35.7 C
Gujarat
October 14, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બોઇંગ ઇન્ડિયાએ યુનિવર્સિટી ઇનોવેશન લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામના વિજેતાઓની જાહેરાત કરી

  • બોઇંગ યુનિવર્સિટી ઇનોવેશન લીડરશિપ ડેવલપમેન્ટ (બિલ્ડ) પ્રોગ્રામ 2025–26ની પાંચમી આવૃત્તિમાં સાત ટીમો વિજેતા બની.

બેંગલુરુ, ભારત | ૦૬ ઓગસ્ટ ૨૦૨૬ | બોઇંગ (NYSE: BA) એ આજે બોઇંગ યુનિવર્સિટી ઇનોવેશન લીડરશિપ ડેવલપમેન્ટ (BUILD) પ્રોગ્રામ 2025-26ની પાંચમી આવૃત્તિના વિજેતાઓની જાહેરાત કરી. આ વિજેતાઓમાં વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તેમજ પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકોની કુલ સાત ટીમોની જાહેરાત કરી.

વિજેતા ટીમોમાં એરોસર્ચ ટેક્નોલોજીસ, અલ્કેમી કાર્બન, ડાયાસોલ પ્રા. લિ., અર્થસ્પ્રિન્ટ સોલ્યુશન્સ પ્રા. લિ., ઓરીજોય મેડટેક પ્રા. લિ., સ્ટેલએક્સ ડાયનેમિક્સ અને SWRN સિસ્ટમ્સ પ્રા. લિ. નો સમાવેશ થાય છે. આગામી થોડા મહિનાઓ દરમિયાન બોઇંગ અને તેના ઇન્ક્યુબેટર ભાગીદારો દ્વારા આ વિજેતા ટીમોને તેમના નવીન વિચારોને બજારમાં રજૂ કરી શકાય તેવા અને વ્યવસાયિક રીતે સફળ ઉકેલોમાં વિકસાવવા માટે માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવશે. ઉપરાંત, દરેક વિજેતા ટીમને તેમના વિચારોના વિકાસને ટેકો આપવા માટે ₹10 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવશે.

બોઇંગ ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના પ્રમુખ સલીલ ગુપ્તેએ જણાવ્યું હતું કે, “ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આજે ઉદ્યોગસાહસિકો, ઇન્ક્યુબેટર્સ, રોકાણકારો અને શૈક્ષણિક સંસ્થાઓના સશક્ત અને વૈવિધ્યસભર નેટવર્ક તરીકે વિકસ્યું છે. BUILD પ્રોગ્રામે આ તમામ હિતધારકોને એક મંચ પર લાવી આશાસ્પદ વિચારોને માત્ર સ્પર્ધા સુધી મર્યાદિત ન રાખતા, તેમને વાસ્તવિક વ્યવસાયિક તકો સુધી પહોંચાડવાનો માર્ગ તૈયાર કર્યો છે. પાંચમી આવૃત્તિ સુધી પહોંચતા અમને આનંદ છે કે BUILD દ્વારા વિકસાવવામાં આવેલા સંબંધો અને સહયોગ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ સતત આગળ વધી રહ્યા છે. હું આ વર્ષની તમામ વિજેતા ટીમો અને સહભાગીઓને અભિનંદન પાઠવું છું તેમજ BUILDની વિકાસયાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા અમારા તમામ ભાગીદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું.”

છેલ્લા પાંચ વર્ષોમાં BUILDને 7,000થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે અને એરોસ્પેસ, ડીપ ટેક, ટેક્નોલોજી, સસ્ટેનેબિલિટી તેમજ સામાજિક પ્રભાવ જેવા વિવિધ ક્ષેત્રોમાં 35થી વધુ સ્ટાર્ટઅપ્સને સહયોગ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમે ભારતના વ્યાપક ઇનોવેશન ઇકોસિસ્ટમ સાથે પણ પોતાનો વ્યાપ વધાર્યો છે, જેમાં સહભાગી સ્ટાર્ટઅપ્સને રોકાણકારો અને વેન્ચર કેપિટલિસ્ટ્સ સાથે જોડવાની મહત્વપૂર્ણ તક પણ પૂરી પાડવામાં આવી છે.

આ ઉપરાંત, BUILD પ્રવાસ દરમિયાન ફાઇનલિસ્ટ ટીમો બોઇંગના એન્જિનિયરો અને ટેક્નોલોજિસ્ટ્સ સાથે નજીકથી કામ કરે છે, જેથી તેઓ પોતાના નવીન વિચારોને વ્યવહારુ વ્યવસાયિક રીતે સક્ષમ ઉકેલોમાં રૂપાંતરિત કરી શકે.

બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ બોઇંગ ઇન્ડિયાના ચીફ એન્જિનિયર સ્ટેસી સાયરએ જણાવ્યું હતું કે, “BUILD અમને આગામી પેઢીના ઇનોવેટર્સ સાથે જોડાવાની અને દાયકાઓ દરમિયાન બોઇંગે વિકસાવેલી એન્જિનિયરિંગ કુશળતા તેમની સાથે શેર કરવાની અનોખી તક આપે છે. આ કાર્યક્રમને ખરેખર અર્થપૂર્ણ બનાવે છે તે તેની એવી સફર છે, જેમાં પ્રારંભિક તબક્કાના વિચારોને માર્ગદર્શન અને સહયોગ દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવે છે. આ વર્ષની વિજેતા ટીમો આ મજબૂત પાયાના આધારે પોતાના વિચારોને વધુ આગળ લઈ જશે તે જોવા માટે અમે ઉત્સાહિત છીએ.”

ભારતમાં BUILD પ્રોગ્રામના આયોજન માટે બોઇંગ સાત ઇન્ક્યુબેટર્સ સાથે સતત ભાગીદારી જાળવી રાખે છે. જેમાં સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (SINE) – IIT મુંબઈ, ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર (FITT) – IIT દિલ્હી, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ સેન્ટર – IIT ગાંધીનગર, IIT મદ્રાસ ઇન્ક્યુબેશન સેલ, ફાઉન્ડેશન ફોર સાયન્સ ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ – IISc બેંગલુરુ, T-Hub હૈદરાબાદ અને KIIT ભુવનેશ્વર – ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (TBI)નો સમાવેશ થાય છે. અરજદારોને એરોસ્પેસ અને ડિફેન્સ, ટેક્નોલોજી, સામાજિક પ્રભાવ તેમજ સસ્ટેનેબિલિટી જેવા ક્ષેત્રોમાં તેમના નવીન વિચારો રજૂ કરવા આમંત્રિત કરવામાં આવે છે.

વર્ષોથી, બોઇંગ ઇન્ડિયાએ BUILD, HorizonX ઇન્ડિયા ઇનોવેશન ચેલેન્જ, એક્સિલરેટેડ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ એપ્રેન્ટિસશીપ, તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IITs) સાથે નેશનલ એરોમોડેલિંગ સ્પર્ધા જેવા કાર્યક્રમો દ્વારા દેશમાં કૌશલ્ય વિકાસ, નવીનતા અને ક્ષમતા નિર્માણને ટેકો આપ્યો છે.

વિજેતા ટીમો અને સંબંધિત ઇન્ક્યુબેટર સેન્ટર્સની યાદી (જાહેરાત બાદ ઉમેરવામાં આવશે)

વિજેતા ટીમો

ટીમના સભ્યો

ઇન્ક્યુબેટર સેન્ટર

એરોસર્ચ ટેક્નોલોજીસ

વિનીત કોટારિયા, ડૉ. મનોજ કુમાર, અભિનવ તિવારી FITT, દિલ્હી
અલ્કેમી કાર્બન રુશિલ હરિ કોપ્પાકા, ઋષિ રાઠી

SINE, IIT બોમ્બે

ડાયાસોલ પ્રા. લિ.

વામસી કૃષ્ણ કોમારાલા, સિલાજિત મન્ના, અર્ણબ જ્યોતિ મંડલ FITT, દિલ્હી
અર્થસ્પ્રિન્ટ સોલ્યુશન્સ પ્રા. લિ. આયુષ કાળે, દિવ્યા કાળે

SINE, IIT બોમ્બે

ઓરીજોય મેડટેક પ્રા. લિ.

પ્રો. ઉત્તમા લાહિરી, ડૉ. નિલેશ શર્મા IIEC ગાંધીનગર
સ્ટેલએક્સ ડાયનેમિક્સ કાર્તિક પાંડે, મુસ્કાન અહલાવત

T Hub, હૈદરાબાદ

SWRN સિસ્ટમ્સ પ્રા. લિ.

વેદાંગ દ્વિવેદી, વિનાયક વિન્નેથ

FSID-IISC, બેંગલોર

 

== સમાપ્ત ==

Related posts

એએમ/એનએસ ઈન્ડિયા અને આઇઆઇટી રૂરકીએ ઉત્પાદન અને સ્ટીલ ટેકનોલોજીસમાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણને આગળ વધારવા માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પરહસ્તાક્ષર કર્યા

amdavadlive_editor

BNI પ્રોમિથિયસ ખાતે નવી લીડરશીપ ટીમે કાર્યભાર સંભાળ્યો

amdavadlive_editor

અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિકે ૨૪ કલાકમાં ૨૧ બાળકોની ડિલિવરી સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું

amdavadlive_editor

Leave a Comment