હૈદરાબાદ | ૨૧ જૂન ૨૦૨૬ | ક્લાસિક લિજેન્ડ્સે વર્લ્ડ મોટરસાઇક્લિંગ ડેની ઉજવણી નિમિત્તે જાવા, યઝદી અને બીએસએ કમ્યુનિટીના રાઇડર્સને એકઠાં કરીને મોટરસાઇક્લિંગનાકલ્ચર, ભાઈચારા અને ઓપન રોડ પર રાઇડિંગના અદમ્ય જુસ્સાને બિરદાવ્યો હતો.
21 જૂનના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવતો વર્લ્ડ મોટરસાઇક્લિંગ ડે, મોટરસાઇકલ્સ જે સ્વતંત્રતા, સાહસ અને પોતીકાપણાની ભાવનાને પ્રેરિત કરે છે, તેને સમર્પિત એક વિશેષ દિવસ છે.આ દિવસનેઉજવવા માટે 19 રાજ્યો અને 59 શહેરોના 2,000થી વધુ રાઇડર્સે એકસાથે રાઇડ કરી હતી, જે બ્રાન્ડ, બેકગ્રાઉન્ડ અને અનેક જનરેશનને એક તાંતણે બાંધતા એકસમાન જુસ્સાનેદર્શાવે છે.
આ ઉજવણીના ભાગરૂપેક્લાસિક લિજેન્ડ્સે ‘ગાર્ડિયન બેલ ઇનિશિયેટિવ’ની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ મોટરસાઇક્લિંગની સૌથી પ્રિય પરંપરાઓમાંથી એક અંગે વિશેષ જાગૃતિ પેદા કરવાનો છે.સમગ્ર વિશ્વની રાઇડિંગ કમ્યુનિટીઓમાં ગાર્ડિયન બેલને ઘણી વખત કોઈ સહ-રાઇડર, મિત્ર કે પ્રિયજન દ્વારા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે, જેને દરેક સફરમાં શુભેચ્છા, સુરક્ષા અને સાથ-સહકારનું પ્રતીક માનવામાં આવે છે.
આ પહેલ દ્વારા રાઇડર્સને એકબીજાને ગાર્ડિયન બેલ ભેટ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેનાથી સાથી મોટરસાઇકલિસ્ટ્સની કાળજી લેવાના કલ્ચરને વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળી હતી, તેમજ રાઇડિંગ કમ્યુનિટીની આગવી ઓળખ સમાન ભાઈચારા, પરસ્પર કાળજી અને જોડાણ જેવા મૂલ્યોને વધુ સશક્ત બનાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન ગાર્ડિયન બેલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેના થકી સહભાગીઓને એક એવી પરંપરાનો હિસ્સો બનવાની તક મળી હતી, જે ફક્ત રાઇડને જ નહીંપરંતુ સફરને સાર્થક બનાવનારા લોકોને પણ બિરદાવે છે.
આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થારેજાએ જણાવ્યું હતું કે, ‘મોટરસાઇક્લિંગ એટલે ફક્ત મશીન નહીં પણ રાઇડિંગના કલ્ચરને પ્રોત્સાહન આપતો અદમ્ય જુસ્સો. તે લોકો, સહિયારા અનુભવો અને સફર દરમિયાન બંધાતા સંબંધો વિશે છે.વર્લ્ડ મોટરસાઇક્લિંગ ડે આપણને આ ભાવનાને બિરદાવવાની એક તક આપે છે અને ગાર્ડિયન બેલ ઇનિશિયેટિવના માધ્યમથી અમને આશા છે કે, રાઇડર્સ એકબીજાની કાળજી રાખવા માટે પ્રેરિત થશે તથા મોટરસાઇક્લિંગને વિશેષ બનાવતી કમ્યુનિટીની ભાવનાને વધુ મજબૂત બનાવશે.’
ક્લાસિક લિજેન્ડ્સ દ્વારા આયોજિત વર્લ્ડ મોટરસાઇક્લિંગ ડેની ઉજવણી, અલગારી રીતે ફરતા રહેવામાં વિશ્વાસ
ધરાવતા લોકોની કમ્યુનિટીને સતત પ્રોત્સાહન આપવા તથા ફક્ત ઑન રોડ જ નહીં ઑફ રોડ પણ મોટરસાઇક્લિંગના શોખીનોને એકસાથે લાવતા સાર્થક અનુભવોનું સર્જન કરવાની તેની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.રાઇડર્સના
રોમાંચકઅનુભવો, મિત્રતા અને રાઇડિંગ પ્રત્યેના પ્રેમથી નિર્મિત આ કમ્યુનિટી સાથે જોડાઓ –jawayezdimotorcycles.com/pages/kommuniti
== સમાપ્ત ==

