30.6 C
Gujarat
August 22, 2026
Amdavad Live
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

‘હૂર’ સિઝન 4માં કોક સ્ટુડીયો ભારતને કાશ્મીર લઇ જાય છે

નેશનલ | ૦૧ જુલાઈ ૨૦૨૬ | સમકાલીન સહયોગો મારફતે ભારતના સમૃદ્ધ લોક અને પ્રાદેશિક સંગીત પરંપરાઓ પર ભાર મુકવાની યાત્રાને સતત રાખતા કોક સ્ટુડીયો ભારત સિઝન 4ની ચોથી પ્રસિદ્ધિ સાથે પરત ફર્યું છે, જે આ સમયે હૂર સાથે કાશ્મીરની ખીણમાં મુસાફરી કરે છે, પ્રદેશની સદીઓ જૂની મૌખિક વાર્તા કહેવાની પરંપરાથી પ્રેરીત એક લોક વાર્તા છે., જ્યાં સંગીતકારો એક ગાઢ મહેફિલમાં એકત્રિત થશે અનેરાજાઓ, પ્રેમીઓ,  ભટકનારાઓ અને રહસ્યવાદીઓનું વાર્તા ગીત ગાશે.

આ ગીત કાશ્મીરી વાર્તા કહેવાની પરંપરાઓ અને અફસાના ગોરીના આધ્યાત્મિક સાર પરથી લેવામાં આવ્યું છે, જે શેખ અને હૂરને અનુસરે છે, આ બે પાત્રોની યાત્રા સૂર અને વર્ણન દ્વારા પ્રગટ થાય છે. પ્રેમ, ઝંખના અને ભક્તિના વિષયો વચ્ચે ફરતા, વાર્તા એક પૌરાણિક ગુણવત્તા ધરાવે છે જે ઘણીવાર કાશ્મીરી લોકવાયકાઓમાં જોવા મળે છે. આ પ્રભાવો સ્તરીય ગાયન, ઉત્તેજક વાદ્ય અને રોક સાઉન્ડસ્કેપ દ્વારા રચનામાં વણાયેલા છે જે શ્રોતાઓની નવી પેઢી સમક્ષ રજૂ કરતી વખતે પરંપરાના સારને જાળવી રાખે છે.

પ્રેક્ષકો સમક્ષ આ વાર્તા લાવનાર ગાયક-ગીતકાર છે ફહીમ અબ્દુલ્લાહ, કંપોઝર, ગાયક અર્સલામ નિઝામી અને કંપોઝર, ગાયક ઉસ્તાદ કૈસર નિઝામી. સંગીત વાર્તા કહેવાની કાશ્મીરી પરંપરાઓથી પ્રેરીત, હૂર વૃત્તાંત અને મેલોડીની વચ્ચે ફરે છે, જે એક જીવંત મહેફિલને ઉજાગર કરે છે. આ ગીત એક જૂની કાશ્મીરી દંતકથાની રચનાને અનુસરે છે, જ્યારે તેનો અવાજ સમકાલીન નિર્માણની આસપાસ બનેલો છે, જે વાર્તાને પરંપરાને વ્યાખ્યાયિત કરતા વાતાવરણ અને ભાવના ગુમાવ્યા વિના વર્તમાન અનુભવવા દે છે. આ ટ્રેક એક કાશ્મીરી ફકરામાં સમાપ્ત થાય છે જે વાર્તાને તે જે લેન્ડસ્કેપમાંથી આવે છે તેમાં આધાર આપે છે.

પ્રત્યેક સત્ર દ્વારા, કોક સ્ટુડીયો ભારતએ ભારતની પ્રાદેશિક સંગીત પરંપરાની સમૃદ્ધિ શોધી કાઢી છે, એવા કલાકારો સાથે સહયોગ સાધ્યો છે, જેઓએ સમકાલીન પ્રેક્ષકો માટે સાંસ્કૃતિક પ્રેક્ષકોનું પુનઃઅર્થઘટન કર્યું છે, તેની સાથે તેની પ્રાદેશિક ભાવનાને સાચવી રાખી છે. હૂર તે યાત્રાને ચાલુ રાખતા કાશ્મીરી લોક વાર્તાને તમામ ભૂપ્રદેશો અને પેઢીઓના શ્રોતાઓ સમક્ષ લાવે છે.

કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના IMX(ઇન્ટીગ્રેટેડ માર્કેટિંગ એક્સપિરીયન્સ) શાંતનું ગંગાણેએ જણાવ્યુ હતું કે, ” કોક સ્ટુડીયો ભારત ખાતે અમે ભારતની અત્યંત શક્તિશાળી વાર્તાઓમાં વિશ્વાસ રાખીએ છીએ, જેને સંસ્કૃતિ, યાદ અને જીવંત અનુભવો દ્વારા આકાર આપવમાં આવ્યો છે. કાશ્મીરીઓની વાર્તા કહેવાની પરંપરામાં તેના વિશિષ્ટ લાગણીયુક્ત અને કવિતાલક્ષી વારસાનો સમાવેશ કરે છે. હૂર સાથે, અમે આ પ્રામાણિકતાને માન આપવાનું નક્કી કર્યું છે, તેને આજના પ્રેક્ષકો માટે સમન્વયિત કરીએ છીએ. ફહીમ, અર્સલાન અને કૈસર વાર્તામાં દુર્લભ ઊંડાણ લાવે છે, અને અવાજો વાર્તાને તેના સાર ગુમાવ્યા વિના ભૂગોળથી આગળ વધવા દે છે. તે પેઢીઓ સુધી સુસંગતતા બનાવતી વખતે ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવાની આપણી માન્યતાને જીવંત કરે છે.”

ફાહીમ અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે, “હૂરમાં વાર્તા કહેવાની રીત જ મને આ ગીત તરફ ખેંચી ગઈ હતી. આ ગીત કાશ્મીરમાં પેઢીઓથી ચાલી આવતી પરંપરામાંથી આવે છે, જ્યાં વાર્તાઓ સંગીત દ્વારા એક અવાજથી બીજા અવાજમાં પસાર થાય છે. કોક સ્ટુડીયો ભારત સાથે, અમને મૂળ વાર્તાની ભાવનાને અકબંધ રાખીને તે પરંપરાને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડવાની તક મળી છે.”

અર્સલામ નિઝામીએ જણાવ્યું હતું કે, “મને અન્ય બીજા કરતા જોવા મળ્યું છે તે એ છે કે કાશ્મીરી લોક સંગીતમાં વૃત્તાંત અને મેલોડી વચ્ચે કઇંક જોવા મળ્યું છે. કોક સ્ટુડીયો ભારત દ્વારા અમે આ સ્તરોને વિશ્વસનીયતા સાથે શોધવામાં સક્ષમ બન્યા હતા, તેમજ તેમાં અમારા પોતાની સંગીતના અર્થઘટનને લાવવાની સાથે પરંપરાના પાત્રને જાળવી રાખ્યું છે. તે સ્વતંત્રતા, અત્યંત ઊંડા સ્વરૂપમાં છે જેણે હૂર આટલી બદલાયુક્ત બનાવી છે.”

ઉસ્તાદ કૈસર નિઝામીએ જણાવ્યું હતુ કે, “હૂરમાં એવી લાગણી છે કે તમને એક વાર્તા એવી રીતે કહેવામાં આવી રહી છે, જે રીતે કાશ્મીરમાં સંગીત હંમેશા મહેફિલમાં કામ કરતું આવ્યું છે, જ્યાં રૂમ આગળ શું થશે તે માટે તેના શ્વાસ રોકી રાખે છે. જ્યારે કોઈ ગીત મોટા સ્ટેજ પર જાય છે ત્યારે તે આત્મીયતા ગુમાવવી સહેલી હોય છે. કોક સ્ટુડીયો ભારત જે સમજે છે તે એ હતું કે તેને સાચવવું પડશે, ઉત્પન્ન કરવું નહીં.”

હૂર સાથે, કોક સ્ટુડીયો ભારત સિઝન 4 ભારતની લોક અને પ્રાદેશિક પરંપરાઓમાં તેની સફર ચાલુ રાખે છે, દરેકમાં ફરીથી કહેવા લાયક વાર્તા શોધે છે. એ અજનબી, બુલેયા વે અને કચૌડી ગલીને અનુસરીને, આ સિઝન તેના વધતા આર્કાઇવમાં એક અલગ અવાજ ઉમેરે છે, આ વખતે ખીણમાંથી, અને એવી ભાષામાં જે તેની અંદર સદીઓથી ચાલતા સૂરનું વહન કરે છે.

== સમાપ્ત ==

Related posts

જેને ઢેફું, લોઢું અને સોનુ સમાન દેખાય એ યોગી છે.

amdavadlive_editor

અમદાવાદમાં તેના ડેબ્યુ એક્ઝિબિશનમાં આરએસ કલેક્ટિવને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

amdavadlive_editor

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની બાઇકીંગ સંસ્કૃતિને વેગ આપે છે

amdavadlive_editor

Leave a Comment