ગુજરાત 15મી જુલાઈ 2024: ગુજરાત સ્થિત અગ્રણી સ્વચ્છતા ઉત્પાદન નિર્માણ કંપની પાન હેલ્થકેર પ્રાઈવેટ લિ.મિટેડે તાજેતરમાં તેમના વિતરકો, ચેનલ ભાગીદારો અને ટીમના સભ્યો માટે “સબકા સાથ સબકા વિકાસ” પહેલ માટે એક ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં કંપનીની સાથે સંકળાયેલા સંબંધિત સભ્યોના સમાવેશી વિકાસના શ્રી ચિરાગ પાનના વિઝનને પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો, ભલે તે ચેનલ પાર્ટનર્સ હોય, કર્મચારીઓ હોય કે સહયોગી હોય. લિટલ એન્જલ બ્રાન્ડ હેઠળ બેબી ડાયપર, લિબર્ટી બ્રાન્ડ હેઠળ એડલ્ટ ડાયપર અને એવર્ટીન બ્રાન્ડ હેઠળ સેનિટરી નેપકિન્સનું ઉત્પાદન કરવા માટે જાણીતી કંપનીએ આ કાર્યક્રમમાં નોંધપાત્ર ભાગીદારી કરી. ઉત્તર પ્રદેશની સમર્પિત સેલ્સ ટીમ સહિત 150થી વધુ પ્રતિષ્ઠિત ચેનલ ભાગીદારો અને વિજેતાઓ સહિત 500 થી વધુ સભ્યોએ ઉજવણીમાં ભાગ લીધો હતો.
PAN હેલ્થકેરના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચિરાગ પાનકહે છે, “પાન હેલ્થની શરૂઆત લોકેને સસ્તી અને બજેટ અનુકૂળ કિંમત પર ઉચ્ચ ગુણવત્તાયુક્તવાળી સ્વચ્છતા પ્રોડક્ટસ ઉપલબ્ધ કરાવનની પ્રતિબદ્ધતામાંથી થયો હતો. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડ માટે અમને ગર્વ છે. તાજેતરના વર્ષોમાં અમે જે ઝડપી પ્રગતિ કરી છે તે અમારા PAN હેલ્થ પરિવારના અવિરત પ્રયાસો વિના શક્ય ન હોત, જેમાં અમારા બિઝનેસ પાર્ટનર્સ અને સ્ટાફનો સમાવેશ થાય છે.
લખનઉમાં આજનો ભવ્ય સમારંભ ‘સબકા સાથ, સબકા વિકાસ’ના અમારા વચન અને યોગ્યતાને પુરસ્કૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પુરાવો છે. સ્વચ્છતામાં વૈશ્વિક સ્તરે પસંદગીની બ્રાન્ડ બનવાના અમારા વિઝનને અનુરૂપ અને અમારી ઝડપી વૃદ્ધિ, આ વર્ષે અમારું ધ્યાન ‘સુધારા, પરફોર્મ કરો અને પરિવર્તન’ના મંત્ર પર રહેશે.
આ કાર્યક્રમમાં કંપનીના ચેનલ ભાગીદારો અને સેલ્સ ટીમના સભ્યોના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને યોગદાનને માન્યતા આપવામાં આવી હતી અને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. “સબકા સાથ સબકા વિકાસ”ને કંપનીની અંદર વિકાસ, નવીનતા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. ખાસ કરીને બેબી ડાયપર પર ધ્યાન કેન્દ્રિત કરીને અને મેક ઇન ઇન્ડિયા મિશનને વળગી રહેવું. આ પહેલે નોંધપાત્ર પરિણામો આપ્યા છેઅને સન્માન સમારોહ તમામ સહભાગીઓની સખત મહેનત અને સમર્પણનું પ્રમાણપત્ર છે, જે ઘણા બધા લોકોને પ્રેરિત કરે છે.
કંપનીના મેનેજમેન્ટ તરફથીઆ કાર્યક્રમમાં ઘણી મુખ્ય વ્યક્તિઓ હાજર રહી હતી. સીઈઓ અને એમડી શ્રી ચિરાગ પાન, સીએફઓશ્રી અલ્પેશ પાન, શ્રી જતીન પાંચાણી, શ્રી અંબર પટેલે પોતાના વિઝન અને કંપનીની વ્યૂહાત્મક દિશાથી ઉપસ્થિત લોકોને પ્રેરિત કર્યા. વધુમાંસેલ્સના પ્રેસિડેન્ટશ્રી રાકેશ સિન્હા એસેલ્સ ટીમ અને ચેનલ પાર્ટનર્સના પ્રયાસોને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમમાં કંપનીના ટોચના પ્રદર્શનકર્તાઓ માટે કંપનીના મૂલ્યોને પ્રતિબિંબિત કરતા ઘણા રોમાંચક પુરસ્કારો આપવામાં આવ્યા હતા. સુવિધા સમારંભમાં અનેક ઇનામોનો સમાવેશ થયો હતો
9 લકઝુરિયસ કાર કિયા સેલ્ટોસથી લઇ વેગન આર
45 સ્ટાઇલિશ બાઇક જેમકે રોયલ એનફિલ્ડ, બજાજ પલ્સર સહિત ઘણા બધા
28 વિદેશ પ્રવાસ બે લોકો માટે અથવા ટુ વ્હિલર્સ જેમકે હોન્ડા એક્ટિવા
વિવિધ કેટેગરીમાં ટોચની સિદ્ધિઓ મેળવનારાઓ માટે 77 ફોરેન ટ્રિપ અને 108 એન્ડ્રોયડ ફોન્સ
આ સન્માન માત્ર પ્રશંસાનું પ્રતીક નથી પરંતુ મેનેજમેન્ટ દ્વારા વ્યક્ત કરાયેલ ચેનલ ભાગીદારો અને વેચાણ ટીમના અવિરત પ્રયાસો અને સમર્પણની માન્યતા છે. આ માત્ર કંપનીને જ નહીં પરંતુ સંકળાયેલ ચેનલોના ભાગીદારો માટે કંપનીના સમાવિષ્ટ વૃદ્ધિના દ્રષ્ટિકોણને અનુરૂપ છે.
પાન હેલ્થ શ્રેષ્ઠતા માટે નિરંતર પ્રયત્નશીલ છે અને પોતાની મૂલ્યવાન ટીમના સભ્યોના સમર્થન અને પ્રતિબદ્ધતાની સાથે વધુમાં વધુ લક્ષ્યો પ્રાપ્ત કરવાનો ધ્યેય ધરાવે છે, જેનાથી કંપની અને તેના હિતધારકોના સમૃદ્ધ વારસામાં વૃદ્ધિ થશે.