38 C
Gujarat
March 13, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વની એકમાત્ર ભારતમાં જન્મેલી ક્લાસિક મોટરસાઇકલ બ્રાન્ડ યેઝદીએ ક્રોમ કલરમાં રોડસ્ટર રેડ વૂલ્ફ રિલીઝ કરી

મુખ્ય હાઇલાઇટ્સઃ

  • સ્પેશિયલ એડિશન યેઝદી રોડસ્ટર ‘રેડ વૂલ્ફ’ રેડ મૂન નાઇટ 3 માર્ચ, 2026ના અવસરે રિલીઝ કરાશે
  • વિશ્વની એકમાત્ર ભારતમાં નિર્મિત ક્લાસિક મોટરસાઇકલ બ્રાન્ડ યેઝદી રેટ્રો ડીપ-રેડ અને ક્રોમ ડિટેઇલિંગ સાથે 1970ના સંસ્મરણો તાજા કરાવશે
  • એકદમ નવું 350 આલ્ફા2 લિક્વિડ-કૂલ એન્જિન ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ 6-સ્પીડ ગીયર બોક્સ અને આસિસ્ટ તથા સ્લિપર ક્લચથી સજ્જ છે
  • રિચ બ્રાઉન સીટ, સ્ક્લ્પટેડ ટેન્ક, વાઇડ રીયર અને હગર ફેન્ડર્સ તથા વાઇડેસ્ટ-ઇન-સેગમેન્ટ રીયર ટાયર અલગ જ દેખાવ પુરો પાડે છે. મોડ્યુલર સોલો/પિલિયન સેટઅપ, ઇષ્ટતમ રેન્જ, એક્સિસિબલ સીટ હાઇટ, પર્યાપ્ત ગ્રાઉન્ડ ક્લિયરન્સ, રિલેક્સ અર્ગોનોમિક્સ અને બેન્ચમાર્ક બ્રેકિંગ મજબૂત આત્મવિશ્વાસ પુરો પાડે છે.
  • ઓનરશિપ એસ્યોરન્સ પ્રોગ્રામઃ 5 વર્ષના કોમ્પ્રિહેન્સિવ મેઇન્ટેનન્સ પ્લાન સુધી ઇન્ડસ્ટ્રીની અગ્રગણ્ય 4 વર્ષ/50,000 કિ.મી. વૉરન્ટી ગ્રાહકોને મનની શાંતિ પુરી પાડે છે. 

મુંબઈ | ૦૨ માર્ચ ૨૦૨૬ — 3 માર્ચ2026ના રોજ, રેડ મૂનની રાત્રે યેઝદી મોટરસાઇકલ નવી યેઝદી રોડસ્ટર રેડ વૂલ્ફ રિલીઝ કરશે. ‘બોર્ન આઉટ ઓફ લાઇન’ રોડસ્ટરના અલગ જ આત્મવિશ્વાસથી બનેલું રેડ વૂલ્ફ સમગ્ર વિશ્વમાં ભારતમાં બનેલી એકમાત્ર ક્લાસિક મોટરસાઇકલ શ્રેણી બોલ્ડ રેટ્રો લોંગ-હોલ રોડસ્ટર છે. યેઝદી રોડસ્ટરનો લેટેસ્ટ લૂક, રિબેલિયસ રેડ અને ગ્લિન્ટિંગ ક્રોમ રંગોથી સજ્જ છે, જે એકદમ અલગ અંદાજમાં કોર ક્રૂઝર ડિઝાઇન અને રિફાઇન્ડ એન્જિનિયરિંગ પરફોર્મન્સ આપે છે, જે લોકોની ભારે માંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

સાવ અલગ જ દેખાવ પુરો પાડતું રેડ વૂલ્ફ ડીપ, ગ્લોસી રેડ રંગ ધરાવે છે, જે શ્રેણીમાં સર્વપ્રથમ એક્ઝોસ્ટ, એન્જિન અને હેન્ડલબાર પર ગ્લીમિંગ ક્રોમ રંગોમાં તૈયાર કરવામાં આવ્યું છે. સિગ્નેચર યેઝદી રોડસ્ટર ડિઝાઇન ‘બોર્ન આઉટ ઓફ લાઇન’ની સ્પિરિટથી ડિઝાઇન કરાયેલું છે, જે તેની ખાસ તૈયાર કરેલી ફ્યુઅલ ટેન્ક, વાઇડ રીયર ફેન્ડર અને હગર પેન્ડર તથા વાઇડેસ્ટ-ઇન-સેગમેન્ટર રીયર ટાયર્સમાં પ્રતિબિંબિત થાય છે. રેડ વૂલ્ફની વોબર ટેઇલ, રિચ બ્રાઉન સીટ કલર અને મોડ્યુલર સોલો/પિલિયન સેટઅપ રાઇડરને પોતાની અલગ જ બ્રાન્ડ ઊભી કરવાની તક આપે છે. તે 6 સ્પીડ ગીયરબોક્સ ધરાવતાં 350 આલ્ફા2 લિક્વિડ-કૂલ એન્જિન અને આસિસ્ટ એન્ડ સ્લિપર ક્લચ જાળવી રાખે છે, જે વધારાની ડ્યુઅલ ચેનલ ABS, LEB લાઇટિંગ અને ટૂરિંગ ફ્રેન્ડલી અર્ગોનોમિક્સ ડિઝાઇનની વિશેષતાઓ ધરાવે છે. ટ્વિન-બેરલ એક્ઝોસ્ટમાંથી ક્રેકલ અને બૂમ રેડ વૂલ્ફના આગમનને શાનદાર બનાવે છે.

જાવા યેઝદીના કો-ફાઉન્ડર અનુપમ થારેજાએ જણાવ્યું હતું કે,“રેડ વૂલ્ફ વિશ્વમાં એકમાત્ર વાસ્તવિક અર્થમાં ભારતમાં નિર્મિત ક્લાસિક મોટરસાઇકલ બ્રાન્ડ યેઝદીની રોડસ્ટર શ્રેણી સાથે જોડાવવા જઈ રહ્યું છે. આ એક એવું નામ છે જેને પોતાની ઓળખ આપવાની જરૂર નથી. તેનું નામ પોતે જ એક દાયકો છે. ભારતમાં ખરા યેઝદીએ ઊભી કરી છે તેમ રોડસ્ટર રેડ વૂલ્ફ રાઇડરને લગભગ કોઇ ખાસ પ્રયત્ન કર્યા વગર જ અલગ દેખાવ ઊભો કરવાની સુવિધા આપે છે. તેનું વિન્ટેજ સ્વેગર 1970ના યેઝદીની ડીપ રેડ અને મેટાલિક્સની પેલેટના સ્મરણો તાજા કરે છે. આ જ સમયે, તેની વિશેષ ક્રોમમાં ભારતીય રસ્તાઓ અને મોર્ડન રાઇડર્સ માટે નિર્મિત એન્જિનિયરિંગ પરફોર્મન્સની ઉત્કૃષ્ટતા જોવા મળે છે. અમે યેઝદી રોડસ્ટર તેવા રાઇડર માટે બનાવ્યું છે, જે બજારના સામાન્ય ટ્રેન્ડ અનુસરતા નથી. રેડ વૂલ્ફ પોતાનો અલગ ચીલો ચિતરવા માટે તૈયાર છે.”

લાંબા અંતરની ટૂર માટે ડિઝાઇન કરાયેલું યેઝદી રોડસ્ટર રેડ વૂલ્ફ 350 કિ.મી.ની રેન્જ સાથે 12.5 લીટરની ફ્યુઅલ ટેન્ક ધરાવે છે. સેન્ટર-ફોરવર્ડ ફૂટપેગ્સ રિલેક્સ રાઇડિંગ ટ્રાયએન્ગલ ઊભો કરે છે, જે રસ્તા ઉપર રાઇડરને આરામદાયક તેમ છતાં રિસ્પોન્સિવ રાખે છે. કોન્ટિનેન્ટલમાંથી બેસ્ટ-ઇન-ક્લાસ ડ્યુઅલ ચેનલ ABS અને 320mm ફ્રન્ટ અને 240mm રીયર ડિસ્ક ડિલિવર ખાતરીપૂર્ણ બ્રેકિંગ પાવર પુરો પાડે છે. ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને ડ્યુઅલ રિયર શોક્સ  સ્ટેબિલિટી અને કમ્ફર્ટ માટે વિશેષ તૈયાર કરાયેલા છે, જે રેડ વૂલ્ફના એસ્યોર્ડ રોડ પ્રેઝન્સ સાથે 795mm સીટ હાઇટ અને ઓપ્ટિમાઇઝ્ડ 171mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ બેલેન્સ એક્સિબિલિટી આપે છે.

યેઝદી રોડસ્ટર રેડ વૂલ્ફ સમગ્ર ભારતભરના જાવા યેઝદી ડીલરશિપ ખાતે રૂ.2,09,950 (એક્સ-શો રૂમ દિલ્હી)ની પ્રારંભિક કિંમતોએ ઉપલબ્ધ બનશે.

દરેક રાઇડર માટે ઓનરશિપ એસ્યોરન્સ પ્રોગ્રામ

યેઝદી રોડસ્ટર રેડ વૂલ્ફ જાવા યેઝદી મોટરસાઇકલના ઇન્ડસ્ટ્રીના સૌ પ્રથમ ઓનરશિપ એસ્યોરન્સ પ્રોગ્રામથી સમર્થિત છે, જે ગ્રાહકોના સંતોષ અને ઝંઝટ-મુક્ત ઓનરશિપને પ્રાથમિકતા આપે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

  • 4 વર્ષ/ 50,000 કિ.મી. સ્ટાન્ડર્ડ વૉરન્ટી*
  • 6 વર્ષ સુધી એક્સટેન્ડેડ વૉરન્ટી ઓપ્શન*
  • 8 વર્ષ સુધી રોડસાઇડ આસિસ્ટન્સ*
  • દેશવ્યાપી કવરેજ સાથે 5 વર્ષ સુધી AMC*
  • સમગ્ર દેશમાં 450+ સેલ્સ અને સર્વિસ ટચપોઇન્ટ પર કોમ્પ્રિહેન્સિવ ઓનરશિપ બેનિફિટ્સ

* નિયમો અને શરતો લાગુ.

Related posts

એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “વર્લ્ડ હિયરિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી

amdavadlive_editor

પર્યુષણ પર્વમાં પ્રથમ વખત માસક્ષમણ કરનારા તપસ્વી પ્રેક્ષાબેન શાહ

amdavadlive_editor

ડેનિશ પાવર લિમિટેડનો આઈપીઓ 22 ઓક્ટોબરથી, પ્રાઇસ બેન્ડ 360 રૂપિયાથી 380 રૂપિયા પ્રતિ શેર

amdavadlive_editor

Leave a Comment