અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: હરમિત દેસાઈ એ સાથિયાન જ્ઞાનશેકરનને ભારતના ટોચના 2 પુરુષ ખેલાડીઓની રોમાંચક મેચમાં મહાત આપી હતી. જોકે, ડિફેન્ડિગ ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સને દબંગ દિલ્હી ટીટીસીએ 9-6નાં અંતરથી હરાવી અને કમબેકની તક આપી નહોતી.
લીગના સૌથી યુવા 19 વર્ષીય ખેલાડી ઈઝાક ક્વેક એ સૌથી ઉંમરલાયક વિદેશી એવા ટિયાગો એપોલોનિયાને 3-0થી મહાત આપી દિલ્હીને લીડ અપાવી હતી. જે પછી દિયા ચિતાલે સિંગાપુરની ઝેંગ ઝિયાન સામે સંઘર્ષ બાદ પણ હારને અટકાવી ના શકીને સ્કોર 3-3 થયો હતો. જે પછી દિલ્હીએ અનુભવી સાથિયાન/ઝિઆઓની જોડી સાથે મિક્સ્ડ ડબલ્સમા હરમિત અને જેંગની જોડીને 2-1થી હરાવી. જે પછી વારો આવ્યો રોમાંચક પુરુષ સિંગલ્સ મેચનો જેમાં સાથિયાનને હરમિત દેસાઈ સામે 1-2 (11-8, 9-11, 9-11)હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી ઝિયાઓ એ સયાલી વાનીને 3-0થી હરાવતા દબંગ દિલ્હીનો 9-6થી વિજય થયો હતો.