મનમોહન સિંહ ન હોત તો 1991માં ડૂબી ગઈ હોત ભારતીય અર્થવ્યવસ્થા!
ગુજરાત, અમદાવાદ 27મી ડિસેમ્બર 2024: ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવારના રોજ 92 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. તેમને ગઈકાલે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહ 1991માં ભારતની અર્થવ્યવસ્થા બચાવવા માટે જાણિતા છે. મુખ્ય અર્થશાસ્ત્રીઓની યાદીમાં સમ્માન સાથે મનમોહન સિંહનું નામ લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જો તેઓ ન હોત તો 1991-92માં ભારત આર્થિક રૂપથી અપંગ થઈ ગયું છે. તેમણે તત્કાલીન પ્રધાનમંત્રી નરસિમ્હા રાવની સાથે મળીને ભારતની આર્થિક દિશા જ બદલી દીધી હતી.
1991નું વર્ષ ભારતના આર્થિક ઈતિહાસનો એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયું છે. આ વર્ષે તત્કાલીન પ્રધાનમંત્રી પી.વી.નરસિમ્હા રાવ અને નાણા મંત્રી ડો.મનમોહન સિંહે એવી નીતિઓ રજૂ કરી, જે ન માત્ર તે સમયના આર્થિક સંકટથી બહાર આવવામાં મદદગાર રહી, પરતુ ભારતને ઉચ્ચ વિકાસના પથ પર પણ લઈ ગઈ. 1991માં ભારત ઊંડા આર્થિક સંકટમાં હતો. ખાડી યુદ્ધના કારણે ઓઈલની કિંમતો આસમાને સ્પર્શી ગઈ હતી અને વિદેશોમાં કામ કરી રહેલા ભારતીયો તરફથી આવનારી રકમમાં ઘટાડો આવ્યો હતો. ભારતની પાસે 6 અબજ ડોલરનું ફોરેક્સ રિઝર્વ બચ્યુ હતુ. તે માત્ર 2 સપ્તાહના આયાત માટે પર્યાપ્ત હતુ. આ ઉપરાંત, રાજકોષીય ખાઝ 8 ટકા અને ચાલુ ખાતા ખાધ 2.5 ટકા હતી.