28.7 C
Gujarat
April 10, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

પીએનબી મેટલાઈફ, ટ્રુહૉમ ફાઈનાન્સ (અગાઉની શ્રીરામ હાઉસિંગ લિ.) ઘરમાલિકોને ઑફર કરશે ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ

ગુજરાત, અમદાવાદ 20 જાન્યુઆરી 2025: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (પીએનબી મેટલાઈફ) ટ્રુહૉમ ફાઈનાન્સ (અગાઉની શ્રીરામ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ) સાથે મળી ટ્રુહૉમ ફાઈનાન્સના હૉમ લોન ગ્રાહકોને ગ્રુપ ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ ઑફર કરશે.

વિતરણ નેટવર્કને વિસ્તારવાના પીએનબી મેટલાઈફના વ્યૂહાત્મક અભિગમ તથા વીમા ક્ષેત્રમાંની ઊંડી હાજરીનું ટ્રુહૉમ ફાઈનાન્સની સુદૃઢ હાઉસિંગ ફાઈનાન્સ હાજરી સાથે સંયોજન કરીમિલકર લાઈફ આગે બઢાએંના પોતાના ધ્યેય પ્રત્યેની પ્રતિબદ્ધતાને આ જોડાણ દ્વારા પીએનબી મેટલાઈફ અધોરેખિત કરે છે. પીએનબી મેટલાઈફના ગ્રુપ ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ ઉકેલો 17 રાજ્યોમાંની ટ્રુહૉમ ફાઈનાન્સની 165 શાખાઓમાં ઉપલબ્ધ થશે, જેનાથી અણધાર્યા પ્રસંગોએ-વણજોયેલી પરિસ્થિતિમાં લોનની લેણી નીકળતી બાકી રકમ સેટલ કરવા માટે લોન લેનારાઓ તથા તેમના પરિવારોને ઉકેલો પૂરા પાડશે, જેથી તેમના માનસિક શાંતિની તકેદારી રહે.

પીએનબી મેટલાઈફના એમડી અને સીઈઓ સમીર બંસલે ભાર આપતાં જણાવ્યું હતું કે, આ ભાગીદારી જીવનના દરેક તબક્કે, પોતાની માલિકીના ઘરનું સપનું સુરક્ષિત કરવામાં ગ્રાહકોને અને દેશભરમાં આર્થિક સર્વસમાવેશકતામાં વધારો કરવામાં મદદ કરી ભારતીયો માટે ભરોસાપાત્ર ભાગીદાર બનવાની પીએનબી મેટલાઈફની પ્રતિબદ્ધતાને અધોરેખિત કરે છે.

“ટ્રુહૉમ ફાઈનાન્સ સાથેની અમારી ભાગીદારી ભારતભરમાંના પરિવારોને વ્યાપક આર્થિક સંરક્ષણ પૂરૂં પાડવાના અમારા પ્રવાસમાં અર્થપૂર્ણ પગલું છે. ટ્રુહૉમની હૉમ લોન સાથે અમારા ક્રેડિટ લાઈફ વિકલ્પોનું જોડાણ કરી અમે લોન લેનારાઓની જવાબદારીઓનું સંરક્ષણ કરવાની સાથે જ પોતાના ઘરની માલિકીની મહેચ્છાને આધાર પણ આપી રહ્યા છીએ. સાથે મળી ને અમે ‘2047 સુધી સૌ કોઈ માટે વીમો’ના દૃષ્ટિકોણ તરફ યોગદાન આપી રહ્યા છીએ, આના દ્વારા અમે આર્થિક સુરક્ષા વધુમાં વધુ વ્યક્તિઓ અને પરિવારોની પહોંચની અંદર હોય એની ખાતરી કરવા માગીએ છીએ,”એમ શ્રી. બંસલે જણાવ્યું હતું.

ટ્રુહૉમ ફાઈનાન્સના એમડી અને સીઈઓ રવિ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કેઃ“અનપેક્ષિત પડકારો વિશે ભય રાખ્યા વિના પોતાનાં સપનાંને પ્રાપ્ત કરવાની ખાતરી માટે આ જોડાણ અમારા ગ્રાહકોને વધારાની આર્થિક સુરક્ષા પૂરી પાડવાની છૂટ અમને આપે છે. પીએનબી મેટલાઈફના કૌશલ્ય સાથે, અમે એવા અર્થપૂર્ણ ઉક્લો આપી શકશું જેનાથી પરિવારો સુરક્ષિત થશે અને ખાતરી રહેશે કે તેમનાં ઘર સ્થિરતા અને નિરાંતનું સ્રોત બની રહે.”

Related posts

રામ ચરણની ‘ગેમ ચેન્જર’થી લઈને આદિત્ય ધરની અનટાઈટલ્ડ ફિલ્મ સુધી: દરેક જણ 2025ની આ પાવરપેક્ડ ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે.

amdavadlive_editor

સેમસંગ દ્વારા ઈન્ડિયા ચિયર્સ ફોર નીરજ કેમ્પેઈન

amdavadlive_editor

ગુજરાતનો સૌથી મોટો દુબઈ પ્રોપર્ટી એક્સ્પો 2025 અમદાવાદમાં 7-8 ડિસેમ્બરે યોજાશે

amdavadlive_editor

Leave a Comment