38 C
Gujarat
March 13, 2026
Amdavad Live
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અનએકેડમી લર્નર્સે મેળવ્યું JEE 2025માં શાનદાર પરિણાામ : 4129થી વધુ વિદ્યાર્થીઓનું સિલેકશન; ઉજ્જ્વલ કેસરીએ મેળવ્યો ઓલ ઇન્ડિયામાં પાંચમો રેન્ક

ગુજરાત, અમદાવાદ ૫ મે ૨૦૨૫: ભારતની સૌથી કઠિનપરીક્ષાઓમાની એક એવી JEE એડવાન્સ્ડ 2025નું પરિણામ જાહેર થઈ ગયું છે. અને આ વર્ષે અનએકેડમીના વિદ્યાર્થીઓએ એક નવી સફળતાની કહાની સર્જી છે. 4129થી વધુ અનએકેડમી  લર્નર્સે JEE એડવાન્સ્ડ 2025 સફળતાપૂર્વક ક્લીયર કરી છે. જે દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરવાથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

આ ખાસ અવસર પર અનએકેડમીના સહ-સ્થાપક સુમિત જૈને સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવે છે કે,“JEE એડવાન્સ્ડ 2025માં અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, જે જોઈને અમે ખૂબ જ ખુશ છીએ. અમે ઉજ્જ્વલ કેસરી અને તમામ સફળ લર્નર્સને હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ. આ સફળતા માત્ર વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ નથી, પણ અમારી મહેનતુ શિક્ષકોની ટીમ અને અનએકેડમીની ટીમના સતત પ્રયત્નોનું પ્રતિબિંબ છે. જેમણે વિદ્યાર્થીઓ માટે દિવસ-રાત એક કરી અથાગ મહેનત કરી છે. અમે ભવિષ્યમાં પણ આ જ સમર્પણ અને ઊર્જા સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહીશું. જેથી તેઓ પોતાના સપનાઓને હકીકતમાં બદલી શકે.”

JEE એડવાન્સ્ડ 2025માં અનએકેડમીના તેજસ્વી વિદ્યાર્થી ઉજ્જ્વલ કેસરીએ ઓલ ઇન્ડિયામાં પાંચમો રેન્ક હાંસલ કરીને પોતાની મહેનતથી માત્ર પરિવારનું જ નહીં, પણ સમગ્ર અનએકેડમી  પરિવારનું નામ રોશન કર્યું છે.ઉજ્જ્વલની સાથે, 18 લર્નર્સે ટોપ 100માં, જ્યારે 787 વિદ્યાર્થીઓએ ટોપ 5000માં અને 2205 વિદ્યાર્થીઓએ ટોપ 15000માં રેન્ક મેળવીને સંસ્થા માટે સફળતાનીનવીઉંચાઈઓ સર્જી છે.

આ માત્ર આંકડાઓ નથી પરંતુ હજારો સપનાઓ પૂરાં થયાની સાક્ષી છે. દરેક રેન્ક પાછળ અથાગ મહેનત, સમર્પણ અને સાચું માર્ગદર્શન રહેલું છે.અનએકેડમી  માત્ર શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડતી નથી, પરંતુ વિદ્યાર્થીઓને સંપૂર્ણ સહાયક માળખું પણ પૂરું પાડે છે. જેમાં ડિજિટલ ક્લાસરૂમ્સ, વન-ટૂ-વન ડાઉટ સોલ્વિંગ, નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ અને વ્યક્તિગત માર્ગદર્શન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને વધુ સારું અને વધુ સ્માર્ટ રીતે તૈયાર થવામાં મદદરૂપ થાય છે.

આ વિશેષ અવસર પર અનએકેડમીના સહ-સ્થાપક સુમિત જૈનેતમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવેછે કે,“JEE એડવાન્સ્ડ 2025માં અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, જે જોઈને અમે ખૂબ જ ખુશ છીએ. અમે ઉજ્જ્વલ કેસરી અને તમામ સફળ લર્નર્સને હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ. આ સફળતા માત્ર વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ નથી, પણ અમારી મહેનતુ શિક્ષકોની ટીમ અને અનએકેડમીની ટીમના સતત પ્રયત્નોનું પ્રતિબિંબ છે. જેમણે વિદ્યાર્થીઓ માટે દિવસ-રાત એક કરી અથાગ મહેનત કરી છે. અમે ભવિષ્યમાં પણ આ જ સમર્પણ અને ઊર્જા સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહીશું. જેથી તેઓ પોતાના સપનાઓને હકીકતમાં બદલી શકે.”

JEE અથવા NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને ભવિષ્યને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી અનએકેડમી  સેન્ટરે  ‘Sure Success Program’ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત, જો વિદ્યાર્થી NEETમાં 500 કરતાં ઓછા માર્ક્સ અથવા JEEમાં 93 પર્સેન્ટાઈલથી ઓછો સ્કોર કરે, તો તેને કોર્સની 50% ફી  રિફંડ આપવામાં આવશે.

Related posts

વર્લ્ડ નંબર 13બર્નાડેટ અને માનુષે અમદાવાદ SG પાઇપર્સને ઇન્ડિયન ઓઇલ UTT 2024ના સેમિફાઇનલમાં જયપુર પેટ્રિયોટ્સને12-3થી હરાવ્યુ

amdavadlive_editor

સ્માર્ટ મીટરના સાથે ચેક મીટર લગાવો, તમામ શંકાઓનું સમાધાન મેળવો

amdavadlive_editor

સસ્ટેના ઈન્ડિયા આર્ટ પ્રદર્શનમાં વડોદરા, ગુજરાતના સસ્ટેના ઈન્ડિયા ફેલો મૃગેનની કળાકૃતિ દર્શાવવામાં આવી

amdavadlive_editor

Leave a Comment