27 C
Gujarat
August 30, 2026
Amdavad Live
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નેતૃત્વ માટે જ જન્મી: રેન્જ રોવર સ્પોર્ટ ટ્વેન્ટી એડિશન સ્પોર્ટિંગ લક્ઝરીના બે દાયકા રુઆબભેર ઉજવે છે

  • ઐતિહાસિક સીમાચિહ્ન: મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ ટ્વેન્ટી એડિશન રેન્જ રોવર સ્પોર્ટની સ્પોર્ટિંગ લક્ઝરીના બે દાયકાની ઉજવણી કરે છે
  • બારીકાઈથી ઘડાયેલી: રેન્જ રોવર સ્પોર્ટના ચિરંજીવ ડાયનેમિક વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરતાં, ઉન્નત સ્પેસિફિકેશન અને બોલ્ડ ડિઝાઇન વિશેષતાઓ સાથે ટ્વેન્ટી એડિશન લોન્ચ થઈ છે 
  • વારસાની સમકાલીન અભિવ્યક્તિ: બોલ્ડ, અલ્ટ્રા-મેટાલિક સાંગ્વિનેલો ઓરેન્જ ફિનિશમાં1 ઉપલબ્ધ, આ રંગ રેન્જ રોવર સ્પોર્ટની દરેક પેઢીની ઓળખ રહ્યો છે 
  • અગ્રણી કામગીરીનો વારસો: Heaven’s Gate ના 999 પગથિયાં ચઢવાથી લઈને Kárahnjúkar ડેમ પરના ધસમસતા પાણીના પ્રવાહનો સામનો કરવા સુધી, વિશ્વભરના ડ્રાઇવિંગ પડકારો જીતનારી રેન્જ રોવર સ્પોર્ટે રેન્જ રોવર લક્ઝરીની સૌથી ડાયનેમિક અભિવ્યક્તિ તરીકે પોતાનું સ્થાન ફરી સાબિત કર્યું છે 
  • કિંમત: રેન્જ રોવર સ્પોર્ટ ટ્વેન્ટી એડિશન ની કિંમત ₹190 લાખ (એક્સ-શોરૂમ) છે

મુંબઈ, ભારત | ૨૮મી ઓગસ્ટ ૨૦૨૬ | રેન્જ રોવર સ્પોર્ટ ટ્વેન્ટી એડિશન આજે ભારતમાં લોન્ચ થઈ – સ્પોર્ટિંગ લક્ઝરીના રુઆબદાર બે દાયકાની યાદમાં એક મર્યાદિત આવૃત્તિ. ડિઝાઇન વારસા અને કામગીરીની ગરિમાની સમજપૂર્વક ઉજવણી કરતાં, ટ્વેન્ટી એડિશન માં ખાસ તૈયાર કરેલી ‘ટ્વેન્ટી’ ડિટેલિંગ, ફ્લેગશિપ પાવરટ્રેન અને રેન્જ રોવર સ્પોર્ટ SV માંથી લેવાયેલી પર્ફોર્મન્સ સીટોનો સમાવેશ થાય છે.

ઓટોમોટિવ ઇતિહાસની એક નિર્ણાયક પળે રેન્જ રોવર સ્પોર્ટનો જન્મ થયો – વધુ ડાયનેમિક, પર્ફોર્મન્સ-કેન્દ્રિત SUV માટે બજાર તૈયાર છે એવી સમજમાંથી આ મોડલનો ઉદ્ભવ થયો. તેના આગમને રેન્જ રોવર માટે પણ એક નિર્ણાયક વળાંક સર્જ્યો, જેણે બ્રાન્ડને વાહનોના એક પરિવારમાં પરિવર્તિત કરી. 2000ના દાયકાની શરૂઆતમાં પદાર્પણ કર્યા બાદથી, SUV ડિઝાઇનને ફરીથી વ્યાખ્યાયિત કરતાં, હાઇબ્રિડ નવીનતાને અપનાવતાં, અગ્રણી કામગીરીના પડકારો જીતતાં અને અવિસ્મરણીય સિનેમેટિક પળોમાં ઝળકતાં રેન્જ રોવર સ્પોર્ટ સતત હેતુપૂર્વક વિકસતી રહી છે.

રાજન અંબા, મેનેજિંગ ડિરેક્ટર, JLR ઇન્ડિયા, એ જણાવ્યું: “બે દાયકાથી, ડાયનેમિક કામગીરી, અનોખી હાજરી અને સમાધાનરહિત ક્ષમતાનો સમન્વય કરીને રેન્જ રોવર સ્પોર્ટે સ્પોર્ટિંગ લક્ઝરીનું ધોરણ સ્થાપિત કર્યું છે. આ મર્યાદિત આવૃત્તિ એ જ વારસાની યોગ્ય ઉજવણી છે, જે આ વાહનના જન્મથી જ તેની ઓળખ રહેલા બોલ્ડ વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. ભારતના ગ્રાહકો સાથે રેન્જ રોવર સ્પોર્ટે એક મજબૂત અને લાંબા ગાળાનો સંબંધ બાંધ્યો છે, અને આ વિશિષ્ટ આવૃત્તિ દ્વારા તેની 20મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં અમને ગર્વ છે.”

રેન્જ રોવર સ્પોર્ટ ડિઝાઇન ઉત્ક્રાંતિ

ત્રણ પેઢીઓ દરમિયાન, રેન્જ રોવર સ્પોર્ટ તેના મજબૂત, કામગીરી-કેન્દ્રિત મૂળમાંથી સંયમિત લક્ઝરીની આધુનિક અભિવ્યક્તિ સુધી વિકસિત થઈ છે. પ્રખ્યાત રેન્જ સ્ટોર્મર કન્સેપ્ટથી પ્રેરિત, પ્રથમ પેઢીના મોડલે એક બોલ્ડ, હેતુપૂર્ણ દેખાવ રજૂ કર્યો, જ્યારે બીજી પેઢીએ વધુ સુવ્યવસ્થિત રેખાઓ, હલકા એલ્યુમિનિયમ આર્કિટેક્ચર અને વધુ ડાયનેમિક પ્રોફાઇલ સાથે આ સ્વરૂપને વધુ પરિષ્કૃત કર્યું. આ ગાળામાં રેન્જ રોવર સ્પોર્ટે વૈશ્વિક સ્તરે દસ લાખથી વધુ વેચાણનો આંકડો પાર કર્યો, પોતાને એક આધુનિક લક્ઝરી પર્ફોર્મન્સ આઇકોન તરીકે સ્થાપિત કરી. આજની રેન્જ રોવર સ્પોર્ટ, સ્વચ્છ સપાટીઓ, ટાઇટ પ્રમાણો અને એથ્લેટિસિઝમને રેન્જ રોવરની અનન્ય શુદ્ધતા સાથે સંતુલિત કરતાં આત્મવિશ્વાસપૂર્ણ, સમકાલીન સૌંદર્યથી વ્યાખ્યાયિત, અત્યાર સુધીની સૌથી શુદ્ધ અભિવ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

ટ્વેન્ટી એડિશન

ઉત્પાદનના પ્રથમ પૂર્ણ વર્ષથી બે દાયકાની ઉજવણી કરતાં, ટ્વેન્ટી એડિશન ઉન્નત બાહ્ય વિગતો, પરિષ્કૃત આંતરિક વિશેષતાઓ અને ઉચ્ચ-કામગીરી પાવરટ્રેનની પસંદગી રજૂ કરે છે.

મૂળ ‘સ્ટોર્મર’ નારંગી રંગના રેન્જ સ્ટોર્મર કન્સેપ્ટ અને વેસુવિયસ ઓરેન્જ ફર્સ્ટ એડિશન રેન્જ રોવર સ્પોર્ટથી પ્રેરિત, ટ્વેન્ટી એડિશન બોલ્ડ, અલ્ટ્રા-મેટાલિક સાંગ્વિનેલો ઓરેન્જ ફિનિશમાં1 ઉપલબ્ધ છે – આ રંગ આ મોડલની દરેક આવૃત્તિમાં વણાયેલો એક સિગ્નેચર રંગ રહ્યો છે. સેન્ટોરિની બ્લેક1 અને ઓસ્ટુની વ્હાઇટ1 સહિતનું વધુ એક પેઇન્ટ પેલેટ આધુનિક, એથ્લેટિક બાહ્ય ફિનિશ પણ પ્રદાન કરે છે.

બ્લેક એક્સટીરિયર પેક એક રહસ્યમય દેખાવ સર્જે છે, જેની સાથે ‘ટ્વેન્ટી’ એચિંગ અને 23-ઇંચ ગ્લોસ સ્પાર્કલ સિલ્વર વ્હીલ્સ (અથવા વૈકલ્પિક રીતે ગ્લોસ બ્લેક) જોડાય છે. અંદર, પ્રકાશિત ‘ટ્વેન્ટી’ ટ્રેડપ્લેટ અને ‘ટ્વેન્ટી’ સેન્ટર કન્સોલ સ્ક્રિપ્ટિંગ આ વિશિષ્ટ આવૃત્તિને ઓળખ આપે છે.

ટોર્ક વેક્ટરિંગ બાય બ્રેકિંગ સાથે ઇલેક્ટ્રોનિક એક્ટિવ ડિફરેન્શિયલ, ઓલ વ્હીલ સ્ટીયરિંગ, કન્ફિગરેબલ ટેરેન રિસ્પોન્સ પ્રોગ્રામ અને ડાયનેમિક રિસ્પોન્સ પ્રો સાથે ડાયનેમિક એર સસ્પેન્શન જેવી અદ્યતન ચેસિસ ટેકનોલોજી, તેમજ અસાધારણ સ્પષ્ટતા અને ઊંડાણ સાથે કારના અનુભવને વધુ ઉન્નત બનાવતી ઇમર્સિવ મેરિડિયન™ સિગ્નેચર સાઉન્ડ સિસ્ટમ સાથે, રેન્જ રોવર સ્પોર્ટ ઓટોબાયોગ્રાફી ભારતમાં પર્ફોર્મન્સ લક્ઝરીને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે.

પર્ફોર્મન્સ ફ્લેગશિપ રેન્જ રોવર સ્પોર્ટ SV માંથી લેવાયેલી એબની વિન્ડસર સીટો આંતરિકની વિશેષતા છે. હલકી, શિલ્પકૃત અને મોટરસ્પોર્ટથી પ્રેરિત આ સીટો, ચોકસાઈપૂર્વક એન્જિનિયર કરેલા એર્ગોનોમિક્સ અને લક્ઝરી કારીગરીનું મિશ્રણ કરે છે. ફોર્જ્ડ કાર્બન વિનીયર અને કાળા સ્યુડ કાપડની હેડલાઇનિંગ કેબિનને એક ડાયનેમિક, ઘેરું વાતાવરણ આપે છે.

ટ્વેન્ટી એડિશન નું પાવરટ્રેન આ મોડલની વિશિષ્ટતા એવા કામગીરી-કેન્દ્રિત તત્વજ્ઞાનને રેખાંકિત કરે છે. 4.4-લિટર ટ્વિન ટર્બો V8 માઇલ્ડ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન સહજતાથી ડાયનેમિક કામગીરી આપે છે – 395 kW શક્તિ, 750Nm ટોર્ક અને માત્ર 4.5 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ.

રેન્જ રોવર સ્પોર્ટ ટ્વેન્ટી એડિશન હવે ભારતમાં ₹190 લાખ ની કિંમતે ઓર્ડર કરવા માટે ઉપલબ્ધ છે, ડિલિવરી ઓક્ટોબર 2026 થી શરૂ થશે. વધુ માહિતી માટે મુલાકાત લો www.rangerover.com.

== સમાપ્ત ==

Related posts

મેટરે રાજકોટમાં નવા એક્સપિરિયન્સ હબના ઉદઘાટન સાથે વિસ્તરણ કર્યું, ગુજરાતની ઇલેક્ટ્રિક સફરને બળ આપ્યું

amdavadlive_editor

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025નો વિક્રમજનક પ્રારંભ, પ્રથમ બે દિવસમાં 38 કરોડથી વધુ ગ્રાહકોએ મુલાકાત લીધી

amdavadlive_editor

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

amdavadlive_editor

Leave a Comment