26.9 C
Gujarat
April 4, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બજાજ બ્રોકિંગનો ગુજરાતમાં વિસ્તર્યો વ્યાપાર; જામનગરમાં નવી શાખાનો પ્રારંભ

જામનગરગુજરાત – 30 ઓગસ્ટ 2024: બજાજ ફિનસર્વ ગ્રૂપની કંપની બજાજ બ્રોકિંગે ભારતમાં તેની 48મી બ્રાન્ચનો પ્રારંભ કર્યો છે.  દેશના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં કંપનીનો વ્યાપાર વધી રહ્યો છે. નવી બ્રાન્ચ ગુજરાતના જામનગર ખાતે શરૂ કરવામાં આવી છે. તે નાના શહેરોમાં ઝડપથી વધી રહેલા રોકાણકારોને સેવાઓ પૂરી પાડવાનો કંપનીનો વ્યૂહાત્મક નિર્ણય દર્શાવે છે. બજાજ વ્યવસાય ક્ષેત્રે પારદર્શિતા, નિષ્ઠા અને વ્યાવસાયિક નીતિમત્તાના ઊચ્ચ ધોરણોનું પાલન કરતી  વિશ્વસનીય બ્રાન્ડ તરીકે ઓળખાય છે.

બજાજ બ્રોકિંગ જામનગરમાં રોકાણકર્તાઓને ઇક્વિટી ટ્રેડિંગ, ડેરિવેટિવ્સ ટ્રેડિંગ, માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (MTF) સહિત રોકાણના તમામ સમાધાન પૂરા પાડશે. જેથી ગ્રાહકો લીવરેજ પોઝિશન્સ (4X સુધી) લઈને બજારમાં ઉપલબ્ધ તકોનો મહત્તમ તકો પ્રાપ્ત કરી શકે છે. આ બ્રાન્ચ ગ્રાહકોના વ્યક્તિગત આર્થિક લક્ષ્યો અને તેમની રીસ્ક પ્રોફાઈલ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ, IPO રોકાણો માટે વિવિધ રોકાણ ઉપાયો પણ ઉપલબ્ધ કરાવે છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મનીષ જૈને નવી બ્રાન્ચ વિષે જણાવ્યું હતું કે,“જામનગર ઓફિસ ખોલવાની સાથે અમે આ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં વસતા રોકાણકારોને સીધી જ અમારી એક્સપર્ટ સેવાઓ પૂરી પાડીએ છીએ. રોકાણકારોનેસ્થાનિક સ્તરે સેવા પૂરી પાડતા અમારા એડવાન્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ, માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી અને ચોક્કસ જરૂરિયાતો મુજબ વિશેષ તૈયાર કરેલી મ્યુચ્યુઅલ ફંડ અને IPO સેવાઓ સહિત અમારી સંપૂર્ણ સેવાઓ ઉપલબ્ધ કરાવતાં રોમાંચીત છીએ. સાથે જ અમે અમારું શક્તિશાળી ટેક્નોલોજી પ્લેટફોર્મ અને સતત ટ્રેડિંગ અને રોકાણ અનુભવ પણ આપે છે. અમે જામનગર સહિતના વિસ્તારોમાં રોકાણકારો સાથે લાંબા સમયના સંબંધોનું નિર્માણ કરવા સરળતાપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે બજારના વ્યવહારો હાથ ધરવા માટે રોકાણકારોની પહેલી પસંદ બની રહીશું તેવી અપેક્ષા રાખીએ છીએ.”

બ્રાન્ચનું સરનામું – પ્લેટિનમ સ્ક્વેર, 3જો માળ, જોગર્સ પાર્ક રોડ, પાર્ક કોલોની, જામનગર.અહીંથી બજાજ બ્રોકિંગ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રોકાણકર્તાઓ અને ગ્રાહકોને સરળતાથી સેવાઓ પૂરી પાડી શકશે.

Related posts

“કહાં શુરુ કહાં ખતમ” બોલિવૂડ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું

amdavadlive_editor

નવાઆકાર, વધુ ફન! AlpenliebeJuzt Jellyએ રોમાંચક ક્ષણોનું સર્જન કરવા જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડ જેલી લોન્ચ કરી

amdavadlive_editor

“મેં કલાકારોની કસોટી કરી ત્યારે મને જણાયું કે કાસ્ટમાં નિર્દોષતા અને ભૂખ સાથે તાજગી પણ છે…’’ ધ વેકિંગ ઓફ અ નેશનના કાસ્ટ વિશે રામ માધવાની

amdavadlive_editor

Leave a Comment