26.9 C
Gujarat
September 20, 2026
Amdavad Live
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમાંગ રાવલની નિમણૂક

  • ગુજરાતના શિક્ષણવિદોની માંગણીઓ હવે રાષ્ટ્રીય ફલક પર મૂકાશે : હેમાંગ રાવલ
  • સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકાના આધારે ગુજરાતમાં આવનારા ટ્યુશન એક્ટમાં ફેડરેશનના સૂચનો અમલમાં મૂકવાનું પ્રથમ પ્રાધાન્ય રહેશે : હેમાંગ રાવલ

ગુજરાત, અમદાવાદ | ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — અંબાજી ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન દ્વારા આયોજિત ભવ્ય મહાધિવેશન દરમિયાન કોચિંગ ક્ષેત્રને મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ મળ્યું છે. મહાધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ ઘટક સંઘોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI) ના ફાઉન્ડર ડિરેક્ટર શ્રી આશિષ ગંભીરે શ્રી હેમાંગ રાવલની નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

આ પ્રસંગે નિમણૂક સ્વીકારતા શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ અને શિક્ષણવિદોની લાગણીઓ, સમસ્યાઓ તથા યોગ્ય માંગણીઓને હવે રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવશે. ખાસ કરીને સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકાના આધારે ગુજરાતમાં અમલમાં આવનાર ટ્યુશન એક્ટમાં ફેડરેશન દ્વારા રજૂ કરાયેલા સૂચનો સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે તે તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી રાવલે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણક્ષેત્રે પારદર્શક વ્યવસ્થા, શિક્ષણ સંસ્થાઓના હિતોની રક્ષા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ફેડરેશન સતત સક્રિય ભૂમિકા ભજવશે.

ઉલ્લેખનીય છે કે શ્રી હેમાંગ રાવલ હાલમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહ્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ, કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનના ચેરમેન, ચેલેન્જ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સના ડિરેક્ટર, ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના સંચાલક, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના પ્રતિનિધિ, કોમ્પ્યુટર એજ્યુકેશન એસોસિયેશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ, UNHRC-યુનાઇટેડ નોબલ હ્યુમન રાઈટ્સના મુખ્ય સલાહકાર, સત્તર તાલુકા ઔદીચ્ય સહસ્ત્ર મંડળ (યુવા પાંખ)ના પ્રમુખ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ટ્રસ્ટી, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન તથા પરશુરામ ઇન્ટરનેશનલના રાષ્ટ્રીય મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદના ચૂંટાયેલા મધ્યસ્થ સમિતિના સદસ્ય તરીકે (સતત ત્રણ ટર્મ) સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે તેમની આ નવી રાષ્ટ્રીય જવાબદારીથી ગુજરાતના શિક્ષણવિદોમાં ઉત્સાહ અને આશા જાગી છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

કાફે અકાસાના મકરસંક્રાંતિના વિશેષ ભોજન સાથે લણણીનો તહેવાર ઉજવો

amdavadlive_editor

વન ઇન અ મિલિયન: કોટક કન્યા સ્કોલરશિપ 2026 ભારતની સિદ્ધિ હાંસલ કરનારી આગામી પેઢીની વિદ્યાર્થિનીઓની ખોજ કરે છે

amdavadlive_editor

આત્મલિંગ સત્ય,ગોકર્ણ પ્રેમ અને ભદ્રકાલી કરુણા છે.

amdavadlive_editor

Leave a Comment