September 24, 2026
Amdavad Live
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એક તહેવાર, અનેક અવસરઃ કોકા-કોલા ઇન્ડિયા આ તહેવારોની મોસમમાં તેની હાજરીનો વિસ્તાર કરે છે

મુંબઈ | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ | તહેવારોની મોસમ ઘરો, પડોશ અને સામુદાયિક સ્થળોએ જગ્યાઓ પર લોકોને એકસાથે લાવે છે, સમુદાય ઉજવણી માટે અનેક પ્રસંગો બનાવે છે. આ સમાવેશી ભાવનાને પ્રતિબિંબિત કરીને કોકા-કોલા ઇન્ડિયા તેના વૈવિધ્યસભર પીણાંના પોર્ટફોલિયોને ગ્રાહકોની નજીક લાવી રહી છે, જે તેમના ઉત્સવના અનુભવોને આકાર આપતા અવસરોમાં તાજગી અને હાઇડ્રેશન પ્રદાન કરે છે.

આ વર્ષે કોકા-કોલા ઇન્ડિયા તેના બોટલિંગ ભાગીદાર હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ (HCCB) સાથે મળીને મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં તેની ઉત્સવની હાજરીને નોંધપાત્ર રીતે વધારી રહી છે. આ પહેલ ઉત્સવની ભાગીદારી અને સ્થાનિક સંપર્કના વિશાળ નેટવર્કને સાથે લાવે છે, જેમાં ઉત્સવના પંડાલો અને રેસિડેન્ટ વેલ્ફેર એસોસિયેશન્સ (RWAs)નો સમાવેશ થાય છે. આ સાથે પડોશી બજારો, ખાણીપીણીની દુકાનો અને અન્ય મુખ્ય સ્થળો સાથે જોડાણને પણ વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.

ઉત્સવની યાત્રા ઇન-સ્ટોરથી એટ-હોમ અવસરો સુધી પણ વિસ્તરે છે. ગ્રાહકો પડોશી રિટેલર્સ, રિટેલ અને ટ્રેડ પાર્ટનર્સ તેમજ ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પીણાંનો ઉપયોગ કરી શકે છે. કિફાયતી પેક પસાંદગીઓ અને મજબૂત રિટેલ તથા વિતરણ નેટવર્ક, કૂલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાસ્ટ-માઇલ ઉપલબ્ધતા દ્વારા ગ્રાહકોને ઠંડાં પીણાંની સરળ પહોંચ મળશે,  પછી ભલે તેઓ પંડાલમાં ફરતા હોય, સાથે મળીને ભોજન માણતા હોય, ઘરે પરિવાર સાથે ભેગા થયા હોય કે સફર દરમિયાન નાસ્તાની શોધમાં હોય.

કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના ઇન્ટિગ્રેટેડ ઓપરેશન્સ (HCCB) અને કમર્શિયલના વાઇસ પ્રેસિડેન્ટ ડેસમન્ડ નિખિલ ડી’સોઝા એ જણાવ્યું હતું કે, “ઉત્સવની મોસમનું સમગ્ર મહારાષ્ટ્રમાં વિશેષ મહત્ત્વ છે, જે પરાંપરાઓ, સમુદાય અને એકતાની મજબૂત ભાવના દ્વારા લોકોને એકત્ર લાવે છે. ગ્રાહકોને તાજગી આપીને અને તેઓ જે વિવિધ રીતે ઉજવણી કરે છે — ઘરે, સાથે મળીને માણવામાં આવતા ભોજન દરમિયાન અથવા મુસાફરી દરમિયાન — આ ક્ષણોમાં નાની ભૂમિકા ભજવવાનો અમને ગર્વ છે. અમારા બોટલિંગ ભાગીદારો અને રિટેલ ઇકોસિસ્ટમની તાકાતથી સમર્થિત અમારું ધ્યાન તાજગી અને પીણાંને સરળતાથી ઉપલબ્ધ બનાવવા પર છે, સાથે જ સ્થાનિક વિક્રેતાઓ અને છૂટક વિક્રેતાઓ માટે આર્થિક તકો ઊભી કરવામાં પણ અમે યોગદાન આપી રહ્યા છીએ.”

હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ (HCCB)ના ચીફ કમર્શિયલ ઓફિસર વિનય નાયરે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રની ઉત્સાહી તહેવારોની મોસમ સમુદાયો, પડોશી વ્યવસાયો અને સ્થાનિક બજારોને અનોખી રીતે એકત્ર લાવે છે. મજબૂત લાસ્ટ-માઇલ રિટેલ નેટવર્ક દ્વારા મજબૂત બનેલી અમારી ઉત્પાદન અને વિતરણ ક્ષમતાઓ રાજ્યભરમાં કોકા-કોલાનાં પીણાંની સીમલેસ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. ઉપલબ્ધતા ઉપરાંત, અમે સમગ્ર રિટેલ અને સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને સ્થાનિક વ્યવસાયો તથા આ ઉજવણીઓમાં અભિન્ન ભૂમિકા ભજવતા ભાગીદારોને ટેકો આપીએ છીએ.”

આ પહેલ કોકા-કોલા ઇન્ડિયાની ‘લોકલી યોર’ ઝુંબેશ પર પણ આધારિત છે, જેમાં પડોશી રિટેલરો ટચપોઇન્ટ્સના આ વિશાળ નેટવર્કનો મહત્વપૂર્ણ ભાગ બને છે અને તહેવારોના સમયગાળા દરમિયાન પીણાંને વધુ સુવિધાજનક રીતે ઉપલબ્ધ બનાવવામાં મદદ કરે છે.

કોકા-કોલા ઇન્ડિયા અને હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ રિટેલમેન્ટથી આગળ વધીને વપરાયેલી PET બોટલ કલેક્શન પહેલ માટે પંડાલો સાથે પણ ભાગીદારી કરી રહ્યા છે અને અપસાઇકલ્ડ સ્ટ્રીટ આર્ટ દ્વારા કાઢી નાખવામાં આવેલી સામગ્રીને ફરીથી જીવંત બનાવી રહ્યા છે. વધુમાં, શેરી કલાકારો ડૂડલ મેપલ્સ સાથે મળીને બોટલ કેપ્સ અને લેબલ્સને ‘વેસ્ટ ટુ વન્ડર’ લાઇવ આર્ટમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે, જે કાઢી નાખવામાં આવેલી સામગ્રીને એક નવી સર્જનાત્મક અભિવ્યક્તિ આપે છે.

આ પહેલો તહેવારોની મોસમ દરમિયાન વપરાયેલી PET બોટલના પુનઃપ્રાપ્તિ અને રિસાયક્લિંગને ટેકો આપવાની સાથે સામૂહિક જવાબદારીની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે.

આ પહેલો દ્વારા કોકા-કોલા ઇન્ડિયા તાજગી, સમુદાય અને સ્થાનિક ભાગીદારીને એકસાથે લાવવાનું ચાલુ રાખે છે. આ પ્રયાસો દ્વારા તેના પીણાંને વધુ સરળતાથી ઉપલબ્ધ બનાવવાની સાથે તે પડોશી વ્યવસાયોને પણ ટેકો આપે છે, જે તહેવારોની ઉજવણીઓને જીવંત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

== સમાપ્ત ==

Related posts

ધાર્મિકતા કરતા પણ ધર્મશીલ હોવું-એ મહત્વનું છે.

amdavadlive_editor

આકર્ષક રંગો, ભારે બચત: Amazon.in પરથી ખરીદો હોળી માટેની આવશ્યક વસ્તુઓ

amdavadlive_editor

મેજીક્રેટે અભિનેતા સુમીત વ્યાસને દર્શાવતી ટાઇલ એધેસિવ એડ કેમ્પેઇન શરૂ કરી

amdavadlive_editor

Leave a Comment