26.9 C
Gujarat
September 20, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લિવપ્યોર દ્વારા યુનિવન સાથે ભાગીદારીમાં વડોદરામાં રિટેઈલ પહોંચ વિસ્તારાઈઃ નવું ખાસ બ્રાન્ડ આઉટલેટ રજૂ

  • નવું ઈબીઓ યુનિવન ગ્રુપ સાથે ભાગીદારીમાં લોન્ચ કરાયું, જે આકર્ષક, અનુભવ પ્રેરિત બ્રાન્ડ સ્ટોર્સ થકી લિવપ્યોરની ઓમ્નીચેનલ રિટેઈલ વ્યૂહરચના પર ભાર આપે છે.
  • ગ્રાહકોને પાણી, વાયુ અને કિચન શ્રેણીમાં લિવપ્યોરના વેલનેસ- પ્રેરિત ઈનોવેશન્સને હાથોહાથની પહોંચ આપતાં વડોદરા ઈબીઓ સાથે લિવપ્યોરે ગુજરાતની બજારમાં પ્રવેશ કર્યો છે. 

વડોદરા, ગુજરાત | ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ — ગ્રાહક સુખાકારી માટે સમર્પિત ભારતની અગ્રણી અને સૌથી વિશ્વસનીય ગ્રાહકલક્ષી બ્રાન્ડ્સમાંથી એક લિવપ્યોરે આજે યુનિવન ગ્રુપ સાથે ભાગીદારીમાં વડોદરામાં નવું ખાસ બ્રાન્ડ આઉટલેટના લોન્ચની ઘોષણા કરી હતી. નવું આઉટલેટ સ્માર્ટ, સુવિધાજનક અને સુખાકારી કેન્દ્રિત હોમ સોલ્યુશન્સની લિવપ્યોરની સંપૂર્ણ શ્રેણી ગ્રાહકોની નજીક લાવવા સાથે માહિતગાર, આત્મવિશ્વાસુ પસંદગીઓ કરવા માટે પરિવારોને મદદરૂપ થવા માટે તૈયાર કરાયેલો રોમાંચક ઈન-સ્ટોર અનુભવ પ્રદાન કરે છે.

વડોદરા લોન્ચ ભારતમાં લિવપ્યોરની વ્યાપક રિટેઈલ વિસ્તરણ વ્યૂહરચનાનો હિસ્સો છે, જે આ વર્ષે મુખ્ય પ્રાદેશિક બજારોમાં ખાસ બ્રાન્ડ આઉટલેટ્સની સફળ રજૂઆત પર નિર્મિત છે. આ વિસ્તરણના તબક્કાને યુનિવન ગ્રુપે ટેકો આપ્યો છે, જે ભારતના પશ્ચિમી અને દક્ષિણી પ્રદેશોમાં બ્રાન્ડના ઓન-ગ્રાઉન્ડ રિટેઈલ અમલબજાવણી અભિમુખ બનાવે છે. રિટેઈલ કામગીરીમાં ઘેરી નિપુણતા લાવતાં પ્રાદેશિક બજારની સમજદારી અને ઓમ્નીચેનલ વિતરણ સાથે યુનિવન એકધાર્યો બ્રાન્ડ અનુભવ, ઝડપી બજાર પહોંચ અને ઓનલાઈન તથા ઓફફલાઈન ગ્રાહક સંપર્ક સ્થળોમાં આસાન એકીકરણની ખાતરી રાખે છે.

બ્રાન્ડ તેની પ્રત્યક્ષ રિટેઈલ હાજરી વધારી રહી છે ત્યારે તે ઊભરતી વૃદ્ધિની બજારોમાં ઘેરો ગ્રાહક સહભાગ, વિશ્વાસ નિર્માણ અને માહિતગાર ખરીદી નિર્ણય અભિમુખ બનાવતાં અનુભવ પ્રેરિત સંપર્ક સ્થળો નિર્માણ કરવા પર કેન્દ્રિત છે.

આ અવસરે બોલતાં લિવપ્યોરના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાકેશ કૌલે જણાવ્યું હતું કે, “અમારું વડોદરા ઈબીઓ સ્માર્ટ, સુખાકારી પ્રેરિત જીવન ભારતીય પરિવારોને નજીક લાવવા પર એકધારી એકાગ્રતા આલેખિત કરે છે. વડોદરા જેવાં શહેરો મૂલ્ય વિશ્વસનીયતા, પારદર્શકતા અને ખરીદી પૂર્વે પ્રોડક્ટો અનુભવવાની ક્ષમતા ધરાવતા ગ્રાહકોથી પ્રેરિત મહત્ત્વપૂર્ણ વૃદ્ધિનાં કેન્દ્રો તરીકે ઊભી આવ્યાં છે. યુનિવન ગ્રુપના સંચાલન ઊંડાણ અને પ્રાદેશિક ઈનસાઈટ સાથે ઉચ્ચ સ્તરની રિટેઈલ ફોર્મેટ્સનો અમલ કરવામાં યુનિવનની શક્તિ થકી અમારું લક્ષ્ય લિવપ્યોર ટેકનોલોજી અને ઈનોવેશનની વ્યાપ્તિ રોજબરોજના ગ્રાહકોમાં વધારવાનું છે. અમારાં ખાસ બ્રાન્ડ આઉટલેટ્સ અને યુનિવન સાથે ભાગીદારી થકી અમે એવો અવકાશ નિર્માણ કર્યો છે, જે અર્થપૂર્ણ ખોજ, માહિતગાર નિર્ણય લેવા અને પરિવારો માટે લાંબા ગાળાના મૂલ્યને અભિમુખ બનાવે છે.’’

આ લોન્ચ પર બોલતાં યુનિવન ગ્રુપના ડાયરેક્ટર શ્રી સૌરભ ઝવેરીએ જણાવ્યું હતું કે, “વડોદરા અનુભવ પ્રેરિત રિટેઈલ માટે મજબૂત અને ઉત્ક્રાંતિ પામતી બજાર તરીકે ઊભરી આવ્યું છે, જ્યાં ગ્રાહકો વધુ ને વધુ પ્રમાણમાં ફ્ક્ત પ્રોડક્ટો નહીં પરંતુ માહિતગાર માર્ગદર્શન, નિર્ભરક્ષમ સેવા અને ખરીદીના તબક્કે વિશ્વાસ ચાહે છે. આ નવા સ્ટોર સાથે અમે સહજ અને રોમાંચક ઈન-સ્ટોર અનુભવ નિર્માણ કર્યો છે, જે ગ્રાહકોને બ્રાન્ડ સાથે અર્થપૂર્ણ રીતે સહભાગી કરે છે, તેમના રોજિંદા જીવનમાં સુખાકારી કેન્દ્રિત સમાધાનને અને આત્મવિશ્વાસુ, માહિતગાર નિર્ણય લેવામાં ભૂમિકાને સમજે છે. આ લોન્ચ સુખાકારી કેન્દ્રિત જીવનના તેના ધ્યેય અને આધુનિક ભારતીય પરિવારો માટે વિચારપૂર્વક તૈયાર કરાયેલા સમાધાનને ટેકો આપવા લિવપ્યોર સાથે અમારી સમાન કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.’’

ટેકનોલોજી દ્વારા પાવર્ડ ફિલોસોફીને વળગી રહેતાં નવું વડોદરા આઉટલેટ વિવિધ શ્રેણીઓમાં લિવપ્યોરના ઉત્તમ પરફોર્મ કરતા ઈનોવેશન્સ પ્રદર્શિત કરે છે. આમાં બ્રાન્ડની મેઈનટેનન્સ- ફ્રી વોટર પ્યુરિફાયર રેન્જ, વોઈસ એનેબલ્ડ ચિમનીઝ અને સ્માર્ટ, ઊર્જા કાર્યક્ષમ એપ્લાયન્સીસના વ્યાપક પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે, જે સક્ષમ, ભવિષ્યલક્ષી જીવન પર લિવપ્યોરની એકાગ્રતા પ્રદર્શિત કરે છે. AI- અને IoT-એનેબલ્ડ સોલ્યુશન્સ હાથોહાથની ખોજ માટે ઉપલબ્ધ હોઈ તે ગ્રાહકોનો સહભાગ, પ્રોડક્ટ શિક્ષણ અને ફીડબેક અને પ્રયોગાત્મક વાતાવરણ માટે કેન્દ્ર છે, જ્યાં ઈનોવેશન, ઈન્ટરએકશન અને રોજબરોજની સુખાકારીનો સંગમ થાય છે.

લિવપ્યોર અને યુનિવન વચ્ચે ભાગીદારી યુનિવન ગ્રુપના વ્યાપક રિટેઈલ નેટવર્કમાં પ્રવેશ કરીને વિશ્વાસ પ્રેરિત રિટેઈલ અનુભવો વિસ્તારવાની લિવપ્યોરની કટિબદ્ધતા પર ભાર આપે છે. આ જોડાણ સાથે લિવપ્યોર પોતાના વ્યાપક, અનુભવ પ્રથમ બ્રાન્ડ વિસ્તરણને આકાર આપી રહી છે. પ્રત્યક્ષ રિટેઈલ ખાસ કરીને ઊભરતી બજારોમાં ગ્રાહકોને માર્ગદર્શન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે ત્યારે લિવપ્યોર તેની સુખાકારીલક્ષી, ટેકનોલોજી પ્રેરિત ઈકોસિસ્ટમ રાષ્ટ્રવ્યાપી ઘરોમાં વિસ્તારતાં માર્ચ 2026 સુધી 30 એક્સપીરિયન્સ સ્ટોર્સ સ્થાપિત કરવાનું મહત્ત્વપૂર્ણ લક્ષ્ય સ્થાપિત કરે છે.

=================

Related posts

ટાટા મોટર્સે 250 ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ અને થન્ડરપ્લસ સોલ્યુશન્સ સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં

amdavadlive_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ, ગુજરાતના 80થી વધુ વિદ્યાર્થીઓએ JEE Mains 2025 (સેશન2) માં 99 ટકા અને તેથી વધુ સ્કોર કર્યો; AIR 675, 775, 900, 950, 990, 1023, 1065, 1150 રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓ ‘આકાશિયન’

amdavadlive_editor

ડિજિટલ ઑન્ટ્રપ્રનર માટે મોટી ખુશખબર: કૅશફ્રી પેમેન્ટ્સે 10 વર્ષની ઉજવણી નિમિત્તે ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે શ્રેષ્ઠ પેમેન્ટ ગેટવે રેટ્સની જાહેરાત કરી

amdavadlive_editor

Leave a Comment