35.2 C
Gujarat
May 26, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા એપીઆઇ 5એલ એક્સ100ને સમકક્ષ સૌથી વધુ મજબૂત વેલ્ડેડ પાઇપનું ઉત્પાદન કરતી વિશ્વની પ્રથમ સ્ટીલ કંપની બની છે

  • અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ (એબીએસ) દ્વારા પ્રમાણિત, મજબૂતીનાં પરિમાણો સહિત ઓફશોર એપ્લિકેશન્સ માટે કડક આંતરરાષ્ટ્રીય ધોરણોનાં અનુસરણની પુષ્ટિ કરે છે
  • કંપની ઉચ્ચ પ્રદર્શન, મહત્ત્વપૂર્ણ સ્ટીલ એપ્લિકેશન્સમાં વિશ્વકક્ષાની ઉત્પાદન સક્ષમતાઓને પ્રદર્શિત કરે છે
  • સ્વદેશી ઉત્પાદનને સક્ષમ બનાવીને અને આયાત ઘટાડીને ‘આત્મનિર્ભર ભારત’નાં વિઝનમાં યોગદાન આપે છે

દિલ્હી, ભારત | ૨૬મી મે ૨૦૨૬ | આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)એ અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ (એબીએસ)નાં પ્રમાણપત્રની સાથે મરીન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લેવામાં આવતી ઉચ્ચ મજબૂતાઇ ધરાવતી વેલ્ડેડ પાઇપ્સ (ઇક્યુ70 ગ્રેડ)નું ઉત્પાદન કરવા માટે વિશ્વની પ્રથમ સ્ટીલ કંપની બનીને પોતાની વિશ્વકક્ષાની સક્ષમતાને પ્રદર્શિત કરી છે. એબીએસ એક અગ્રણી મેરીટાઇમ ક્લાસિફિકેશન સોસાયટી છે, જે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ધોરણોની સાથે મજબૂતી પરિમાણો સહિત અનુસરણની સ્વતંત્ર માન્યતા પૂરી પાડે છે.

ઓફશોર એન્જિનિયરિંગમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરીને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાનો આ પ્રયાસ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ પહેલોને મજબૂતપણે ટેકો આપે છે, જે સ્વદેશી રીતે ઉત્પાદિત ઉચ્ચ મજબૂતાઇ ધરાવતી વેલ્ડેડ પાઇપ્સની સ્થાનિક ઉપલબ્ધતાને સક્ષમ બનાવે છે, જે હાલમાં ઓઇલ અને ગેસ પ્લેટફોમ્સ, ઓફશોર વિન્ડ સ્ટ્રક્ચર્સ અને ડીપવોટર પાઇપલાઇન્સ જેવી મહત્ત્વપૂર્ણ એપ્લિકેશન્સ માટે યુરોપમાંથી આયાત કરેલી સીમલેસ પાઇપ્સનું સ્થાન લે છે. ઉચ્ચ પ્રદર્શન ધરાવતી વેલ્ડેડ પાઇપ્સની સાથે ભારતના ઓફશોર અને એન્જિનિયરિંગ સેક્ટર્સના ગ્રાહકોને વિસ્તૃત્ત પૂરવઠા, ટૂંકો લીડ સમય, અને ન્યુનત્તમ ખર્ચ, તેમ જ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારી સ્પર્ધાત્મકતાનો લાભ પ્રાપ્ત થશે.

કંપનીની આ તાજેતરની પ્રગતિ સ્ટીલ નિર્માણમાં નવીનતા પ્રત્યેની તેની વચનબદ્ધત્તાને વધુ દૃઢ બનાવે છે, જે તેની મૂળ કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલની મજબૂત ટેકનિકલ નિપુણતા, આરએન્ડડી સક્ષમતાઓ અને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પદ્ધત્તિઓ દ્વારા સમર્થિત છે. કંપનીના મુખ્ય ધ્યેય – ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ની સાથે સંરેખિત કરીને આ સીમાચિહ્નઉચ્ચ રીતે વિશિષ્ટ અને નિયંત્રિત વૈશ્વિક એપ્લિકેશન્સને પૂરા પાડીને સ્થિતિસ્થાપક સ્થાનિક સ્ટીલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં આર્સેલમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાની ભૂમિકાને રેખાંકિત કરે છે.

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ દેશમાં અગ્રણી ઓઇલ અને ગેસ ઉત્પાદકને વેલ્ડેડ પાઇપ્સની નોંધપાત્ર માત્રા અગાઉથી પૂરી પાડે છે.

અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યુટ (એપીઆઇ) 5એલ એક્સ100ક્યુને સમકક્ષ ઇક્યુ70 ગ્રેડ લઘુત્તમ ઉપજ ક્ષમતા 690 મેગાપાસ્કલ્સ (એમપીએ) અને અપવાદરૂપ કઠિનતાની સાથે ઉચ્ચ મજબૂતાઇ ધરાવતી લો-એલોય સ્ટીલ ગ્રેડ છે. ઇક્યુ70 ગ્રેડ વેલ્ડેડ પાઇપ્સ જેક-અપ રીગ્સ અને ડીપવોટર પાઇપલાઇન્સમાં લેગ બ્રેસિંગ જેવી ઓફશોર એપ્લિકેશન્સની જરૂરિયાતો પૂરી કરે છે. તેમની શ્રેષ્ઠ મજબૂતાઇ માળખાકીય અંખડિતતા પર સમાધાન કર્યા વિના પાતળા, હળવા પાઇપ્સને સક્ષમ બનાવે છે, જ્યારે તેમની અદ્યતન વેલ્ડેબિલિટી અને કાટ પ્રતિકાર કઠોર મરીન વાતાવરણમાં વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે.

ગુજરાતના હજીરામાં કંપનીના મુખ્ય પ્લાન્ટ ખાતે સબમર્જ્ડ આર્ક વેલ્ડિંગ (એસએડબ્લ્યુ)નો ઉપયોગ કરીને એબીએસ ઇક્યુ70 ગ્રેડ પ્લેટ્સમાંથી વેલ્ડેડ પાઇપ્સનું સફળ ફેબ્રિકેશન, મહત્ત્વપૂર્ણ ઓફશોર પ્રોડક્ટ્સ માટે સુરક્ષા, ટકાઉ અને ખર્ચ-અસરકારક ઉત્પાદન માટેના નવા ઉદ્યોગ ધોરણો સ્થાપિત કરે છે. અતિ-ઉચ્ચ મજબૂતાઇ ધરાવતા વેલ્ડેડ પાઇપ્સનું ઉત્પાદન ટેકનિકલી પડકારજનક છે, કારણ કે તેના માટે બેઝ મેટલ અને વેલ્ડેડ સીમ બંનેમાં એકસમાન મજબૂતાઇ અને કઠોરતા જાળવવાની જરૂર હોય છે, અને તેની સાથે સાથે આત્યંતિક ઓફશોર પરિસ્થિતિઓ હેઠળ માળખાકીય અખંડિતતા સુનિશ્ચિત કરવી આવશ્યક હોય છે. આ નવીનીકરણ ભારતની ઉત્પાદન સક્ષમતાઓને મૂલ્ય શૃંખલામાં વધુ આગળ વધારે છે.

એબીએસ પ્રમાણપત્રે એક સ્વતંત્ર માન્યતા પ્રદાન કરી છે કે વેલ્ડેડ પાઇપ્સ મરીન વાતાવરણોમાં સુરક્ષા, મજબૂતાઇ, માળખાકીય અંખડિતતા અને પ્રદર્શન માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ધોરણો પૂરા કરે છે. આ પ્રમાણપત્રને ઓફશોર અને મરીન પ્રોજેક્ટ્સમાં સહભાગીતા માટે વ્યાપકપણે મુખ્ય આવશ્યકતા માનવામાં આવે છે, જે પ્રોડક્ટને નિયંત્રિત આંતરરાષ્ટ્રીય એપ્લિકેશન્સ માટે ઉપયોગમાં લેવા માટે સક્ષમ બનાવે છે.

Related posts

કાળીયાબીડ, પાવઠી અને જામકંડોરણા ખાતે અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadlive_editor

ગુજરાતનો સૌપ્રથમ ગરબા કાર્નિવલ

amdavadlive_editor

અતુલ ગ્રીનટેકે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સાથે જોડાણ કર્યું, દેશવ્યાપી ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક દ્વારા ઇવીની પહોંચમાં વધારો કરાશે

amdavadlive_editor

Leave a Comment