July 19, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

ધારાસભ્ય અમિત ઠાકરના જન્મદિવસે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા 100થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ

અમદાવાદ, ગુજરાત | ૧૭મી જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા વેજલપુર વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર ના જન્મદિવસની ઉજવણી શેલ્બી હોસ્પિટલ નજીક આવેલા એબીપી ક્રિકેટ ગ્રાઉન્ડમાં વૃક્ષો વાવીને કરવામાં આવી. આ પ્રસંગે શ્રી અમિતભાઈ ઠાકર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પદ અધિકારીઓ તથા અન્ય સમર્થકો સાથે વૃક્ષારોપણ સ્થળ પર હાજર રહ્યા હતા. એબીપી ક્રિકેટ ગ્રાઉન્ડના વિશાળ પ્રાંગણમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રોટેરિયાનો એ એકસો થી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રેસિડેન્ટ રોટેરિયન નીરવ જોશી એ જણાવ્યું હતું કે આજના સમયમાં પ્રદૂષણ ને લગતી બીમારીઓથી બચવા માટે વૃક્ષારોપણ એ જ રામબાણ ઈલાજ છે સંસ્થાના સેક્રેટરી રોટેરીયન પ્રણવ શાહે જણાવ્યું હતું કે  શ્રી અમિત ભાઈ ઠાકર દ્વારા આ એક અનુકર્ણીય પ્રયાસ છે અને રોટરી ક્લબના દરેક સભ્યો પણ પોતાના જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના સર્વિસ પ્રોજેક્ટ ડાયરેક્ટર રોટેરીયન કલ્પેશ શાહે ખાસ મહેનત કરી હતી. ક્લબના જુના સભ્યો ઉપરાંત આ વર્ષે જ જોડાયેલા નવા સભ્યો પણ સેવાના આ કાર્યોમાં જોડાઈને રોમાંચિત થયા હતા. શ્રી અમિત ઠાકરે આ સમગ્ર ઉપક્રમ ને બિરદાવ્યો હતો. અને લોકોની સાથે પ્રકૃતિ માતા કી જય નો જય ઘોષ પણ કર્યો હતો. રોટરી ક્લબ તરફથી આસિસ્ટન્ટ ગવર્નર જતીનદર ભલ્લા, અલ્કેશ પટેલ, દિનેશ પટેલ, પવન ચપલોત, રાકેશ ભાર્ગવ , રવિન્દ્ર ગુપ્તા, હાર્દિક શાહ, રાજેન્દ્ર નાગર, સુભાષ સિંહ તથા નવા સભ્યો મનીષ પલાણ અને હેમંત ગજેરીયા હાજર રહ્યા હતા.

== સમાપ્ત ==

Related posts

મારુતિ સુઝુકીએ Epic New Swift S-CNG લોન્ચકરી ; તેના સેગમેન્ટમાં સૌથી વધુ ઇંધણ-કાર્યક્ષમ હેચબેક

amdavadlive_editor

ભારતમાં પ્રાઈમ મેમ્બર્સને પ્રોડક્ટ્સના વિશાળ સિલેક્શનની એમેઝોને અગાઉ કદી ન કરાઈ હોય તે રીતે સેમ ડે અથવા ઝડપી ડિલિવરી કરી

amdavadlive_editor

રામાયણને મન, બુદ્ધિથી અને ચિતથી સાંભળજો, પણ અહંકાર મુક્ત થઈને સાંભળજો

amdavadlive_editor

Leave a Comment