November 3, 2026
Amdavad Live
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હેરિટેજ ઇન્ફ્રાસ્પેસે બાંગ્લાદેશના એબીસી સાથે વ્યૂહાત્મક JV એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ: હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ, ભારતમાં ડાયાફ્રેમ વોલ ટેક્નોલોજીના પ્રણેતા, બાંગ્લાદેશના એસોસિએટેડ બિલ્ડર્સ કોર્પોરેશન લિમિટેડ (એબીસી) સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ કરારમાં પ્રવેશ કર્યો છે, જે તેની વૃદ્ધિની યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. હેરિટેજ ઈન્ફ્રાસ્પેસના મેનેજિંગ ડિરેક્ટર ગગન ગોસ્વામી અને એબીસીના ડિરેક્ટર નશીદ ઈસ્લામે તાજેતરમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

 હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ અને એબીસી અનુક્રમે ભારત અને બાંગ્લાદેશમાં વિવિધ બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના સિવિલ બાંધકામમાં રોકાયેલા છે. આ ભાગીદારી સમગ્ર બાંગ્લાદેશમાં મોટા પાયે બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ધરવા માટે તેમની શક્તિનો લાભ લેશે.

 બાંગ્લાદેશમાં બહુમાળી ઇમારતો, હોસ્પિટલો, ખાનગી યુનિવર્સિટીઓ, પાવર પ્લાન્ટ્સ અને ઢાકામાં મેટ્રો રેલ સિસ્ટમ સહિતના માળખાકીય વિકાસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, આ સહયોગ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં વધતી માંગને પહોંચી વળવા માટે તૈયાર છે.

 હેરિટેજ ઈન્ફ્રાસ્પેસના મેનેજિંગ ડિરેક્ટર ગગન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “આ સંયુક્ત સાહસ અમારી વૃદ્ધિ વ્યૂહરચનામાં એક મહત્ત્વનું પગલું છે. એબીસી ના સ્થાનિક બજાર જ્ઞાન અને અમલીકરણ ક્ષમતાઓ સાથે ડાયાફ્રેમ વોલ ટેક્નોલોજીમાં અમારી કુશળતાને જોડીને, અમે બાંગ્લાદેશમાં મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સુરક્ષિત અને સફળતાપૂર્વક પહોંચાડવા માટે સારી રીતે તૈયાર છીએ. આ કોલ્બ્રેશન માત્ર અમારા જિયોગ્રાફિક ફૂટપ્રિન્ટને વિસ્તૃત કરતું નથી પરંતુ બાંધકામ ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે.”

 હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ ભારતમાં પાયોનિયરિંગ ડાયાફ્રેમ વોલ ટેકનોલોજી માટે જાણીતું છે, 15 રાજ્યો અને 45 શહેરોમાં હાજરી સાથે હેરિટેજએ 450 થી વધુ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જેમાં દિલ્હી, અમદાવાદ, કાનપુર, કોચી અને આગ્રામાં નવી સંસદ સીસીએસ બિલ્ડિંગ અને મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. એબીસી સાથેનો આ વ્યૂહાત્મક કરાર હેરિટેજને તેની અદ્યતન બાંધકામ તકનીકોને બાંગ્લાદેશ સુધી વિસ્તારવા માટે સક્ષમ બનાવશે, પ્રોજેક્ટ કાર્યક્ષમતા અને અમલીકરણમાં વધારો કરશે.

 “આ ભાગીદારી સાથે, અમે અમારી અદ્યતન તકનીકો અને બાંધકામ તકનીકોને બાંગ્લાદેશમાં લઈ જઈ શકીશું, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે. એબીસી સાથે મળીને, અમારું લક્ષ્ય દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નવા બેન્ચમાર્ક સેટ કરવાનું છે,” શ્રી ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું.

 સંયુક્ત સાહસ હેરિટેજ ઈન્ફ્રાસ્પેસની લીડીંગ પ્લેયર્સ સાથે સહયોગ કરવા અને પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

 

Related posts

અનંત ભાઈ અંબાણીના લગ્ન: કલા, સિનેમા અને રાજકારણ વચ્ચે વૈશ્વિક સાંસ્કૃતિક જોડાણ

amdavadlive_editor

MoEFCC પર ઉદ્યોગ સંગઠનો દ્વારા નેશનલ મેડિકલ ડિવાઈસીસ પોલિસી નીતિના ઉલ્લંઘનનો આરોપ લગાવામાં આવ્યો

amdavadlive_editor

શું તમે તેને જોઈ શોધી શકશો? Clash of Clans અને WWEના ક્રોસઓવરમાં જ્હોન સીનાની શોધ માટે કોડી રોડ્સે લાખો ગેમર્સને મેદાનમાં ઉતાર્યા

amdavadlive_editor

Leave a Comment