27 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 10મી આવૃત્તિ માટે અરજીઓ મગાવે છે

ભારતમાં પરિવર્તન લાવતા ડિઝરપ્ટિવ ઈનોવેટર્સની લીગમાં જોડાઓ

મુંબઈ, 18 જૂન, 2024: ભારતમાં પ્રભાવશાળી ઈનોવેશન્સને પ્રમોટ કરવામાં આગેવાન મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન (એમઆઈએફ) દ્વારા તેના દ્વિવાર્ષિક ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 10મી આવૃત્તિ માટે અરજીઓ ખોલવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી છે. 2006માં સ્થાપિત આ પ્રતિષ્ઠિત મંચ મોટા સ્તરે હકારાત્મક સામાજિક, પર્યાવરણીય અને આર્થિક પ્રભાવ પ્રેરિત કરવાની સંભાવના સાથે પથદર્શક ઈનોવેશન્સને સન્માનિત કરવા અને ટેકો આપવા સમર્પિત ભારતમાં પ્રથમ મંચ છે. આ 10મી આવૃત્તિની સિદ્ધિની ઉજવણી કરવા માટે ફાઉન્ડેશન ઈનોવેશન ફૂલેફાલે તે માટે વારસો દર્શાવે છે અને પરિવર્તનકારી પરિવર્તનની સૂત્રધાર બનવાના તેના ધ્યેયને ચાલુ રાખવા માટે ઉત્સુક છે.

એવોર્ડસની 10મી આવૃત્તિ બે શ્રેણીમાં ઈનોવેશન્સને પ્રદર્શિત કરશે. વેપાર શ્રેણીમાં ભારતમાં સ્થિત સ્ટાર્ટઅપ્સ સહિત નફો કરતી સંસ્થાઓનો સમાવેશ થાય છે. સામાજિક શ્રેણીમાં સરકારી સંસ્થાઓ, ધર્માદા સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ્સ, મલ્ટીલેટરલ એજન્સીઓ કમ્યુનિટી ફાઉન્ડેશન્સ એનજીઓ અને સીએસઆર /કોર્પોરેટ ફંડ્સ જેવી બિન નફો કરતી સંસ્થાઓનો આવરે લેવાય છે.

અજી 17મી જૂન, 2024થી 17મી જુલાઈ, 2024 સુધી કરી શકાશે. ઈચ્છુક ઈનોવેટર્સને વિધિસર વેબસાઈટ (https://form.jotform.com/MIFAwards/mif_innovation-for-india-awards_app) થકી એન્ટ્રી સુપરત કરવા માટે પ્રોત્સાહન આપવામાં છે. ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસ માટે મૂલ્યાંકન પ્રક્રિયા ઓગસ્ટ 2024થી માર્ચ 2025 સુધી આઠ મહિના ચાલશે. તેમાં દરેક શ્રેણી માટે સ્વતંત્ર જ્યુરી દ્વારા આકલનના બે રાઉન્ડ હશે અને સ્વતંત્ર નોલેજ પાર્ટનર દ્વારા ઓન-ગ્રાઉન્ડ યોગ્ય વિચારવિનિમયનો સમાવેશ થાય છે. બંને શ્રેણીના જ્યુરીમાં ભારતના અમુક સૌથી પ્રતિષ્ઠિત વેપાર અને સામાજિક આગેવાનોનો સમાવેશ થાય છે. આમાં બેઈન કેપિટલ ઈન્ડિયાના ચેરમેન અને એટીઈ ચંદ્રા ફાઉન્ડેશનના સહ-સંસ્થાપક અમિત ચંદ્રા (જ્યુરી ચેર), લેડીઝ હુ લીડનાં સંસ્થાપક અને માજી પત્રકાર આભા બકાયા, નાસકોમનાં પ્રમુખ દેબજાની ઘોષ, સેલ્કો ફાઉન્ડેશનના ડાયરેક્ટર હુડા જાફર અને એજ્યુકેટ ગર્લ્સના સંસ્થાપક સફીના હુસૈનનો સમાવેશ થાય છે. એવોર્ડસ માટે અરજીઓ ઈનોવેશન, પ્રભાવ, સ્તર અને લાંબા ગાળાની વાયેબિલિટીની માપદંડ પર મૂલ્યાંકન કરાશે.

મેરિકા ઈનોવેશન ફાઉન્ડેશનના સંસ્થાપક હર્ષ મરીવાલાએ જણાવ્યું હતું કે, ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 10મી આવૃત્તિ પરિવર્તનકારી ઈનોવેશન્સ દર્શાવવાનો વારસો દર્શાવે છે, જે દેશ પર નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. અમે ઈનોવેશન્સની વૈવિધ્યપૂર્ણ શ્રેણીની ખોજ કરવા અમારી કટિબદ્ધતામં નવો જોશ પણ ભર્યો છે અને તેમને ઉચ્ચ સ્તરે પહોંચવા અને રાષ્ટ્રભરમાં હકારાત્મક પરિવર્તન પ્રેરિત કરવા માટે મૂડી ટેકો આપવાની પાર જઈએ છીએ.

19મી આવૃત્તિની ભવ્ય ફિનાલે મુંબઈમાં 6 માર્ચ, 2025ના રોજ યોજાશે. આ આવૃત્તિના વિજેતાઓ એમઆઈએફ ઈનોવેશન ડેને પહોંચથી લઈને રોકાણકારો, કોર્પોરેટ આગેવાનો અને તેમને વેપાર તકો આપવાની સંભાવના ધરાવતા ગ્રાન્ટમેકર્સ સાથે નેટવર્કિંગ સહિત મૂડી ટેકાના પાર જશે. ઉપરાંત દરેક વિજેતાને પીઆર અને ડિજિટલ પ્રસિદ્ધિ અને ભારતમાં 30 મિલિયન ઉપભોક્તાઓનું એકત્રિત સબ્સ્ક્રાઈબર મૂળ સાથે એન્ટરપ્રેન્યોરશિપ અને પ્રેરણાત્મક વાતો માટે મંચ જોશ ટોક્સ પોડકાસ્ટ પર પણ ચમકવાનો મોકો મળશે. દરેક વિજેતાને વાર્તાકથનની કળા અને એક્ઝિક્યુટિવ હાજરી તેમ જ આગેવાની તાલીમમાં 6 સમર્પિત વન-ટુ-વન સત્રોમાં પર્સનલાઈઝ્ડ તાલીમ સત્રો પણ મળશે. પાત્ર વિજેતાઓને એમઆઈએફનો નો- ઈક્વિટી એક્સિલરેટર પ્રોગ્રામ સ્કેલ-અપમાં જોડાવાની તક મળશે. ઉપરાંત દરેક વિજેતા પરિવર્તનની વાર્તાઓ માટે દુનિયાના સૌથી વિશાળ હકારાત્મક અને સમાધાન આધારિત કન્ટેન્ટ પ્રેરિત પ્રભાવ મંચ ધ બેટર ઈન્ડિયા સાથે ભાગીદારીમાં નિર્મિત ખાસ વિડિયોમાં ચમકવાની તક પણ મળશે.

મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન ખાતે ગવર્નિંગ કાઉન્સિલના જ્યુરી ચેર અને ચેરપર્સન અમિત ચંદ્રાએ જણાવ્યું હતં કે, ધ ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસનું લક્ષ્ય પરિવર્તનકારી પ્રભાવની ક્ષિતિજ પર ભારતીય ઈનોવેશન્સ પર સ્પોટલાઈટ ચમકાવવાનું છે. એમઆઈએફ જાગૃતિ પ્રેરિત કરીને અને તેમની વૃદ્ધિમાં ટેકો આપીને ડિઝરપ્ટિવ ઈનોવેશન્સના પ્રવાસમાં મહત્ત્વપર્ણ ભૂમિકા ભજવે છે.

2022માં ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 9મી આવૃત્તિને 750 અરજી પ્રાપ્ત થઈ હતી અને છ ઉત્તમ ઈનોવેશન્સ સન્માનિત થયા હતા. વિજેતાઓમાં નામાંકિત સ્પેસ ટેકનોલોજી કંપની ધ્રુવા સ્પેસ, ભારતના કોવિડ-19 રસીકરણ કાર્યક્રમનો ડિજિટલ આધાર કોવિન, એઆઈ આધારિત વેસ્ટ સોર્ટિંગ સમાધાન ઈશિત્વ રોબોટિક સિસ્ટમ્સ, ઈ-આઈસીયુ માટે કોન્ટેક્ટલેસ રિમોટ મોનિટરિંગ ડિવાઈસ ડોઝી, કમ્યુનિટી હેલ્થ મોનિટરિંગ માટે ઈ-હેલ્થ મંચ ખુશી બેબીનો સમાવેશ થતો હતા. નવ આવૃત્તિમાં ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસ દ્વારા 65થી વધુ રમત પરિવર્તનકારી ઈનોવેશન્સથી વધુ સન્માનિત કરાયા છે.

મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશનના હેડ સુરંજના ઘોષે જણાવ્યું હતું કે, ધ ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસ પ્રોગ્રામ ઈનોવેશન્સની પેઢીઓને પ્રેરિત કરતી અને રાષ્ટ્રમાં હકારાત્મક પરિવર્તનની જબરદસ્ત અસર નિર્માણ કરતા પ્રભાવશાળી ઈનોવેશન્સ પર પ્રભાવ પાડવા માટે કટિબદ્ધ છે. દેશમાં ઈનોવેશનની સંસ્કૃતિ ફૂલેફાલે તે માટે એમઆઈએફના વિઝનની રેખામાં તે છે.

લિંકેડિન અને ઈન્સ્ટાગ્રામ પર #InnovationForIndiaAwards ફોલો કરીને છેલ્લામાં છેલ્લા સમાચારો સાથે અપડેટેડ રહો.

Related posts

પરમ્પરા એક્ઝિબિશન દ્વારા ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં શરૂ થયું

amdavadlive_editor

ગ્લેમરથી આગળ: અનંત અંબાણીએ તેમની સત્યતાથી લોકોને પ્રભાવિત કર્યા

amdavadlive_editor

શ્રી કચ્છી જૈન સેવા સમાજ (ટ્રસ્ટ) દ્વારા નવનીત ફાઊન્ડેશનની સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા જશોદા નગરમાં રાહત દરે મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

amdavadlive_editor

Leave a Comment