November 4, 2026
Amdavad Live
ગુજરાતટ્રાવેલિંગબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

MakeMyTripએ ગ્લોબલ ટૂર્સ એન્ડ એટ્રેક્શન બુકીંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ; ભારતીય મુસાફરોને સરળતાથી વિશ્વભરના અનુભવોને બુક કરવામાં સક્ષમ કરે છે

130 દેશોમાં 1,100 શહેરોમાં 200,000 બુકેબલ એક્ટીવિટીઝ સાથે ભારતીય મુસાફરો માટે બનાવવામાં આવેલ છે

ગુરુગ્રામ | ૨૪મી જુલાઈ ૨૦૨૫: ભારતની અગ્રણી ઓનલાઇન ટ્રાવેલ કંપની MakeMyTripએ ટૂર્સ એન્ડ બુકીંગ એટ્રેક્શન બુકીંગ પ્લેટફોર્મ ના લોન્ચ સાથે વૈશ્વિક અનુભવ ક્ષેત્રે પોતાના પ્રવેશની ઘોષણા કરી છે જે ભારતીય મુસાફરોને વિશ્વભરમાં 130 દેશોમાં 1100 શહેરોમાં 200,000થી વધુ બુકેબલ એક્ટીવિટીઝમાં ઍક્સેસ આપે છે. આ પ્લેટફોર્મ ભારતીય મુસાફરોને વૈશ્વિક અનુભવોને શોધવા અને બુક કરવાની મંજૂરી આપે છે, જેમાં સિટી વોક્સથી લઇને સાંસ્કૃતિક ટૂર્સથી લઇને થીમ પાર્ક્સ અને એડવેન્ચર સ્પોર્ટસનો સમાવેશ થાય છે. ટૂર્સ એન્ડ એટ્રેક્શન્સ બુકીંગ પ્લેટફોર્મ મહત્ત્વના ટ્રાવેલર ઇન્સાઇટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે: ભારતના વિદેશી પ્રવાસીઓ ઘણી વખત વિકેન્દ્રિત માહિતી, વિદેશી કરન્સી પ્રાઇસીંગ અને અલગ આયોજન ટૂલ્સ સામે બુકીંગ અનુભવો વખતે સંઘર્ષ કરે છે. દરેકને એક જ અંતરાયમુક્ત ઇન્ટરફેસમાં લાવીને MakeMyTripનો હેતુ અંતરાયો દૂર કરવાનો અને વૈશ્વિક અનુભવ આયોજનમાં સ્પષ્ટતા લાવવાનો છે.

આ પ્રગતિ વિશે સંબોધન કરતા, MakeMyTripના સહ-સ્થાપક અને ગ્રુપ સીઇઓ રાજેશ મેસ્ગોએ જણાવ્યું હતું કે, “જ્યારે ભારતીયો વિદેશમાં મુસાફરી કરે છે ત્યારે અનુભવો ખર્ચનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે, તેમ છતાં શોધખોળ અને તેનું બુકીંગ કરાવવું તે મુસાફરીનુ અત્યંત વિભાજિત પાસુ છે. અમારો પ્રયત્ન શોધખોળ અને બુકીંગ અનુભવને ફ્લાઇટ, હોટેલ્સ અને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ બુકીંગ્સની જેમ સરળ, સુગમ અને અંગત બનાવવાનો છે. આ લોન્ચ એ ગ્રાહકો માટે આનંદપૂર્ણ અનુભવ સાથે દરેક મુસાફરીની બુકીંગ સેવાઓ માટે વન-સ્ટોપ શોપ તરીકે બની રહેવાના અમારા દર્શાવવામાં આવેલા વિઝનમાં એક કુદરતી ઉમેરણ છે.”

ટુર્સ એન્ડ એટ્રેક્શન્સ પ્લેટફોર્મ મુસાફરોને અગ્રણી વૈશ્વિક સ્થળોએ આઇકોનિક સીમાચિહ્નો અને અનોખા ઇન-ડેસ્ટિનેશન અનુભવોના ક્યુરેટેડ મિશ્રણને સરળતાથી શોધવા અને આગોતરું-બુક કરવા સક્ષમ બનાવે છે. પેરિસમાં એફિલ ટાવર અને ડિઝનીલેન્ડ જેવા વિશ્વ-પ્રસિદ્ધ આકર્ષણોથી લઈને, અથવા દુબઈમાં રોમાંચક ડેઝર્ટ સફારીથી લઈને, હવાઈના લીલાછમ કાઉઈ ટાપુ પર હેલિકોપ્ટર રાઇડ અથવા ટોક્યોના ઐતિહાસિક અસાકુસા જિલ્લામાં ઇન્ટરેક્ટિવ સુમો શો જેવી તરબોળ પ્રવૃત્તિઓ સુધી, પ્લેટફોર્મ તે બધાને એક જગ્યાએ એકસાથે લાવે છે. પ્રવાસીઓ જોવાલાયક સ્થળોની શોધ કરી રહ્યા હોય કે જમીન પર સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અનુભવો શોધી રહ્યા હોય, પ્લેટફોર્મ તે બધાને શોધવા કરવા માટે એક જ, અનુકૂળ પ્રવેશદ્વાર પ્રદાન કરે છે.

આ પ્લેટફોર્મ અગ્રણી વૈશ્વિક અનુભવ પ્રદાતાઓ સાથે ભાગીદારી દ્વારા સંચાલિત છે અને સમર્પિત 24/7 ટ્રાવેલ અને સહાય ડેસ્ક દ્વારા સમર્થિત છે, જે સમય ઝોન અને ભૌગોલિક ક્ષેત્રોમાં ચોવીસ કલાક મદદ સુનિશ્ચિત કરે છે. વપરાશકર્તાઓ ફ્લાઇટ્સ, હોટલ અને વધુની જેમ ‘માયટ્રિપ્સ’ વિભાગમાં તમામ બુકિંગને સંકલિત કરીને, રૂપિયામાં પ્રવૃત્તિઓ બ્રાઉઝ અને બુક કરી શકે છે.

આ જગ્યામાં MakeMyTripનો પ્રવેશ મુસાફરીના તમામ મુખ્ય સ્તરોમાં તેના સતત વિસ્તરણનો એક ભાગ છે. આ લોન્ચ ભારતીય પ્રવાસીઓ માટે ખરેખર વ્યાપક પ્રવાસ સાથી બનવાની કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે, જે મુસાફરીના દરેક તબક્કાને ટેકો આપે છે.

Related posts

ભારતની નેક્સ્ટ-જનરેશન ઇલેક્ટ્રિકલ ક્રાંતિના પ્રારંભનું પ્રતીકઃ ઇલેક્રામા 2025

amdavadlive_editor

મેકમાયટ્રિપે વનસર્કલ લોન્ચ કર્યું, જે 13,300+ નિવાસી મિલકતો સાથે એક ગ્લોબલ રિવોર્ડ્સ પ્રોગ્રામ છે

amdavadlive_editor

BIGBOX India 2025માં હર્બલાઇફ ઇન્ડિયાને ‘સસ્ટેનેબલ સપ્લાય ચેઇન એવોર્ડ’થી સન્માનિત કરાયો

amdavadlive_editor

Leave a Comment