May 6, 2025
Amdavad Live
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આ ક્રિકેટ સીઝનમાં, સ્વિગી દ્વારા’સ્વિગી સિક્સ’ રજૂ જ્યાં દરેક સિક્સ મતલબ મોટી બચત

  • લાઇવ ક્રિકેટ મેચ દરમિયાન સિક્સ વાગે ત્યારે દર વખતેવપરાશકર્તાઓને ઓર્ડર પર 66%, ₹266, ₹166 અથવા ₹66 ની છૂટ મળી શકે છે
  • સ્વિગી પર 50,000+ રેસ્ટોરન્ટ્સમાં તાત્કાલિક ઓફરો અનલૉક કરવામાં આવી

રાષ્ટ્રીય ૨૨ એપ્રિલ ૨૦૨૫: ભારતના અગ્રણી ઓન-ડિમાન્ડ સુવિધા પ્લેટફોર્મ સ્વિગી, (સ્વિગી લિમિટેડ, NSE: SWIGGY / BSE: 544285) દ્વારાસ્વિગી સિક્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે એક રીઅલ-ટાઇમ, મેચ સાથે સંકળાયેલી ઓફર જેમાં ચાલુ ક્રિકેટ સીઝનના ઉત્સાહને વધારવા અને તમારા મનપસંદ રેસ્ટોરન્ટ્સ પર ઉપલબ્ધવધુ ઉચ્ચ ઓફરો અનલૉક કરવા માટે તૈયાર કરવામાં આવી છે. દેશમાં ક્રિકેટનો ઉત્સાહ છવાઈ રહ્યો છે, ત્યારે સ્વિગી સિક્સ ઊંચાઈએ ફટકારેલી દરેક છને ચાહકો માટે પોતાને રોકી ન શકાય તેવી ફૂડ ડીલ્સ દ્વારા ઉજવણી કરવાની તકમાં રૂપાતંરિત કરે છે, જેથી રમતની દરેક ક્ષણમાં સ્વાદનો આનંદ પણ ઉમેરાય છે.

સ્વિગી સિક્સની મદદથી, વપરાશકર્તાઓ સમગ્ર દેશમાં50,000 થી વધુ રેસ્ટોરન્ટ્સમાં ઓર્ડર આપવા પર66%ની છૂટ, ₹266ની છૂટ, ₹166ની છૂટ અથવા ₹66ની છૂટ જેવા ઉત્સાહજનક ડિસ્કાઉન્ટઅનલૉક કરી શકે છે. મર્યાદિત સમયની આ ઓફરો લાઇવ ક્રિકેટ મેચ દરમિયાન સિક્સ ફટકારતાની સાથે જ સક્રિય થઈ જાય છે અને ફક્ત દસ મિનિટ માટે માન્ય રહે છે. સ્વિગી એપ્લિકેશન પર રીઅલ-ટાઇમ “બોલ ફ્લોટી” ટાઇમર દેખાય છે જેમાં “સિક્સ વાગી! ઓફર અનલૉક થઈ” જેવી ચેતવણીઓ હોય છે, જેથી વપરાશકર્તાઓસરળતાથી ઓફરોના લાઇવ અનલૉકને ટ્રેક કરી શકે છે.

આ ઓફરનો લાભ લેવા માટે, વપરાશકર્તાઓએ મેચમાં સિક્સ વાગ્યા પછી 10 મિનિટમાં પોતાનો ઓર્ડર આપવો પડશે. ચેકઆઉટ સહિતની સમગ્ર ઓર્ડરની કામગીરી આ સમયગાળામાં પૂરી થવી જરૂરી છે. આ મર્યાદિત સમયની સુવિધા સમયસર મળતા રિવોર્ડ્સ અને વધારાની અનુકૂળતાદ્વારા મેચ જોવાના અનુભવમાં વધારો કરવા માટે તૈયાર કરવામાં આવી છે.

આ અભિયાન વિશે સ્વિગી ફૂડ માર્કેટપ્લેસના ચીફ બિઝનેસ ઓફિસર સિદ્ધાર્થ ભાકુએ જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહકો માટે દૈનિક ક્ષણોને વધુ સારી બનાવવા માટે સતત અર્થપૂર્ણ રીતો શોધી રહ્યા છીએ. સ્વિગી સિક્સદ્વારા, અમે ભારતને ગમતી બે વસ્તુઓ એટલે કે ક્રિકેટ અને ભોજનને એકસાથે લાવી રહ્યા છીએ જે ઉત્તેજના અને આશ્ચર્યનો ઘટક ઉમેરતી હોવાથી મેચ જોવાનો અનુભવ વધુ આકર્ષક અને આનંદપ્રદ બને છે.”

Related posts

ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનના વર્ષ 2024 -2025ના હોદ્દેદારોની જુદા જુદા પદો માટે વરણી કરાઈ

amdavadlive_editor

કોટક એક્ટિવમની દ્વારા રણવીર સિંહ સાથે #સેલરીકોજગાઓ કેમ્પેઈન રજૂ

amdavadlive_editor

ઇલેક્રામા 2025એ પાવર ઇક્વિપમેન્ટના વૈશ્વિક નિકાસકાર બનવાના પ્રયાસને સમર્થન આપ્યું

amdavadlive_editor

Leave a Comment