નવી દિલ્હી, 18 નવેમ્બર, 2024 – LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (LGEIL)ને ફરી એકવખત પ્રતિષ્ઠિત ‘ગ્રેટ પ્લેસ ટૂ વર્ક®,પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ આ પ્રતિષ્ઠિત ઉપલબ્ધી મેળવી છે.
ગ્રેટ પ્લેસ ટૂ વર્ક કાર્યસ્થળ સંસ્કૃતિ ઉપર વૈશ્વિક સત્તા છે. તેમનું મિશન તમામ માટે કાર્ય કરવાનું શ્રેષ્ઠ સ્થાન બનવા માટે દરેક સ્થળની મદદ કરવાનું છે. આ સ્વીકૃતિ કાર્યક્ષમ લોકોને આકર્ષિત કરવા માટે નિયોક્તાની બ્રાન્ડને નવી ઊંચાઇ પર પહોંચાડવા માટે પણ ઓળખવામાં આવે છે.
કંપનીને બીજી વખત આ પ્રમાણપત્ર પ્રાપ્ત મળ્યું એ સકારાત્મક કાર્યસ્થળ વાતાવરણનું સર્જન કરવા માટે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના અવિરત ચાલી રહેલા પ્રયાસોનો પુરાવો આપે છે. ગત વર્ષની સફળતાથી પ્રેરિત થઇને LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ મૂલ્યોને પ્રાથમિકતા આપીને કર્મચારી સંતુષ્ટી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે સંસ્થામાં ગર્વ, નેતૃત્વમાં વિશ્વાસ અને સહકારાત્મક, સહાયક કાર્ય વાતાવરણ જેવા મૂલ્યોના આધારે શ્રેષ્ઠ કાર્યસ્થળને આકાર આપે છે.
આ સિદ્ધિ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર હોંગ જૂ જિયોને જણાવ્યું હતું કે, “સતત બીજા વર્ષે ગ્રેટ પ્લેસ ટૂ વર્કની સિદ્ધિ પ્રાપ્ત કરીને અમે ગૌરવ અનુભવીએ છીએ. LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા ખાતે અમે દૃઢપણે માનીએ છીએ કે અમારા કર્મચારીઓ અમારી સૌથી મૂલ્યવાન મિલકત છે અને આ સિદ્ધિ તેવી સંસ્કૃતિનું સંવર્ધન કરવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે જે સહકાર, આવિષ્કાર અને પરસ્પર સન્માનને મૂલ્યવાન ગણે છે. આ સિદ્ધિ અમને તેવા કાર્યસ્થળનું સર્જન કરવાનું ચાલુ રાખવાની પ્રેરણા આપે છે જ્યાં દરેક લોકો પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે છે.”
આ પ્રમાણપત્ર મેળવતા પહેલાં LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાનું વિશ્વાસ, સન્માન, ગૌરવ, વાજબીપણું અને મિત્રભાવ સહિત અનેક હાર્દરૂપ પાસાંઓ ઉપર મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જે સાથે મળીને કર્મચારીનો અનુભવ વધુ સમૃદ્ધ બનાવવામાં યોગદાન આપે છે.
LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના રિજિયોનલ HR લીડર શ્રી જ્વા નામ કિમે ઉમેર્યું હતું કે, “આ સતત બે વર્ષ માટે ગ્રેટ પ્લેસ ટૂ વર્ક તરીકે સ્વીકૃતિ મેળવવાનું માત્ર સન્માન જ નથી પરંતુ ગત ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં તમામ મૂલ્યાંકન ક્ષેત્રોમાં અમારા સ્કોરમાં પણ સુધારો થયો છે. અમે અમારા લોકો માટે લાઇફ્સ ગૂડ સુનિશ્ચિત કરીને HR પહેલ આગળ વધારવાનું ચાલુ રાખીશું.”
LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા આ સિદ્ધિ ઉજવે છે, જે કર્મચારીઓના સંતોષ અને કાર્યસ્થળ સંસ્કૃતિ જાળવી રાખીને આવનારા વર્ષોમાં આ ગતિ જાળવી રાખીને આગળ વધવાની અપેક્ષા રાખે છે.