25.6 C
Gujarat
April 17, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આર્જેન્ટિના કથાનું ભાવ-ભીનું સમાપન;૯૫૫મી રામકથા ચશ્મ-એ-શાહી શ્રીનગર(કાશ્મીર) ખાતે ૧૯ એપ્રિલથી શરૂ થશે.

ત્રિભુવનને રામજન્મની ખૂબ-ખૂબ વધાઈ સાથે રામચરિતમાનસના પ્રાગટ્ય દિવસની પણ વધાઈ અપાઇ.

નવમીનો અંક પૂર્ણ છે,નવને શૂન્ય પણ કહે છે.

નાથ પરંપરામાં નવનાથ આવ્યા,રામ નવે પ્રકારનાં નાથ છે.

મહાદેવ-શિવ સર્વાચાર્ય છે.

કથાબીજ પંક્તિઓ:

જેહિ દિન રામ જનમ શ્રુતિ ગાવહિં;

તીરથ સકલ તહાં ચલિઆવહિં.

નૌમી ભૌમ બાર મધુ માસા;

અવધપુરીયહ ચરિત પ્રકાસા.

-બાલકાંડદોહો ૩૪

બીજ પંક્તિઓનાં ગાયન બાદ બાકીની કથાનું કાગ ભુશુંડીનાં ન્યાયથી સંક્ષિપ્ત સમાપન કરતા પહેલા ઉપસંહારક વાત કરતા જણાવ્યું કે સૌપ્રથમ તો ત્રિભુવનમાં મહિમા છે એવા રામ-દશરથનેવશિષ્ઠએ કહ્યું કે જેનો મહિમા ત્રિભુવનમાં થશે એવા મહિમાવંતનો પ્રાગટ્ય દિવસ-બધી જગ્યાએ રામનવમીનો ઉત્સવ મનાવાયો,દુનિયાભરમાં રામ પ્રાગટ્ય દિવસ ઉજવાયો.આપને પણ રામ જન્મની ખૂબ-ખૂબ વધાઈ અને રામચરિતમાનસના પ્રાગટ્ય દિવસની પણ ખૂબ જ વધાઈ.

અધ્યાત્મ રામાયણમાં એવું લખ્યું છે કે પાંચ ગ્રહ ઉચ્ચ સ્થાન ઉપર હતા,મધુમાસ,શુક્લપક્ષ અને નવમી તિથિ હતી એ વખતે જગન્નાથ રામ પ્રગટ થયા છે.સનાતન પરમાત્મા પ્રગટ થયા છે.નવમી તિથિ શુભ છે છતાં પણ સત કર્મ થતા નથી કારણ કે નવમી તિથિ એટલી બધી શુભ છે કે કોઈ કર્મ કરવાની જરૂરત નથી.

નવમીના ઘણા અર્થ થાય છે.રામચરિતમાનસનો પાઠ કરવો એનાથી વધારે શુભ શું હોય!

નવમીનો અંક પૂર્ણ છે.નવને શૂન્ય પણ કહે છે.

એટલે બુદ્ધકાલીન શૂન્ય પણ પૂર્ણ છે અને શંકરાચાર્ય નો નવ પણ પૂર્ણ છે.

સીતારામ,રાધેશ્યામ,નારાયણ શબ્દોનેતોડીને ગણિત પ્રમાણે ગણતરી કરવામાં આવે તો અંતે નવનો અંક મળે છે.

નવમીનો એક અર્થ પ્રણામ અને નમસ્કાર થાય છે. નવમીનો અર્થ નવ પ્રકારની ઊર્મિઓ પણ થાય છે. ધરતી નવખંડ છે.

નાથ પરંપરામાં નવનાથ આવ્યા,રામ નવે પ્રકારનાં નાથ છે.

રામ એ સિતાનાથ,લક્ષ્મીનાથ,રમાનાથ, જાનકીનાથ,અનાથનો નાથ,દીનાનાથ,શ્રીનાથ, જગન્નાથ અને ત્રિભુવન નાથ છે.

જે તિથિ રોજ નવી લાગે એ પણ નવમી ગણાય છે. મનોરથી પરિવારના રોહિતભાઈ અને કિશોરભાઈ પરિવાર તેમજ સમગ્ર આયોજન બાબતે બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને કહ્યું કે વાણી ચાર પ્રકારની હોય છે:

૧-સ્વાર્થી વાણી-વ્યાસપીઠ સ્વાન્ત: સુખાય ગાય છે એ સ્વાર્થ વાણી કહી શકાય.

૨-પરમાર્થ વાણી-જગત માટે ગાય છે.જગતનાં હીત માટે એ પરમાર્થ વાણી છે.

એ જ રીતે ૩-સાર્થક વાણી-વાણી નિરર્થક ન હોવી જોઇએ,ખાસ કરીને વ્યાસપીઠ પરથી બોલાતી હોય ત્યારે તો ખાસ.

અને ૪-સંતવાણી-ભજન અને ભાવ જગતમાંખીનીકળતી વાણી.

લંકાકાંડમાંરામના બે બાળકો લવ અને કુશની વાત કરવામાં આવી.લવનો મતલબ સૂક્ષ્મ અને કુશ એટલે તિક્ષ્ણ.આપણી બુદ્ધિ સૂક્ષ્મ અને તિક્ષ્ણ બંને પ્રકારની હોવી જોઈએ એવો એનો આધ્યાત્મિક અર્થ નીકળે. બંને ભક્તિના સંતાન છે.

રામ સત્યાચાર્ય છે,કૃષ્ણ પ્રેમાચાર્યછે.મહાવીરઅહિંસાચાર્ય છે જ્યારે બુધ્ધકરુણાચાર્ય છે પણ મહાદેવ-શિવ સર્વાચાર્ય છે.

અંતે ઉત્તર કાંડમાંભુશુંડીચરિત્ર અને સાત પ્રશ્નો તેમજ માનસ મનોરોગનાં વર્ણન બાદ રામકથાને પૂર્ણાહુતિ આપતા બાપુએ આ કથાનું સુ-ફળ ભગવાન રામનાચરણોમાં અર્પણ કર્યું.

શેષ-વિશેષ:

આગામી-૯૫૫મીં રામકથા ભારત પર પૃથ્વિનું સ્વર્ગ ગણાતા જમ્મુ-કશ્મીરનાંચશ્મે-શાહી એવા શ્રીનગર ખાતે ૧૯થી ૨૭ એપ્રિલ દરમિયાન યોજાશે.

જેનું નિયત નિયમિત જીવંત પ્રસારણ ભારતમાં આસ્થા ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામતલગાજરડાયુ-ટ્યુબ ચેનલ તેમજ સંગીતની દુનિયા પરિવાર યુ-ટ્યુબચેનલનાંમાધ્યમથી પહેલા દિવસે સાંજે ૪ વાગ્યે અને બાકીનાં દિવસોમાં સવારે ૧૦ વાગ્યાથી નિહાળી શકાશે.

Related posts

ઘુમા ગામમાં જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જિર્ણોધ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન

amdavadlive_editor

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) પ્રવેશ પરીક્ષા દ્વારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ આમંત્રિત કરે છે: સેટ 2025 અને એસઆઇટીઇઇઇ 2025

amdavadlive_editor

સ્કોડા ઓટો ઇન્ડિયા નવી કાયલાક સાથે તેના નવા યુગની શરૂઆત કરે છે

amdavadlive_editor

Leave a Comment