April 2, 2025
Amdavad Live
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કિરણ સેવાનીનો FLO અમદાવાદના ચેરપર્સન તરીકેનો કાર્યકાળ પૂરો થયો

ગુજરાત, અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન (ફ્લો) અમદાવાદે ગુરુવારે ચેરપર્સન કિરણ સેવાણીના નેતૃત્વ હેઠળના એક નોંધપાત્ર વર્ષને વિદાય આપી, જેમનો કાર્યકાળ પૂરો થયો. આ ચેન્જ ઓફ ગાર્ડ ઇવેન્ટની ઉજવણી અને પ્રતિબિંબથી ભરપૂર હતો, અને સ્ટેન્ડ-અપ કોમેડિયન ગૌરવ ગુપ્તાના સ્પેશિયલપરફોર્મન્સ સાથે ઉજવાયો હતો.

છેલ્લા એક વર્ષમાં, ફ્લોઅમદાવાદે 10,000 થી વધુ લોકોના જીવનને સ્પર્શતી શ્રેણીબદ્ધ પ્રભાવશાળી પહેલોનું નેતૃત્વ કર્યું. આર્ટ ,ક્લચર , ફેશન, ઝવેરાત, ટેક્સટાઇલ્સ, હેન્ડીક્રાફ્ટ અને ફિલ્ડ વિઝિટ્સને આવરી લેતા 113 કાર્યક્રમો સાથે, ફ્લોઅમદાવાદે મહિલા સશક્તિકરણ, સ્કિલ ડેવલપમેન્ટ  અને સામાજિક કલ્યાણમાં નોંધપાત્ર પ્રગતિ કરી.

પોતાની સફર પર પ્રતિબિંબ પાડતા, કિરણ સેવાનીએ કહ્યું, “ફ્લોઅમદાવાદનું નેતૃત્વ કરવું એ મોટું સન્માન અને તક રહી છે. આ વર્ષ ફક્ત સંસ્થા માટે જ નહીં પરંતુ મારા માટે વ્યક્તિગત રીતે પરિવર્તનશીલ અનુભવ રહ્યો છે. અમારી પહેલની અસર અને અમે જે સકારાત્મક પરિવર્તન લાવી શક્યા છીએ તેનો સાક્ષી બનવું ખૂબ જ સંતોષકારક રહ્યું છે. હું મારી ટીમ, અમારા સભ્યો અને આ સફરને યાદગાર બનાવવામાં યોગદાન આપનારા બધાનો આભારી છું.”

ગયા વર્ષની નોંધપાત્ર સિદ્ધિઓમાં સાડીથોનનો સમાવેશ થાય છે, જેણે ફ્લોઅમદાવાદને 1,000 સાડીઓના દાન આપવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અપાવ્યું હતું.ચેપ્ટરે શર્મિલા ટાગોર, પૂજા બેદી અને ગૌર ગોપાલ દાસ જેવા પ્રતિષ્ઠિત હસ્તીઓના હાઈ-પ્રોફાઇલ કાર્યક્રમો સાથે, ગુલાબીરાત્રી, ભવ્ય ગરબા ઉજવણીનું પણ આયોજન કર્યું હતું.

અન્ય કેટલીક પહેલોમાં ક્રાફ્ટરૂટ્સના સહયોગથી હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન, મહિલા દિવસ માટે એક ખાસ કાર્યક્રમ અને જયપુર, જવાઈ, મુંબઈ, ગોવા, પાટણ અને મૂળીમાં સમૃદ્ધ રિટ્રીટનો સમાવેશ થાય છે. સંસ્થાએ ફેક્ટરીની મુલાકાતો પણ કરાવી અને અનેક CSR પ્રવૃત્તિઓનું આયોજન કર્યું,જેમાં મહિલા વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ, આરોગ્ય તપાસણી શિબિરો અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

શ્રીમતી સેવાનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફ્લોઅમદાવાદ નવા ચેરપર્સન મધુ બંથિયાના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ સ્પર્શતું રહેશે.

Related posts

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, બેન્ગલોર દ્વારા ગાર્ડન સિટી યુનિવર્સિટી, બેન્ગલોર સાથે સંયુક્ત રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર કેન્દ્રિત અત્યાધુનિક લિન્ગ્વિસ્ટિક્સ લેબ સ્થાપવામાં આવી

amdavadlive_editor

કોકા-કોલાએ 100% રિસાયકલ્ડ PET (rPET) બોટલ્સ સાથે એફોર્ડેબલ સ્મોલ સ્પાર્કલીંગ પેકેજ (ASSP) લોન્ચ કર્યા

amdavadlive_editor

લિમકા તૃપ્તિ ડિમરી સાથે ‘લાઈમ ‘એન’ લેમની’ કેમ્પેઈન સાથે તે જોશ પાછી લાવી

amdavadlive_editor

Leave a Comment