33.5 C
Gujarat
October 13, 2026
Amdavad Live
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

‘પીધા પછી’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ: બેચલર પાર્ટી, બેંગકોકની ધમાલ અને ભૂલાઈ ગયેલી રાતનું હાસ્યરસથી ભરપૂર કોકટેલ!

અમદાવાદ, ગુજરાત | ૨૪મી ઓગસ્ટ ૨૦૨૬ | ગુજરાતી સિનેમામાં દર્શકોને ખડખડાટ હસાવવા અને એક નવી જ પ્રકારની કોમેડી પીરસવા માટે સરોવર આર્ટ્સ પ્રસ્તુત નવી ગુજરાતી ફિલ્મ ‘પીધા પછી’ નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોતા જ અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મમાં જબરદસ્ત સસ્પેન્સ, મિત્રતા અને કોમેડીનો ફૂલ-ઓન ગુજરાતી તડકો જોવા મળશે.

ટ્રેલરની શરૂઆત એક મજેદાર કટાક્ષથી થાય છે જ્યાં બેચલર પાર્ટી કરવા માંગતા યુવાનોને વડીલો સંસ્કારની શિખામણ આપીને “ચારધામની યાત્રા” પર જવાની સલાહ આપે છે. પરંતુ, “ગળામાં માળા ને કામ બધાય કાળા” કહેતી આ મિત્રોની ટોળીની રાત થાઇલેન્ડ અને બેંગકોકના રંગીન માહોલમાં વીતે છે. ભાઈબંધોની ટોળી, ૧ વેકેશન, અને પછી… બધું જ આઉટ ઓફ કંટ્રોલ! ફિલ્મનો અસલી પ્લોટ ત્યારે શરૂ થાય છે જ્યારે આ મિત્રો સવારે ઉઠે છે અને તેમને આગલી રાતે શું થયું તેનું કશું જ યાદ નથી હોતું. સવાર પડતા જ તેઓ પોતાની સાથે એક અજાણ્યા ‘મૂછવાળા બાળક’ ને જુએ છે અને મૂંઝાય છે કે “શું કાલ રાતે નશામાં આપણે આને ઉપાડી લીધો હતો?”

ચાઈલ્ડ લેબરના ફની ડાયલોગ્સ, રશિયન મસાજની કોમેડી અને ‘મોહી પટેલ’ નામની પાત્રની એન્ટ્રી આ ટ્રેલરને ખૂબ જ રોમાંચક બનાવે છે. ટ્રેલરના ડાયલોગ્સ ખૂબ જ આકર્ષક, રમુજી અને યુવા પેઢીને તરત જ કનેક્ટ થઈ જાય તેવા છે.

આ ફિલ્મને સફળ બનાવવા માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નામો જોડાયા છે. ફિલ્મના પ્રોડ્યુસર અનિલ મહેતા અને ડિરેક્ટર નિશિત બ્રહ્મભટ્ટ છે.  ફિલ્મમાં આકાશ પંડ્યા, કિશોર કાકા ફેમ સ્મિત પંડ્યા, હેમીન ત્રિવેદી, આકાશ ત્રિવેદી, તર્જની ભાડલા, ધવલ બારભૈયા, ગરિમા, વ્રજના પંડ્યા, વિશાલ વૈશ્ય સહિતના કલાકારોએ શાનદાર અભિનય કર્યો છે.

ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર અત્યારથી જ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યુવાનોથી લઈને દરેક વર્ગના લોકોને હસાવવા માટે આ ફિલ્મ સંપૂર્ણ રીતે તૈયાર છે. ‘પીધા પછી’ આગામી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો તમને પણ મિત્રો સાથે મસ્તી, કોમેડી અને સસ્પેન્સથી ભરેલી ફિલ્મો જોવી પસંદ છે, તો આ ફિલ્મ ચોક્કસ જોવી જ રહી.

== સમાપ્ત ==

Related posts

5,000થી વધુ GSRTC સર્વિસીસ હવે રેડબસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

amdavadlive_editor

મેરિયોટની Series વિશ્વમાં સૌપ્રથમ પદાર્પણની ઉજવણી કરે છે, ભારતમાં મહત્ત્વના સ્થળોએ 26 જેટલી ખુલી રહી છે

amdavadlive_editor

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ ભારતમાં ઓરલ સેમાગ્લુટાઇડ બાયોસિમીલર ‘Obeda®’ (ટેબ્લેટ્સ) લોન્ચ કરી હોવાની ઘોષણા કરી

amdavadlive_editor

Leave a Comment