40.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે ફોર-વ્હીલ ઇ-કાર્ગો સોલ્યુશન્સમાં તેનું નેતૃત્વ મજબૂત કર્યું

» મેજેન્ટા મોબિલિટીના કાફલામાં 350 Ace EV સામેલ; 20 વધુ યુનિટની ડિલિવરી
» મેજેન્ટા મોબિલિટીનો Ace EV કાફલો હવે 10 શહેરમાં દોડે છે, જેને લગભગ 50 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું

મુંબઈ ૧૯ મે ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે આજે વધુ 20 યુનિટની ડિલિવરી સાથે મેજેન્ટા મોબિલિટીના Ace EV કાફલાને 350 વાહનો સુધી વધાર્યો છે. આ ડિલિવરી 2023માં ટાટા મોટર્સ અને મેજેન્ટા મોબિલિટીની વચ્ચે 500 યુનિટ Ace EVsને તૈનાત કરવા માટે થયેલ સમજૂતી કરારનો એક ભાગ છે. 10 શહેરોમાં તૈનાત, મેજેન્ટા મોબિલિટી દ્વારા સંચાલિત ટાટા Ace EV પહેલાથી જ આશરે 50 લાખ સંચિત કિલોમીટરનું અંતર કાપી ચૂકી છે, જેના પરિણામે અંદાજે 2,500 ટન CO₂ ઉત્સર્જન બચ્યું છે. દેશનું સૌથી અદ્યતન, શૂન્ય-ઉત્સર્જન કોમર્શિયલ વાહન ઈ-કોમર્સ, પાર્સલ અને કુરિયર, એફએમસીજી, એફએમસીડી અને ડેરી જેવા સેગમેન્ટમાં સક્રિયપણે તૈનાત છે.

આ જાહેરાત પર ટિપ્પણી કરતા, મેજેન્ટા મોબિલિટીના સ્થાપક અને સીઈઓ શ્રી મેક્સન લુઈસે જણાવ્યું હતું કે, “ટાટા એસ EV એ સતત ઓપરેશનલ શ્રેષ્ઠતા, ઉચ્ચ અપટાઇમ, મજબૂત રેન્જ અને ડ્રાઇવર-ફ્રેન્ડલી કામગીરી પ્રદાન કરી છે. અમારા કાફલામાં 350 વાહનો પહેલાથી જ સામેલ છે અને બીજા 150થી વધુ આવવાના છે, અમે સમગ્ર ભારતમાં અમારા ગ્રીન લોજિસ્ટિક્સ ફૂટપ્રિન્ટને મજબૂત બનાવી રહ્યા છીએ. ટાટા મોટર્સની વિશ્વસનીય સર્વિસ ઇકોસિસ્ટમ અને સિદ્ધ ટેકનોલોજી તેમને અમારી ડીકાર્બોનાઇઝેશન યાત્રામાં મુખ્ય ભાગીદાર બનાવે છે.”

ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સનાં વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ- SCVPU શ્રી પિનાકી હલધરે ઉમેર્યું, “અમને નવીન, વ્યવહારુ અને ટકાઉ ગતિશીલતા ઉકેલો પ્રદાન કરીને ભારતના ઇ-કાર્ગો પરિવર્તનનું નેતૃત્વ કરવા પર ગર્વ છે. મેજેન્ટા મોબિલિટી દ્વારા એસ ઇવી દ્વારા દર્શાવવામાં આવેલ સતત વિશ્વાસ વાહનના પ્રદર્શન, વિશ્વસનીયતા અને અમારી વધતી ભાગીદારીની મજબૂતાઈનો પુરાવો છે. અમે ફક્ત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ જ નથી કરી રહ્યા, અમે સમગ્ર શહેરી ભારતમાં સ્વચ્છ, સ્માર્ટ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ માટે પાયો બનાવી રહ્યા છીએ. દરેક Ace EV શૂન્ય-ઉત્સર્જન કાર્ગો પરિવહનને લોકતાંત્રિક અને દેશની ગ્રીન મોબિલિટી મુવમેન્ટને ગતિ આપવા તરફ એક પગલું આગળ છે.”

એક મજબૂત પ્લેટફોર્મ પર આધારિત અને મજબૂત એગ્રીગેટ્સથી સજ્જ, Tata Ace EV 161 કિમીની પ્રમાણિત રેન્જ પ્રદાન કરે છે અને 1000 કિગ્રાની ઉચ્ચ પેલોડ ક્ષમતા ધરાવે છે. આ ઇલેક્ટ્રિક નાના કોમર્શિયલ વાહન ટાટા મોટર્સના ફ્લીટ એજ કનેક્ટેડ વાહન પ્લેટફોર્મ દ્વારા સંચાલિત છે જે વાહન અને ડ્રાઇવરના પ્રદર્શનમાં વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડે છે. રિજનરેટિવ બ્રેકિંગ અને અદ્યતન બેટરી કૂલિંગ સિસ્ટમ, અવિરત કામગીરી સુનિશ્ચિત કરે છે. 200 થી વધુ વિશિષ્ટ EV સેવા કેન્દ્રોના વધતા નેટવર્ક દ્વારા સમર્થિત, Ace EV બેડાના માલિકોને અજોડ ખાતરી પૂરી પાડે છે. 8,000 થી વધુ યુનિટોના વેચાણ અને સમગ્ર ભારતમાં 6 કરોડ કિલોમીટરથી વધુ અંતર કાપવાની સાથે, Ace EV ભારતના ઇ-મોબિલિટી લેન્ડસ્કેપનું નેતૃત્વ કરી રહ્યું છે.

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6નો 31 મેથી પ્રારંભ થશેઃ બ્લોકબસ્ટર ડબલ હેડરમાં પ્રથમ દિવસે ગોવાનો સામનો અમદાવાદથી અને દિલ્હીનો સામનો જયપુરથી થશે

amdavadlive_editor

માનસી વિંગ્સ હોન્ડા ખાતે Honda QC1 ઇલેક્ટ્રિક સ્કૂટરનું સફળ લોન્ચ

amdavadlive_editor

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો

amdavadlive_editor

Leave a Comment