21.2 C
Gujarat
November 22, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

રિલાયન્સ રિટેલ પ્રસ્તુત કરે છે – ધ વેડિંગ કલેક્ટિવ : તમારા ડ્રીમ વેડિંગ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન

દેશના અગ્રણી કોટ્યુરિયર્સ, ટ્રૂસો ડિઝાઇનર્સ, ગાર્મેન્ટ આર્ટિસન, બ્યુટી એક્સપર્ટ, જ્વેલર્સ, એકસેસરી, સ્પેશિયાલિસ્ટ અને બેસ્પોક ગિફ્ટિંગ સર્વિસ એક જગ્યાએ પ્રદર્શિત થશે

ભારત, 11મી જુલાઈ 2024:  રિલાયન્સ રિટેલ દ્વારા ”ધ વેડિંગ કલેક્ટિવ” લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એક વિશિષ્ટ અને સમજદારીપૂર્વક રીતે તૈયાર કરવામાં આવેલું એક ક્યુરેટેડ વેડિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશન ૨૩ ઓગસ્ટ થી ૨૫ ઓગસ્ટ – ૨૦૨૪  દરમિયાન મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ એક્ઝિબિશન દુલ્હા, દુલ્હન તેમજ તેમના પરિવારો માટે લગ્નના આયોજનને લઇને એક એક્સિપરિયન્સ પ્રદાન કરવાની સાથે-સાથે વિવિધ કેટેગરીમાં તમામ એક્સપર્ટને એક જ જગ્યા પર લાવીને લગ્નની ખરીદીના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ફેશનથી લઈને ગોર્મેટ અને ફૂડ સુધી, જ્વેલરીથી લઈને વેડિંગ પ્લાનર્સ સુધી, લક્ઝરી બ્યુટી સર્વિસીસ માટે ફાઇનાન્શિયલ ગાઇડન્સ માટે એક જ જગ્યા પર પ્રીમિયમ સર્વિસનો આનંદ માણી શકશો.

આ લૉન્ચિંગ અવસરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર ઈશા મુકેશ અંબાણીએ કહ્યું કે, એક એવા વ્યક્તિના રૂપમાં જેને લગ્નની દરેક રસ્મો,  ઉજવણીઓ, પરંપરાઓ અને  ઉત્સવો પસંદે છે. હું જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વેડિંગ કલેક્ટિવ રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું જેડબ્લૂસીસી ની કલ્પના ઘણા અદભૂત લગ્નો માટેના સ્થળ તરીકે કરું છું જે ઘનિષ્ઠ અને અપાર બંને પ્રસંગોને પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને વેડિંગ કલેક્ટિવ સંપૂર્ણ પ્રદર્શન બનવાનું વચન આપે છે. ત્રણ દિવસમાં તમે ૧૦૦થી વધુ બ્રાન્ડ્સ અને અનુભવોની અપેક્ષા રાખી શકો છો,  જે તમને એક જ જગ્યાએ તમારા સપનાના લગ્નનું આયોજન કરવામાં મદદ કરશે. મને આશા છે કે તમે સૌ ત્યાં જરૂરથી જશો.

આ પ્રસંગે ધ રાઇટ સાઇની પ્રેસિડન્ટ પ્રિયા તન્નાએ જણાવ્યું હતું કે,  “ધ વેડિંગ કલેક્ટિવના લૉન્ચની સાથે અમે વેડિંગ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ પ્રતિભાઓ અને બ્રાન્ડ્સને એક છત નીચે એકસાથે લાવવા માટે રોમાંચિત છીએ. આ કાર્યક્રમ  વૈભવી,  સર્જનાત્મકતા અને પરંપરાન ઉત્સવ છે. જે દુલ્હા, દુલ્હન અને તેમના પરિવારો માટે અદ્રિતિય અનુભવ પ્રદાન કરે છે. વેડિંગ કલેક્ટિવ તમારા ખાસ દિવસની દરેક ક્ષણને મહત્વપૂર્ણ બનાવીને લગ્નની ખરીદીના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે.”

અબુ જાની-સંદીપ ખોસલા, અનીતા ડોંગરે, અર્પિતા મહેતા, એકાયા, ફૈબિયાના, ગૌરવ ગુપ્તા, ક્ષિતિજ જલોરી, કુણાલ રાવલ, મનીષ મલ્હોત્રા, પાયલ સિંઘલ, રાહુલ મિશ્રા, રિતુ કુમાર, રોહિત ગાંધી, રાહુલ ખન્ના, સંગીતા કિલાચંદ, ક્રેશા બજાજ, શાંતનુ અને નિખિલ, દિલ્હી વિંટેજ, રોઝરૂમ અને સુરીલી ગોયલ સહિત લિડિંગ વેડિંગ કોટ્યુરિયર્સ પોતાનું રનવે રેડી કલેક્શનનું પ્રદર્શન કરશે. સોનિયા કે મહાજન દ્વારા દાર એ આબ પણ કાશ્મીર વેલીના સમૃદ્ધ રિજનલ હસ્તકલા ઇતિહાસને ઉજાગર કરતા પોતાની જટિલ હાથથી બનાવેલી રચનાઓનું પ્રદર્શન કરશે.

આલોક લોઢા, બડાલિયા ડાયમંડ જ્વેલર્સ, બિર્ધીચંદ ઘનશ્યામદાસ, ફરાહ ખાન જ્વેલ્સ, ગોએન્કા ઈન્ડિયા, કાંતિલાલ છોટાલાલ, હઝૂરીલાલ લેગસી, સુનિતા શેખાવત, સંજય ગુપ્તા ટીબારુમલ્સ, રેયર હેરિટેજ, રાજ મહતાની અને મિશો બાય સુહાની પારેખ જેવા જાણીતા જ્વેલર્સ પોતાનું કલેક્શન રજૂ કરશે. જેમાં દુલ્હન માટે કાલાતીત તેમજ સમકાલીન બંને પ્રકારની ઉત્કૃષ્ટ માસ્ટરશિપનો સમાવેશ થાય છે.

ભારતના સમૃદ્ધ વારસાને ટ્રિબ્યુટ આપતા જૈન લાલભાઈ એક આર્ટિર્સિયન પેવેલિયન તૈયાર કરશે, જેમાં દેશના કેટલાક સૌથી અમૂલ્ય રત્નોનું પ્રદર્શન કરવામાં આવશે. અહીં દેશભરના કારીગરો ભારતીય કારીગરી અને કાપડની સમૃદ્ધ ટેપેસ્ટ્રીનીને દર્શાવતી શ્રેષ્ઠ કૃતિઓનું અનાવરણ કરશે.

કોઈ પણ બ્રાઈડલ ટ્રાઉસ્યુ છ યાર્ડ વિના સંપૂર્ણ નથી. શ્વેતા કપૂર, અશ્દીન લીલાઓવાલા, નિર્મલ સાલ્વી, કનકવલ્લી અને તંતુવી દ્વારા 431-88 જેવી પ્રતિષ્ઠિત સાડી બ્રાન્ડ્સની ઓફરમાં લક્ઝુરિયેટ કરો કારણ કે તેઓ ત્રણ દિવસમાં પોતાના મનમોહક કલેક્શન રજૂ કરશે.

આ નાની વિગતો છે, જે તમારા અને તમારા લગ્ન સમયે તમારા ખાસ દિવસની અવિસ્મરણીય યાદોને સંભાળે છે. તમારી મેરેજ જર્નીને આગળ વધારવા માટે ક્યુરેટેડ ગિફ્ટિંગ વિકલ્પો અને ઇન્ટરેક્ટિવ બેસ્પોક એક્સપરિયન્સની દુનિયામાં પોતાને લીન કરો. હાઇલાઇટ્સમાં બોમ્બે લેટરિંગ કંપની દ્વારા સુલેખન, સુમન દ્વારા બ્રાઉઝ, ઇથર ચોકલેટ્સમાંથી ડિલેક્ટબલ ડિલાઇટ, આર્જેન્ટમ આર્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી હાઇ ક્વાલિટી સિલ્વરવર્ક, ફાયા તરફથી ફેસિવ ગિફ્ટિંગ, જાનવી તરફથી કાશ્મીરી, નાસો પ્રોફ્યુમી દ્વારા ફેંગરેન્સ, રાહુલની રાબતા દ્વારા અદભૂત ડિઝાઇન્સ, સ્ટાઈલ જંકીની આકર્ષક રજૂઆત,  વિક્ટોરિયા સિક્રેટના ઉત્કૃષ્ટ લૉન્જરી, ધ વેન્ડર ઈંકની કસ્ટમાઇઝ્ડ કીપસેકનો અને સૃષ્ટિ દ્વારા ફ્લોરલ આર્ટનો સમાવેશ થાય છે.

આ અવસરે પ્રખ્યાત ડિઝાઈનર અનિતા ડોંગરેએ પ્રતિષ્ઠિત શોકેસનો ભાગ બનવાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું કે “અનિતા ડોંગરે ખાતે અમે રાજસ્થાનના સમૃદ્ધ વારસામાં રહેલા અમારા નવીનતમ બ્રાઈડલ અને પ્રસંગ અનુરૂપ વસ્ત્રોના કલેક્શનને પ્રદર્શિત કરવા માટે રોમાંચિત છીએ. મોર્ડન દુલ્હન માટે ડિઝાઇન કરાયેલ અમારા કલેક્શનમાં હાથથી દોરવામાં આવેલ પિછવાઈ, ગોટા-પટ્ટી, બાંધણી, ગુજરાતમાં સેવા મહિલાઓ દ્વારા હાથથી ભરતકામ અને હાથથી તૈયાર કરવામાં આવેલા બનારરસ રેશમ જેવા કાલાતીત ભારતીય હસ્તકલાનો સમાવેશ થાય છે.  વર અને વરરાજા પરંપરાગત તકનીકો અને સમકાલીન સિલુએટ્સના એકીકૃત મિશ્રણની અપેક્ષા રાખી શકો છો. આ એવા આઉટફિટ બનાવે છે,  જે અદ્રિતિય અને કાલાતીત બંને છે. અમે તમને વિશિષ દિવસનો ભાગ બનાવવા માટે ઉત્કૃષ્ટ છીએ.

ડિઝાઇનર જૈના લાલભાઈએ જણાવ્યું કે, “ભારતના “IT” વેડિંગ શો- TWC નો ભાગ બનવું એક રોમાંચક અનુભવ રહ્યો છે! આર્ટીસન ઓડિટ પેવેલિયનમાં મેં જે પણ દરેક બ્રાન્ડ મૂકી છે, એ ભારતની ક્રાફ્ટ(હસ્તકલા) અને ટેક્સટાઇલ(વણેલું કાપડ)ને અનુરૂપ છે, પછી ભલે તે વિશિષ્ટ કાપડ હોય કે ભરતકામનું સ્વરૂપ હોય અથવા ચોક્કસ સૌંદર્યલક્ષી હોય. ખરીદદારોને એવા ખૂબસૂરત અપેરલ પસંદ કરવાનો અવસર મળશે, જેમાં  લગ્નમાં હાજરી આપતી કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઔપચારિક સમારોહ, પરિવારિક સમારોહ, દુલ્હન માટેની ખરીદીની એક પર્ફેક્ટ જગ્યા છે, જે પોતાના અપેરલમાં કંઇક નવું એડ કરે છે.  આ અપેરલ ટાઇમલેસ અને વિયરેબલ છે. મને ખાતરી છે કે, તમે કંઈક ખરીદ્યા વિના નહીં રહી શકો.

વેડિંગ કલેક્ટિવ એક અદ્રિતિય અનુભવનું વચન આપે છે, જ્યાં લક્ઝરી ટ્રેડિશન અને ઇનોવેશનની સાથે સહજ રૂપથી એકરૂપ થઇ જાય છે.

આ ઇવેન્ટને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત સ્પોન્સર આઇકોનિક અને વિશિષ્ટ લક્ઝરી બ્રાન્ડ્સ માટે અજીઓ લક્સ, તમારા બેન્કિંગ પાર્ટનર એચએસબીસી ઇન્ડિયા,  નેચરલ ડાયમંડ માટે નેચરલ ડાયમંડ કાઉન્સિલ  અને અતંમાં બ્યુટી પ્લેગ્રાઉન્ડના નિશ્વિત ગંતવ્યના રૂપમાં ગર્વથી સમર્થન પ્રાપ્ત કર્યું છે.

એક એક્સ્ટ્રાઓર્ડિનરી ઇવેન્ટ માટે અમારી સાથે જોડાઓ, જે એક છત નીચે એક પર્ફેક્ટ વેડિંગ માટે તમને જોઈતી તમામ જરૂરિયાતોને એકસાથે લાવે છે. જેના થકી એક અવિશ્વસનીય અને અવિસ્મરણીય પ્લાનિંગ જર્ની સુનિશ્વિત થશે.

Related posts

યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ ગુજરાતની લજ્જા શાહ

amdavadlive_editor

વસ્તડીમાં ભવાની માતાના ભવ્ય મંદિર નિર્માણ સાથે શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓ વિકસાવવાનો રાજપૂત સમાજનો નિર્ણય

amdavadlive_editor

ગોડેડી Airo સોલ્યુશન ભારતીય સાહસિકોને સમય બચાવવામાં મદદ કરી રહ્યું છે

amdavadlive_editor

Leave a Comment