27 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ફ્રીડમથી ફેમ સુધીઃ લિમકા બુક ઓફ રેકોર્ડસમાં દસ્તાવેજિત સિદ્ધિઓની અતુલનીય ભારતની વૈવિધ્યતા પર પ્રકાશ!

અતુલનીય ભારત 78મો આઝાદી દિવસ ઊજવી રહ્યો છે ત્યારે અમે લિમકા બુક ઓફ રેકોર્ડસ સાથે પ્રતિભા, સ્થિતિસ્થાપકતા અને અસીમિત મહત્ત્વાકાંક્ષાથી ફૂલતાફાલતા રાષ્ટ્રના અનન્ય પ્રવાસને પ્રતિબિંબિત કરી રહ્યા છીએ. વિવિધ ક્ષેત્રમાં ભારતની પ્રગતિ માટે દાખલારૂપ આ અનન્ય વિક્રમોનો ખજાનો વ્યક્તિગતોઓ સફળતાની નવી ઊંચાઈ સર કરી હોય તે પ્રદર્શિત કરવા સાથે શું શક્ય છે તેની મર્યાદાઓનું પણ પુનઃલખાણ કર્યું છે. ભારતની પ્રથમ રેકોર્ડ બુક તરીકે પોતાના વારસાને સાર્થક ઠરાવતાં હવે તેની 33મી આવૃત્તિમાં લિમકા બુક ઓફ રેકોર્ડસ વાચકોને ચકિત કરીને રહે તેવા ઉત્તમ દેખાવોનું વિપુલ કલેકશન ધરાવે છે.

ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભારતના દરેક ખૂણાએ આ સિદ્ધિઓમાં યોગદાન આપીને ઉત્કૃષ્ટતા અને અસાધારણ સિદ્ધિઓની તેની ઉજવણીનના ભાગરૂપ એકત્રિત દેશનું વૈવિધ્યપૂર્ણ ચિત્ર તૈયાર કર્યું છે. તો નવી આવૃત્તિમાં દસ્તાવેજિત અમુક અત્યંત અસાધારણ સિદ્ધિઓ જાણવા માટે અમારી સાથે જોડાઓ, જે આપણા રાષ્ટ્રને અનોખું તારવતા બેસુમાર જોશને આલેખિત કરે છે.

  1. સ્પોર્ટિંગ સ્ટાર્સ

ભારતની એથ્લીટો તેમના નીજર જોશ, બેજોડ સમર્પિતતા અને અદભુત કામગીરી સાથે રમતગમત દુનિયા પર રાજ કરી રહ્યા છે. નિમ્નલિખિત વિક્રમો તેમના મજબૂત વ્યક્તિત્વનો દાખલો છેઃ

  • એક ક્રિકેટ વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન

વિરાટ કોહલીએ 2023માં 765 રન બનાવીને એક વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 2003માં 673 રનના સચિન તેંડુલકરના વિક્રમને તોડ્યો હતો.

  • એશિયન ગેમ્સમાં સ્ક્વોશમાં મિક્સ્ડ ડબલ્સ ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ જોડી

દીપિકા પલ્લીકલ અને હરિંદર પાલ સિંહ સંધુ એશિયન ગેમ્સ 2022માં સ્ક્વોશમાં મિક્સ્ડ ડબલ્સ ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ જોડી બની છે.

  • એડવેન્ચર (ડબ્લ્યુઆર): ઓશન્સ સેવન ચેલેન્જ પૂર્ણ કરનાર દુનિયામાં સૌથી યુવાન

મહારાષ્ટ્રના નવી મુંબઈનો પ્રભાત કોળી (27 જુલાઈ, 1999ના જન્મ) 1 માર્ચ, 2023ના રોજ ઓશન્સ સેવન ચેલેન્જ પૂર્ણ કરનાર 23 વર્ષની ઉંમરે દુનિયાનો સૌથી યુવાન ખેલાડી બન્યો છે. તેણે ખરાબ હવામાન વચ્ચે ન્યૂ ઝીલેન્ડના નોર્થ અને સાઉથ આઈલેન્ડ્સ વચ્ચે કૂક સ્ટેઈટ 8 કલાક 41 મિનિટમાં પાર કર્યું. તેને તેંઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ પણ મળ્યો છે.

  1. નોલેજ નાઈટ્સ

જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભારતીય બૌદ્ધિકો અને સંસ્થાઓએ સતત નવાં સીમાચિહનો સ્થાપિત કર્યાં છે. નિમ્નલિખિત વિક્રમો આપણા રાષ્ટ્રને આગળ લઈ જતી બુદ્ધિ માટે એકધારી તલાશ દર્શાવે છે.

  • વર્ષમાં યુનિવર્સિટી દ્વારા પુરસ્કૃત સૌથી વધુ પીએચડી: દિલ્હી યુનિવર્સિટીએ 25 ફેબ્રુઆરી, 2023ના રોજ તેના 99મા પદવીદાન સમારંભમાં વિક્રમ 910 પીએચડી ડિગ્રી (512 વિદ્યાર્થિની અને 398 વિદ્યાર્થી) એનાયત કરી હતી.
  • સૌપ્રથમ વડા પ્રધાનનું સંગ્રહાલય: નવી દિલ્હીમાં તીન મૂર્તિ એસ્ટેટ પર સ્થિત પ્રધાનમંત્રી સંગ્રહાલય ભારતના સર્વ માજી વડા પ્રધાનોની ઉજવણી માટે સમર્પિત છે. તેનું ભારતની આઝાદીના અમૃતમહોત્સવી વર્ષમાં ઉદઘાટન 14 એપ્રિલ, 2022ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ સંગ્રહાલયમાં 43 ગેલેરી છે, જે ભૂતપૂર્વ વડા પ્રધાનોના જીવન અને મુદત પ્રદર્શિત કરે છે. તે હોલોગ્રામ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગ્મેન્ટેડ રિયાલિટી વગેરે જેવા વિવિધ ઈન્ટરએક્ટિવ અનુભવો ઓફર કરે છે. અહીંની પુરાવા વસ્તુઓમાં અંગત ચીજો, ભેટસોગાદો અને યાદગીરીઓ અને મેડલો તથા યાદગીરીરૂપ મુદ્રાઓનો સમાવેશ થાય છે, જે ભૂતપૂર્વ વડા પ્રધાનોના પરિવારોએ આપ્યાં છે.
  1. એસ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ સુપરહીરો

ભારત કળાત્મક પંડિતો અને વૈજ્ઞાનિક નાવીન્યતાઓનું સ્વર્ણિમ સંમિશ્રણ છે, જે નીચે મુજબ અદભુત સિદ્ધિઓ પરથી જોવા મળી શકે છે.

  • દિવસમાં સૌથી વધુ ભજવાયેલાં નાટક- સોલો: 9 ફેબ્રુઆરી, 1996ના રોજ જન્મેલા આકાશ ભડસાવલેએ 9 ઓક્ટોબર, 2022ના રોજ પ્રત્યેકી 45 મિનિટનાં ત્રણ અલગ અલગ નાટકોમાં કુલ 12 શો ભજવીને પરફોર્મિંગ આર્ટસ પ્રત્યે નોંધપાત્ર સમર્પિતતા દર્શાવી હતી.
  • ફક્ત ખગોળશાસ્ત્રીય નિરીક્ષણો માટે પ્રથમ લિક્વિડ મિરર ટેલિસ્કોપ: વિજ્ઞાન અને તંત્રજ્ઞાન વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા આર્યભટ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સીસ (એઆરઆઈઈએસ) હવે ફક્ત ખગોળશાસ્ત્રીય નિરીક્ષણો માટે તૈયાર કરાયેલું પ્રથમ લિક્વિડ મિરર ટેલિસ્કોપ છે. ઈન્ટરનેશનલ લિક્વિડ મિરર ટેલિસ્કોપ (આઈએલએમટી) તરીકે ઓળખાતું તે એશિયામાં સૌથી વિશાળ છે અને 22 માર્ચ, 2023ના રોજ તેનું ઉદઘાટન થયું હતું.
  • આદિત્ય-L1: પ્રથમ સોલાર પ્રોબ: આદિત્ય-L1 પ્રથમનું પ્રથમ સેટેલાઈટ છે, જે સૂર્યના બહારી વાતાવરણનો અભ્યાસ કરવા માટે સમર્પિત છે. તે ઈસરો દ્વારા ઘરઆંગણે વિકસાવવામાં આવ્યું છે અને 2 સપ્ટેમ્બર, 2023ના રોજ લોન્ચ કરાયું હતું. તે પૃથ્વીથી આશરે 1.5 કિમી દૂર રહેશે, જે સૂર્ય અને પૃથ્વી વચ્ચે આશરે 1 ટકા અંતર છે.
  • પ્રથમ ક્લોન્ડ ગાય: 16 માર્ચ, 2023ના રોજ ભારતમાં પ્રથમ ક્લોન્ડ ગાય ગંગાનો જન્મ થયો હતો. એનડીઆરઆઈ, કર્નાલ, હિમાલય ખાતે વિજ્ઞાનીઓએ 2018માં ઓવમ પિક-અપ નામે નોન- ઈન્વેઝિવ ટેકનોલોજીને તેમને પહોંચ મળ્યા પછી તેનું નિર્માણ કર્યું હતું.

લિમકા બુક ઓફ રેકોર્ડસના કન્સલ્ટિંગ એડિટર અને હેચેટ ઈન્ડિયાના પ્રકાશક વત્સલા કૌલ બેનરજીએ જણાવ્યું હતું કે, ‘ઓગસ્ટ આઝાદીનો મહિનો છે, જેથી ભારતની સિદ્ધિઓ પર ગૌરવનું સ્થાન ધરાવતા ઘણા બધાં અલગ અલગ ક્ષેત્રમાં પાવન સિદ્ધિકારોની ઉજવણી કરવાનો આ જ ઉત્તમ સમય છે. દાયકાઓથી લિમકા બુક ઓફ રેકોર્ડસે આપણા રાષ્ટ્રની વ્યાખ્યા કરતી અને તેના લોકોને પ્રેરણા આપતા જોશને દસ્તાવેજિત કરવાનું ચાલુ રાખ્યું છે.

ધ કોકા-કોલા કંપની ખાતે માર્કેટિંગ- હાઈડ્રેશન, સ્પોર્ટસ અને ટી કેટેગરી, ઈન્ડિયા અને સાઉથ- વેસ્ટ એશિયા ઓપરેટિંગ યુનિટ, સિનિયર ડાયરેક્ટર રુચિરા ભટ્ટાચાર્ય કહે છે, લિમકા બુક ઓફ રેકોર્ડસ સાથે કોકા-કોલાનો સહયોગ ભારતની સ્વર્ણિમ અને વૈવિધ્યસભર સંસ્કૃતિની ઉજવણી છે. અમે આ પ્રતિકાત્મક રેકોર્ડ બુકમાં દસ્તાવેજિત સિદ્ધિઓ પ્રદર્શિત કરી રહ્યા છીએ ત્યારે અમે સીમાઓ પાર કરનારા અને ઈતિહાસ રચનારા નાગરિકોની અતુલનીય વાર્તાઓથી પ્રેરિત છીએ અને આ વાર્તાઓનું આદાનપ્રદાન કરીને તે વધુ લોકોને પ્રેરિત કરે છે તે જાણીને વધુ ખુશી થાય છે.

લિમકા બુક ઓફ રેકોર્ડસ અતુલનીય ભારત પર પ્રકાશ પાડતી આવી ઘણી બધી અદભુત સિદ્ધિઓ ઉજાગર કરે છે. ઉડ્ડયન, ખાદ્ય, સિનેમા અને સંગીતમાં વિક્રમ સાથે 2024ની 33મી આવૃત્તિમાં ઘણું બધું વધુ છે. અધધધ 49 ફૂટના સૌથી લાંબા કબાબ હોય કે એક વ્યક્તિ દ્વારા અલગ અલગ શહેર અને દેશોના ભેગા કરેલા 365 નકશા હોય, મોટાં સપનાં જોવાનું સાહસ કરનારા અને અશક્યને હાંસલ કરનારા આવા નાગરિકો વિશે જરૂર વાંચો. લિમકા બુક ઓફ રેકોર્ડસ 2024ની તમારી નકલ આજે જ મેળવી લો અને માનવી પ્રયાસના દરેક ક્ષેત્રમાં આપણા દેશના પ્રથમ અને અવ્વલ વિશે વધુ જાણોઃ https://www.amazon.in/LIMCA-BOOK-RECORDS-Hachette-India/dp/9357318453

સર્વ અગ્રણી સ્ટોર્સ અને ઓનલાઈન પણ મળશે.

 

Related posts

ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નું મોશન પોસ્ટર રિલીઝ, જાણો શું છે હાસ્ય પાછળનું રહસ્ય

amdavadlive_editor

પીપલકોસ લેમન એ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ લોન્ચ કર્યું

amdavadlive_editor

મોબિક્વીકએ બજાર હિસ્સામાં વધારો કર્યો, સૌથી મોટી વોલેટ ખેલાડી તરીકે ઉભરી આવી

amdavadlive_editor

Leave a Comment