26.9 C
Gujarat
April 4, 2025
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગેલેક્સી S25 સેમસંગનો બેસ્ટ સ્માર્ટફોન, તમારો અસલી AI સાથીઃ ટીએમ રોહ

ગુજરાત, અમદાવાદ ૨૮ જાન્યુઆરી ૨૦૨૫: ગેલેક્સી S25 સેમસંગની આજ સુધી ઉત્પાદન કરાયેલી સૌથી ઉત્તમ પ્રોડક્ટ છે, એમ કંપનીના પ્રમુખ અને મોબાઈલ એક્સપીરિયન્સ ડિવિઝનના હેડ ટી એમ રોહે જણાવ્યું હતું.

“ગેલેક્સી S25 સૌથી સ્લિમ અને સૌથી ટકાઉ સ્માર્ટફોન છે, જે કેમેરા અને બેટરી માટે હાર્ડવેરમાં નિર્વિવાદ આગેવાની સાથે આવે છે. તે ફક્ત ગેલેક્સી માટે ઉત્તમ પરફોર્મ કરતા કસ્ટમાઈઝ્ડ પ્રોસેસર સાથે પણ આવે છે. અમારી S સિરીઝનો અનન્ય કેમેરા અનુભવ ગેલેક્સી AI સાથે વધુ એકત્રિત અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે, જેને લીધે AI-પાવર્ડ ઈમેજ ક્વોલિટી અને ઈમેજ એડિટિંગ ક્ષમતાઓ પરિણમે છે,’’ એમ તેમણે ઉમેર્યું હતું.

રોહે જણાવ્યું કે ભારતીય ગ્રાહકો નાવીન્યપૂર્ણ વિશિષ્ટતાઓ તુરંત અપનાવે છે અને ભારતમાં AI ફીચર્સનો ઉપયોગ વૈશ્વિક સરેરાશ કરતાં ઉચ્ચ છે. આતી જ ગેલેક્સી S25માં નવા AI ફીચર્સ આરંભથી ટોચની અગ્રતા તરીકે હિંદી ભાષા સાથે વિકસિત કરાયા હતા.

 “ગેલેક્સી S25માં ગૂગલ જેમિની લાઈવ કોરિયન, ઈન્ગ્લિશ અને હિંદી ભાષામાં પૂરું પડાશે. આથી અમે ગેલેક્સી S25 જેમિની લાઈવ માટે આ ત્રણ ભાષા સાથે શરૂઆત કરી રહ્યા છીએ અને તે પછી અન્ય ભાષાઓમાં પણ વિસ્તારીશું. તો ફરી એક વાર તમે અમારે માટે ભારતીય બજારનું મહત્ત્વ જોઈ શકો છો,’’ એમ રોહે ઉમેર્યું હતું

સેમસંગ નોક્સ વોલ્ટ થકી અંગત માહિતી માટે ઉત્તમ રક્ષણ અને સુરક્ષિત તથા વિશ્વસનીય AI ઉપયોગ પૂરો પાડે છે, જેથી ગ્રાહકોને તેમની ગોપનીયતા વિશે ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી,’’ એમ રોહે જણાવ્યું હતું.

“અમે AI ડેટા- પ્રેરિત ઉપયોગ માટે ડિવાઈસ અને ક્લાઉડ પર પણ ગોપનીયતા રક્ષણ પૂરું પાડીએ છીએ અને ઉપભોક્તાઓને અપનાવવાની અથવા નહીં અપનાવવાની પસંદગી પણ પૂરી પાડીએ છીએ,’’ એમ તેમણે ઉમેર્યં હતું.

ભારત સેમસંગ માટે ગેલેક્સી AIના વિકાસ અને વેચાણમાં અમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ દેશ છે અને હંમેશાં અમારી ટોચની અગ્રતા રહેશે,’’ એમ રોહે જણાવ્યું હતું.

સેમસંગે તાજેતરમાં જાહેર કર્યું હતું કે ગ્રાહકો ભારતમાં ગેલેક્સી S25 Ultra, ગેલેક્સી S25+ અને ગેલેક્સી S25ના પ્રી-ઓર્ડર કરી શકે છે. ગેલેક્સી S25 સિરીઝ રૂ. 80,999થી શરૂ થાય છે અને ટોપ અલ્ટ્રા મોડેલ રૂ. 1.65 લાખ સુધી જાય છે, જે 12 GB RAM અને 1TB મેમરી સાથે આવે છે. ગેલેક્સી S25 અલ્ટ્રા પ્રી-ઓર્જર કરતા ગ્રાહકોને રૂ. 21,000 મૂલ્યના લાભો મળશે, એમ કંપનીએ જણાવ્યું હતું.

ગેલેક્સી S25 સિરીઝ સ્માર્ટફોન ભારતમાં વેચાય છે તે નોઈડામાં સેમસંગની સ્માર્ટફોન ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવે છે.

 

Related posts

મીશો 2024 માં 35 ટકા વાર્ષિક વૃદ્ધિ જુએ છે; નાના શહેરોમાં વપરાશમાં વધારો, જેન ઝેડ અને જનરલ એઆઈમાં નવીનતાઓ દ્વારા મદદ મળી

amdavadlive_editor

લાસ્ટ માઇલ પરિવહનનું વિદ્યુતીકરણ: ટાટા મોટર્સ અને મેજેન્ટા મોબિલિટી આ ક્ષેત્રમાં અગ્રણી

amdavadlive_editor

૯૪૪મી રામકથાનું ભાવપૂર્ણ સમાપન;

amdavadlive_editor

Leave a Comment