21.2 C
Gujarat
November 22, 2024
Amdavad Live
ગુજરાતગુજરાત સરકારબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

બેરોજગારીથી મળશે છૂટકારો 4.10 કરોડ યુવાઓને મળશે લાભ

દિલ્હી 08 ઓગસ્ટ 2024: લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બેરોજગારીની સમસ્યાને ઉકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ પર સંપૂર્ણ ભાર આપવામાં આવ્યું છે. તેના મહત્વનો અંદાજો તેના ઉપરથી લગાવવામાં આવી શકે છે કે નાણામંત્રી સીતારમણે પોતાના બજેટ ભાષણમાં રોજગાર શબ્દનો ઉલ્લેખ 57 વખત કર્યો છે. નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ યુવાનોની રોજગારી અંગે વાત કરતા આવ્યા છે અને મોદી સરકારે બજેટમાં બેરોજગારી માટે જોગવાઈઓ પણ કરી છે.

બજેટની નવ પ્રાથમિકતાઓમાં પણ રોજગાર અને કૌશલ વિકાસ બીજા સ્થાન પર છે. સીતારમણના જણાવ્યા અનુસાર, આવનારા બેથી ચાર વર્ષમાં આનાથી ચાર કરોડ 10 લાખ યુવાઓને રોજગાર મળશે. તે ઉપરાંત આ કામગીરીને લઈને બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

વડાપ્રધાન રોજગાર અને કૌશલ પ્રશિક્ષણ પેકેજ હેઠળ ખાનગી કંપનીઓ માટે ત્રણ રીતના પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ પ્રોત્સાહન પેકેજ હેઠળ ખાનગી કંપનીઓમાં પ્રથમ વખત નોકરી મેળવનાર યુવાઓની પ્રથમ મહિનાનો પગાર સરકાર તરફથી કરવામાં આવશે. આ પગાર ત્રણ હપ્તાઓમાં આપવામાં આવશે.

સરકારનું અનુમાન છે કે, આનાથી એક વર્ષમાં એક કરોડથી વધારે યુવાઓને રોજગાર મળી શકે છે. બે વર્ષ સુધી ચાલનારી આ યોજના પર 23 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તે ઉપરાંત ઈપીએફઓમાં અંશદાન કરનારા ગ્રાહકોને ઇન્ફાસ્ટ્રક્ચર (બાંધકામ) ક્ષેત્રમાં નવી નોકરીઓ ઉભી કરવામાં સહાયતા આપવામાં આવશે. આ હેઠળ ઈપીએફઓમાં જમા થનારી નિયોક્તિ અને કર્મચારીઓના એક ભાગની ચુકવણી સરકાર કરશે.

આ સાથે જ મોટા પ્રમાણમાં પ્રથમ વખત રોજગાર આપનારી કંપનીઓ માટે અલગથી નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત એક વર્ષમાં 50 અથવા તેનાથી વધારે નવી નોકરીઓનું સર્જન કરનારા કોર્પોરેટ અને ગેર-કોર્પોરેટ કંપનીઓમાં પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાઓના પગારનો એક હિસ્સો સરકાર આપશે.

પ્રોત્સાહન રાશિ નિયોક્ત અને કર્મચારીઓ વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવશે. આમાં પણ એક લાખ રૂપિયાથી ઓછો પ્રતિમહિને પગાગ હોવાની શરત છે. પરંતુ પ્રતિમહિને 25 હજારથી વધારે પગાર હોવાની સ્થિતમાં પણ પ્રોત્સાહન રાશિ 25 હજાર રૂપિયાનું વેતનના હિસાબથી જ આપવામાં આવશે. આનાથી 50 લાખ યુવાઓને નોકરી મળવાનું અનુમાન છે અને આના પર 32 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

પ્રશિક્ષણ દરમિયાન યુવાઓને દર મહિને પાંચ હજાર રૂપિયા ઇન્ટર્નશિપ મળશે. ટ્રેનિંગનો ખર્ચ કંપનીના સીએસઆર ફંડથી ઉઠાવવામાં આવશે. આ યોજના હેઠળ 21થી 24 વર્ષના યુવાઓ આવેદન કરી શકે છે. એક કરોડ યુવાઓના ઇન્ટર્નશિપ પર કુલ 63 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તે ઉપરાંત સરકારે આગામી પાંચ વર્ષમાં 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી 1000 આઈટીઆઈ અપગ્રેડ કરવાનો પણ પ્લાન છે. તેનાથી 20 લાખ યુવાઓને કૌશલ વિકાસ કરવામાં આવશે.

Related posts

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનની માર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનો આરંભ થયો

amdavadlive_editor

નેસ્લે ઈન્ડિયા અને એસએમ સેહગલ ફાઉન્ડેશનને ‘પ્રોજેક્ટ વૃદ્ધિ’ના ૫ વર્ષની સફળતાનું સેલિબ્રેશન કર્યું

amdavadlive_editor

“તલગાજરડાનાં વિચારો વિશ્વાસના ઘૂનામાં નાહીને નીકળે છે”

amdavadlive_editor

Leave a Comment