34.5 C
Gujarat
April 4, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

યામાહા દ્વારા ગ્રાહકોની વધતી માગણી પહોંચી વળવા માટે R3 અને MT-03ની કિંમતોમાં સુધારણાઃ વૈશ્વિક સ્તરે R3ના એક દાયકાની ઉજવણી

ચેન્નાઈ, તામિલનાડુ 31મી જાન્યુઆરી 2025: ઈન્ડિયા યામાહા મોટર (આઈવાયએમ) પ્રા. લિ. દ્વારા તેના ગ્રાહકલક્ષી અભિગમની રેખામાં અને પ્રીમિયમ મોટરસાઈકલોની વધતી માગણીને પહોંચી વળવા માટે 1લી ફેબ્રુઆરી, 2025થી અમલ સાથે તેના ફ્લેગશિપ મોડેલ યામાહા R3 અને MT-03 પર રૂ. 1.10 લાખ સુધી કિંમતમાં ઘટાડાની ઘોષણા કરવામાં આવી છે. આ મોડેલો તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને યામાહાના સિગ્નેચર રેસિંગ ડીએનએ માટે જ્ઞાત છે, જે હવે અતુલનીય કિંમતે મળશે. યામાહા વૈશ્વિક સ્તરે R3ના એક દાયકાની ઉજવણી કરી રહી છે ત્યારે આ કિંમતમાં સુધારણા ગ્રાહકો અને પ્રીમિયમ મોટરસાઈકલ સેગમેન્ટ પ્રત્યે બ્રાન્ડની કટિબદ્ધતા પર ભાર આપે છે.

યામાગા R3 હવે રૂ. 3,59,900 (એક્સ- શોરૂમ દિલ્હી)ની કિંમતે મળશે અને તે આઈકોન બ્લુ અને યામાહા બ્લેક કલર વિકલ્પમાં મળશે, જ્યારે તેની બોલ્ડ ડિઝાઈન અને સ્ટ્રીટ પરફોર્મન્સ સાથે MT-03 રૂ. 3,49,000 (એક્સ- શોરૂમ દિલ્હી)માં મળશે અને મિડનાઈટ સાયન અને મિડનાઈટ બ્લેક કલર વિકલ્પમાં મળશે.

છેલ્લાં 10 વર્ષમાં યામાહા R3એ તેના ટ્રેક- ઓરિયેન્ટેડ પ્રિસિશન, ઉત્તમ પરફોર્મન્સ અને સમકાલીન ડિઝાઈન માટે વૈશ્વિક સ્તરે રાઈડિંગના શોખીનોમાં ઘેલું લગાવ્યું છે. તેની વજનમાં હલકી ડાયમંડ ફ્રેમ, એરોડાયનેમિક ડિઝાઈન યામાહાના આઈકોનિક YZR-M1 અને શક્તિશાળી 321cc એન્જિન દ્વારા પ્રેરિત R3 રોમાંચક રાઈડિંગ અનુભવ પ્રદાન કરે છે.  50/50 વેઈટ ડિસ્ટ્રિબ્યુશન, સ્પોર્ટી રાઈડિંગ પોશ્ચર અને આધુનિક બ્રેકિંગ સિસ્ટમ તેને ટ્રેક અને રોડના શોખીનો માટે પણ ઉત્તમ સાથી બનાવે છે.

યામાહા MT-03 હાઈપર નેકેડ સ્ટ્રીટફાઈટર તેની આક્રમક સ્ટાઈલિંગ અને ટોર્ક- કેન્દ્રિત પરફોર્મન્સ સાથે અનોખી તરી આવે છે. સ્થિતિસ્થાપકતા અને રોજબરોજની ઉપયોગક્ષમતા માટે તૈયાર તેમાં અપરાઈટ રાઈડિંગ પોઝિશન, ટ્વિન- આઈ LED હેડલાઈટ્સ અને માસ- ફોર્વર્ડ બોડીવર્ક છે, જે તેના બોલ્ડ કેરેક્ટરને આલેખિત કરે છે. MT-03 R3ની જેમ જ 321cc એન્જિન દ્વારા પાવર્ડ છે, જે રોમાંચક એક્સિલરેશન અને સ્મૂધ પરફોર્મન્સની ખાતરી રાખે છે, જ્યારે તેની કોમ્પેક્ટ ડિઝાઈન અને સસ્પેન્શન નજીક મોનો-ક્રોસ શહેરી ટ્રાફિકમાં બેજોડ મેનુવરેબિલિટી પ્રદાન કરે છે.

કિંમતમાં આ ફેરફાર સાથે યામાહાએ પરફોર્મન્સ, ડિઝાઈન અને ઈનોવેશન પ્રદાન કરતી પહોંચક્ષમ પ્રીમિયમ મોટરસાઈકલો પ્રદાન કરવાની તેની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપ્યો છે. આ વ્યૂહાત્મક પગલાંથી ભારતમાં પ્રીમિયમ મોટરસાઈકલ સેગમેન્ટમાં યામાહાની પકડ વધુ મજબૂત બની છે અને રાઈડિંગના શોખીનાના વ્યાપક વર્ગને તે આકર્ષશે.

 

Related posts

આકાંક્ષા પરથી પડદો ઊંચકાયોઃ યામાહા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો ખાતે આઈકોનિક હેરિટેજ અને ભવિષ્યલક્ષી વિઝન પ્રદર્શિત કરે છે

amdavadlive_editor

“કલ્કિ 2898 એડી”: ચલો ભારત કી બાત સુનાતે હૈ – શાશ્વત પંડ્યા

amdavadlive_editor

ગુજરાતના ગામડાઓમાં એનિમિયા સામે લડવા માટે HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ “પ્રોજેક્ટ સ્નેહા” ને મજબૂત બનાવે છે

amdavadlive_editor

Leave a Comment