August 24, 2026
Amdavad Live
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલા ફૂટબોલના સૌથી ઉત્સાહી ચાહકોને તેમના ખોવાયેલા અવાજોને તેમના ફૂટબોલ વર્લ્ડ કપ ઝુંબેશના અવાજમાં ફેરવીને ઉજવણી કરે છે

અહીં ઝુંબેશ ફિલ્મ જુઓ Here 

રાષ્ટ્રીય | ૦૮ જુલાઈ ૨૦૨૬ | કોકા-કોલાની “ધ લોસ્ટ વોઈસીસ” એક રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ છે, જે ભારતના અસાધારણ ઉત્સાહી ફૂટબોલ ચાહકોની ઉજવણી માટે બનાવવામાં આવી છે.

ફિફા® વર્લ્ડ કપ સીઝનની આસપાસ બનાવેલી આ ઝુંબેશ એક શક્તિશાળી સાંસ્કૃતિક સત્યને ઉજાગર કરે છે. ભારત 1955થી ટુર્નામેન્ટમાં રમ્યું નથી છતાં કેરળથી ગોવા અને આસામથી પશ્ચિમ બંગાળ સુધીના લાખો ચાહકો પોતાનો જ દેશ મેદાનમાં હોય તે રીતે કાચી ભાવનાઓ સાથે વૈશ્વિક ટીમો ટેકો આફવા માટે એકત્ર આવે છે.

આ ઝુંબેશ થકી કોકા-કોલા સમર્પિત ચાહકોની ઉજવણી કરશે અને ફિફા® વર્લ્ડ કપ દરમિયાન બ્રાન્ડના સોશિયલ મિડિયા ફીડ પર તેમના વાસ્તવિક, કર્કશ અવાજો દર્શાવશે. બ્રાન્ડના વૈશ્વિક “ફીલ ઈટ ઓલ” પ્લેટફોર્મ, કોકા-કોલાના “ધ લોસ્ટ વોઈસીસ” હેઠળ લોન્ચ કરાયું હોઈ બ્રાન્ડની વાર્તા કહેવાના હાર્દમાં અસલ જુસ્સો મૂકીને ફેન્ડમની ભાવનાને જીવંત બનાવે છે.

કોકા-કોલા ટીએમ ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના માર્કેટિંગના સિનિયર ડિરેક્ટર કાર્તિક સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “ફિફા® સાથેના અમારા લાંબા સમયથી ચાલતા જોડાણ દ્વારા કોકા-કોલા હંમેશાં ફૂટબોલ દ્વારા પ્રેરિત થતો જોશ, એકતા અને સહિયારી લાગણીઓની ઉજવણી કરે છે. ભારતમાં લાખો ચાહકો અસાધારણ ભક્તિ સાથે વિશ્વભરની ટીમોને સમર્થન આપે છે, જે સાબિત કરે છે કે ફૂટબોલ ફેન્ડમ સરહદોથી ઘણું આગળ વધે છે. ધ લોસ્ટ વોઇસીસ સાથે અમે એવા ચાહકોની ઉજવણી કરી રહ્યા છીએ જેમનો જુસ્સો એટલો અસલ છે કે તેઓ શાબ્દિક રીતે તેમના અવાજોને ઉત્સાહિત કરતાં ગુમાવી દે છે. તેમના વાસ્તવિક અવાજોને અમારા અભિયાનના અવાજમાં ફેરવીને અમે દરેક વર્લ્ડ કપને અવિસ્મરણીય બનાવતા સમુદાયો, ધાર્મિક વિધિઓ અને લાગણીઓને ઓળખી રહ્યા છીએ.”

ઓગિલ્વી ઇન્ડિયા દ્વારા સંકલ્પિત, ધ લોસ્ટ વોઇસીસ ફૂટબોલ ફેન્ડમની અધિકૃત અભિવ્યક્તિને ઝુંબેશના સર્જનાત્મક વિચારમાં પરિવર્તિત કરે છે, જે અભિનેતાઓને નહીં પણ વાસ્તવિક ચાહકોને કોકા-કોલાની વાર્તા કહેવાના કેન્દ્રમાં રાખે છે.

ઓગિલ્વી ઈન્ડિયાના ચીફ ક્રિએટિવ ઓફિસર સુકેશ નાયકે જણાવ્યું હતું કે, “વર્લ્ડ કપ ભારતભરમાંથી બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવી ટીમોના ચાહકોને બહાર લાવે છે. તેમનો જોશ અને લાગણીઓ એટલી ઘેરી હોય છે કે તેમની સાથે લાઈવ મેચ જોવી એ કદાચ લાગણીઓની સૌથી જીવંત રોલરકોસ્ટર સવારી છે. સૌથી વધુ ઉત્સાહી ચાહકો, જેઓ બધું અનુભવે છે, તેમની ઉજવણી કરવાના આ વિચાર સાથે અમે તેમના જુસ્સાદાર, ખોવાયેલા અવાજોને અમારા અભિયાનનો અવાજ બનાવી રહ્યા છીએ. તેઓ અને તેમના ખોવાયેલા અવાજો બ્રાન્ડનો અવાજ બનશે.”

કોકા-કોલાનું “ધ લોસ્ટ વોઈસીસ” કોકા-કોલાના ફૂટબોલ ફેન્ડમની ઉજવણીના વારસા પર અધિકૃત, સાંસ્કૃતિક રીતે મૂળ વાર્તા કહેવા દ્વારા નિર્માણ કરવાનું ચાલુ રાખે છે. ઝુંબેશ દ્વારા કોકા-કોલા વાસ્તવિક ચાહક અભિવ્યક્તિને બ્રાન્ડના અવાજમાં પરિવર્તિત કરે છે, સમુદાયો, લાગણીઓ અને એકતાની ઉજવણી કરે છે અને ભારતના સૌથી ઉત્સાહી ફૂટબોલ ચાહકોને તે સ્પોટલાઇટ આપે છે જે માટે તેઓ હકદાર છે.

== સમાપ્ત ==

Related posts

પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ

amdavadlive_editor

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ નિમિત્તે ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન

amdavadlive_editor

અનુપમ મિશનની ઐતિહાસિક સિદ્ધિ

amdavadlive_editor

Leave a Comment