્રી-ઓર્ડર કરે તો તેમને INR 12,000 મૂલ્યની મફત સ્ટોરેજ અપગ્રેડ પ્રાપ્ત થશે.

⇒ ગ્રાહકો ડિવાઈસ પર 9 મહિના સુધી નો-કોસ્ટ EMI પણ ઉપલબ્ધ કરી શકે છે.

ગુરુગ્રામ, ભારત ૧૩ મે ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે સૌથી સ્લિમ ગેલેક્સી S સિરીઝ સ્માર્ટફોન તેની શ્રેણીમાં વ્યાખ્યા કરતી ગેલેક્સી S25 એજ માટે પ્રી-ઓર્ડર ખોલ્યા હતા. મનમાં સ્ટાઈલ અને સ્ટ્રેન્ગ્ધ સાથે ઘડવામાં આવેલા ગેલેક્સી S25 એજ સ્થિતિસ્થાપક ટાઈટેનિયમ બોડીમાં પ્રીમિયમ, પ્રો-લેવલ પરફોર્મન્સનું નવું સંતુલન દર્શાવે છે. ગેલેક્સી S25 એજ S સિરીઝના વારસાને સાર્થક કરીને આઈકોનિક ગેલેક્સી AI- એનેબલ્ડ કેમેરાને ઈન્ટીગ્રેટ કરે છે અને સહજતાથી પોર્ટેબલ ડિવાઈસમાં ક્રિયાત્મકતાની નવી ક્ષિતિજ ઉજાગર કરે છે.

અપવાદાત્મક રીતે સ્લીક અને સ્ટ્રોંગ ડિઝાઈન

પાતળી5.8mm ચેસિસ સાથે ગેલેક્સી S25 એજ એન્જિનિયરિંગની નોંધપાત્ર સિદ્ધિ છે, જે સ્માર્ટફોન ડિઝાઈનના લગભગ દરેક તત્ત્વની નવી કલ્પના કરે છે. તેનું રિફાઈન્ડ ફ્રેમ ફક્ત 163 ગ્રામમાં ફોર્મ અને ફંકશન વચ્ચેનું અંતર દૂર કરીને ગેલેક્સી S સિરીઝની યુનિફાઈડ ડિઝાઈનને સાર્થક કરતાં સ્લિમ સ્માર્ટફોનને નવી ઊંચાઈએ લઈ જાય છે.

તેના સ્ટ્રીમલાઈન્ડ સિલ્હટ સાથે અપવાદાત્મક સ્થિતિસ્થાપકતા આવે છે. મહત્તમ કર્વ્ડ ધાર અને મજબૂત ટાઈટેનિયમ ફ્રેમ રોજબરોજના ઉપયોગ માટે મજબૂત રક્ષણ આપે છે. નવીનતમ Corning® Gorilla® Glass Ceramic 2, નવું ગ્લાસ સેરામિક એન્જિનિયર્ડ સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે, જે ગેલેક્સી S25 એજ પર ફ્રન્ટ ડિસ્પ્લે માટે ઉપયોગ કરાય છે.

પોકેટેબલ 200MP કેમેરા સાથે ડાયનેમિક ક્રિયેટિવિટી 

ગેલેક્સી S25ની સ્લિમ અને લાઈટ ડિઝાઈન તેને અવિસ્મરણીય અવસરો મઢી લેવાનું અને કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ તેમની ક્રિયેટિવિટી વ્યક્ત કરવા ઉપભોક્તાઓ માટે અગાઉ કરતાં વધુ આસાન બનાવે છે. 200MP વાઈડ લેન્સે ગેલેક્સી S સિરીઝનો આઈકોનિક કેમેરા અનુભવ જાળવી રાખ્યો છે, જ્યારે લાર્જ પિક્સેલ આકાર સાથે એકદમ ક્લિયર શોટ્સ જાળવી રાખ્યા છે, જે ઓછા પ્રકાશના વાતાવરણમાં લગભગ 40% સુધારિત બ્રાઈટનેસ સાથે ઈમેજીસ મઢી લે છે. 12MP અલ્ટ્રા- વાઈડ સેન્સરમાં ઓટોફોકસ છે, જે વધુ ક્રિયેટિવ ફ્લેક્સિબિલિટી માટે ક્રિસ્પ, ડિટેઈલ્ડ મેક્રો ફોટોગ્રાફીને પાવર આપે છે.

ગેલેક્સી S25 એજને તે જ પ્રોવિઝ્યુઅલ એન્જિનમાંથી લાભ મેળવે છે, જે પ્રી-ગ્રેડ બહેતરીઓ સાથે ગેલેક્સી S25 માટે ઓપ્ટિમાઈઝ્ડ કરાયા છે, જેમ કે, પોર્ટ્રેઈટ્સમાં કપડાં અથવા છોડવાં માટે શાર્પ ડિટેઈલ્સ અને નૈસર્ગિક, ટ્રુ-ટુ-લાઈફ સ્કિન ટોન માટે શાર્પ ડિટેઈલ્સની ખાતરી રાખે છે. ફેન- ફેવરીટ્સ, જેમ કે, ઓડિયો ઈરેઝર અને ડ્રોઈંગ આસિસ્ટ સહિત ગેલેક્સી  AI-પાવર્ડ એડિટિંગ ફીચર્સ ગેલેક્સી S25 સિરીઝમાંથી લાવવામાં આવ્યા છે.

અલ્ટ્રા- સ્લિમ હાઉસિંગમાં પીક પરફોર્મન્સ નિપુણતાથી કોન્ફિગર કરાઈ છે

ગેલેક્સી S25 એજ ગેલેક્સી માટે સ્નેપડ્રેગન 8® ઈલાઈટ મોબાઈલ પ્લેટફોર્મ સાથે શરૂઆત કરતાં પ્રીમિયમ પરફોર્મન્સ પ્રદાન કરવા માટે નિર્માણ કરાયા છે. ક્વેલ્કોમ ટેકનલોજીઝ, ઈન્ક. દ્વારા કસ્ટમાઈઝ્ડ ચિપસેટ ગેલેક્સી S25 એજની ઓન-ડિવાઈસ AI પ્રક્રિયા ક્ષમતાઓને પાવર આપે છે અને આખો દિવસ વિશ્વસનીય રીતે ઝડપી કામગીરી પ્રદાન કરે છે. ગેલેક્સી S25 એજ સ્થિર હીટ ડિસિપેશન માટે પાતળી છતાં વ્યાપક રિકોન્ફિગર્ડ વેપર ચેમ્બરને આભારી સક્ષમ ઉપયોગ હેઠળ તેને કૂલ પણ રાખે છે.

ગેલેક્સી S સિરીઝના પ્રસિદ્ધ કામગીરીનાં ધોરણો સાથે સુમેળ સાધતાં ગેલેક્સી S25 એજમાં પ્રોસ્કેલર સાથે આધુનિક અને કાર્યક્ષમ AI ઈમેજ પ્રક્રિયાની વિશિષ્ટતા છે, જે ડિસ્પ્લે ઈમેજ સ્કેલિંગ ક્વોલિટીમાં 40% સુધારણા પ્રદાન કરે છે, જ્યારે સેમસંગનું કસ્ટમાઈઝ્ડ મોબાઈલ ડિજિટલ નેચરલ ઈમેજ એન્જિન (mDNIe)ને સમાવે છે.

ગેલેક્સી AI સાથે ભરોસાપાત્ર સાથી

લગભગ દરેક ટચપોઈન્ટ ખાતે ગેલેક્સી AIને ઈન્ટીગ્રેટ કરતાં ગેલેક્સી S25 એજ અમારો સૌથી નેચરલ અને પરિપ્રેક્ષ્ય સતર્ક મોબાઈલ AI અનુભવો પ્રદાન કરે છે. ઉપભોક્તાઓને તેમનો પર્સનલ ડેટા હંમેશાં સુરક્ષિત રહેશે તેવી મનની શાંતિ સાથે પર્સનલાઈઝ્ડ, મલ્ટીમોડલ AI ક્ષમતાઓ મળે છે.

વ્યાપક ગેલેક્સી AI સિરીઝનું પ્રતિબિંબ પાડતાં ગેલેક્સી S25 એજ AI એજન્ટ્સને ઈન્ટીગ્રેટ કરે છે, જે ઘણા બધા એપ્સમાં સહજ રીતે કામ કરીને અસલી AI સાથીને બાબતો વધુ આસાનીથી થાય તેમાં મદદ કરે છે. ગેલેક્સી AI રોજિંદા નિત્યક્રમો સાથે ઈન્ટીગ્રેટ કરવાનું બહેતર બને છે. નાઉ બ્રિફ અને નાઉ બારમાં વધુ સુવિધા માટે થર્ડ- પાર્ટી એપ ઈન્ટીગ્રેશન્સ અને રોજબરોજનો પ્રવાસ, ડાઈનિંગ અને ઘણું બધું વધુ રવા દરમિયાન મદદરૂપ થતા રિમાઈન્ડર્સનો સમાવેશ થાય છે.

ગેલેક્સીના ગૂગલ સાથે ઊંડા ઈન્ટીગ્રેશનને આભારી ગેલેક્સી S25 એજ વધુ ઉપભોક્તાઓ માટે જેમિનીની નવીનતમ પ્રગતિઓ લાવે છે. દાખલા તરીકે, જેમિની લાઈવના નવા કેમેરા અને સ્ક્રીન શેરિંગ ક્ષમતાઓ સાથે ઉપભોક્તાઓ લાઈવ કન્વર્સેશનમાં તેની સાથે ઈન્ટરએક્ટ કરવા સાથોસાથ તેમના સ્ક્રીન પર અથવા તેની આસપાસની દુનિયામાં તેઓ જે જુએ તે જેમિની લાઈવ દર્શાવી શકે છે.

ગેલેક્સી S25 એજ પર ગેલેક્સી AI દ્વારા પાવર્ડ અનુભવો ફક્ત સુવિધા નથી, પરંતુ તે હાર્દમાં ગોપનીયતા સાથે તૈયાર કરાયો છે. ઓન-ડિવાઈસ AI પ્રક્રિયા સેમસંગ નોક્સ વોલ્ટ દ્વારા ડેટા સંરક્ષિત રહે તેની ખાતરી રાખે છે, જે સાથે ગોપનીયતા સાથે ક્યારેય બાંધછોડ નહીં થાય તેવા અત્યંત પર્સનલાઈઝ્ડ મોબાઈલ અનુભવ પ્રત્યે સેમસંગે મજબૂત કટિબદ્ધતા ચાલુ રાખી છે.

કિંમત, ઉપલબ્ધતા અને પ્રી-ઓર્ડર ઓફરો

ગેલેક્સી S25 એજ આજથી આરંભ કરતાં સર્વ અગ્રણી ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલ સ્ટોર્સમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. ગ્રાહકો ગેલેક્સી S25 એજ પ્રી-ઓર્ડર કરે તેમને INR 12,000 મૂલ્યનું મફત સ્ટોરેજ અપગ્રેડ પ્રાપ્ત થશે. ગ્રાહકો ડિવાઈસ પર 9 મહિના સુધી નો-કોસ્ટ EMI પણ ઉપલબ્ધ કરી શકે છે. ગેલેક્સી S25 એજ બે આકર્ષક રંગો- ટાઈટેનિયમ સિલ્વર અને ટાઈટેનિયમ જેટબ્લેકમાં ઉપલબ્ધ છે. ગેલેક્સી S25 એજ અને ગેલેક્સી S25 સિરીઝ વિશે વધુ માહિતી માટે કૃપા કરી વિઝિટ કરોઃ Samsung.com.

કિંમત

મોડેલ RAMસ્ટોરેજ રંગ MOP (INR)
ગેલેક્સી S25 એજ 12GB 256GB ટાઈટેનિયમ સિલ્વર, ટાઈટેનિયમ જેટબ્લેક 109,999
12GB 512GB 121,999

 

પ્રી-ઓર્ડર ઓફર્સ

મોડેલ ઓફર્સ  નો કોસ્ટ EMI
ગેલેક્સી S25 એજ INR 12K મૂલ્યના લાભ
INR 12K સ્ટોરેજ અપગ્રેડ

(પ્રી-બુક કરો 256GB અને મેળવો 512GB)

9 મહિના સુધી

 

Related posts

VLCC દેશભરમાં 100+ બ્યુટી એન્ડ વેલનેસ ક્લિનિક્સની શરૂઆત સાથે તેની રિટેલ ઉપસ્થિતીને મજબૂત બનાવવાની યોજના ધરાવે છે

amdavadlive_editor

ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ (CCC) ખાતે, અમારા ફ્રાઈડે નાઈટ ટેબલ ટેનિસ સેશન્સ ફિટનેસ અને નેટવર્કિંગનું સંપૂર્ણ મિશ્રણ છે

amdavadlive_editor

સેમસંગ દ્વારા ભારતમાં તેના સૌથી કિફાયતી 5G સ્માર્ટફોન ગેલેક્સી F06 5Gલોન્ચ કરાયા

amdavadlive_editor

Leave a Comment