26.6 C
Gujarat
November 25, 2024
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતજીવનશૈલીટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન બિઝનેસે 21 નવેમ્બરથી 06 ડિસેમ્બર સુધી બિઝનેસ વેલ્યૂ ડે સેલની જાહેરાત કરી; બિઝનેસ કસ્ટમર માટે 70% છૂટ અને રૂ. 9,999 સુધીના કૅશબેક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવશે

  • બિઝનેસ વેલ્યૂ ડે 16 દિવસની ઇવેન્ટ છે, જે બિઝનેસ ગ્રાહકોને લેપટોપ, એપ્લાયન્સિસ, સ્માર્ટ વોચિસ, ઇલેક્ટ્રોનિક્સ, ઓફિસ ફર્નિચર અને ઓફિસ માટે આવશ્યક ચીજ-વસ્તુઓ સહિત લાભદાયક ડીલ્સ અને તમામ કેટેગરી પર ઓફર્સ ઉપલબ્ધ કરે છે
  • પાત્રતા ધરાવતાં ગ્રાહકો 30 દિવસની ઇન્સ્ટન્ટ ઇન્ટ્રેસ્ટ-ફ્રી ક્રેડિટ મેળવી શકે છે, જે કોઇપણ છૂપા ચાર્જિસ વગર ઓછામાં ઓછા વ્યાજ દરે 12 મહિના સુધી વધારી શકાય છે, જે સેલ દરમિયાન મૂડી પ્રવાહ જાળવવામાં મદદ કરે છે

બેંગલુરુ 21 નવેમ્બર 2024: ઑનલાઇન માર્કેટપ્લેસ એમેઝોન બિઝનેસે 21 નવેમ્બરથી 06 ડિસેમ્બર, 2024 સુધી 16 દિવસના બિઝનેસ વેલ્યૂ ડે સેલની જાહેરાત કરી છે. બિઝનેસ વેલ્યૂ ડે સેલ લેપટોપ, મોનિટર્સ, સ્માર્ટ ટીવી, સ્માર્ટ વોચ, સિક્યુરિટી કૅમેરા, નાના અને મોટા એપ્લાયન્સિસ, ઓફિસ ફર્નિચર, ડેકોરેશન અને ફર્નિશિંગ અને ઓફિસ માટે આવશ્યક ચીજ-વસ્તુઓ સહિત તમામ કેટેગરીઝ પર 70% સુધીના અસામાન્ય ડિસ્કાઉન્ટ પર પ્રોડક્ટ્સની સર્વસમાવેશી રેન્જ ઉપલબ્ધ કરાવે છે. વધુમાં, ગ્રાહકો આ સમયગાળા દરમિયાન ત્રણ ખરીદીઓ ઉપર રૂ.9,999 સુધીના કૅશબેકનો લાભ પણ મેળવી શકે છે.

ડિસ્કાઉન્ટ ઉપરાંત, બિઝનેસ વેલ્યૂ ડે સેલ ખરીદીની ક્ષમતામાં વધારો કરવા માટે એક સર્વસમાવેશી બિઝનેસ ઉપાયો પણ પૂરા પાડે છે. બિઝનેસ ગ્રાહકો માત્ર રૂ.399માં પ્રાઇમ સબસ્ક્રિપ્શનનો ઍક્સેસ મેળવી શકે છે, જે તેમને મલ્ટી-યુઝર એકાઉન્ટ ક્ષમતાઓ સાથે ફ્રી અને ફાસ્ટ શિપિંગ માટે સક્ષમ બનાવે છે. આ સુવિધા ટીમને કસ્ટમાઇઝ કરી શકાય તેવી મંજૂરીની નીતિઓ અને બજેટ કંટ્રોલ સાથે એક જ એકાઉન્ટમાં એકથી વધારે મેમ્બર્સ વધારવાની સુવિધા આપે છે. એમેઝોન પે લેટર સુવિધા સેલ દરમિયાન ઇષ્ટતમ કેસ ફ્લો જાળવી રાખવા માટે સાથે પાત્રતા ધરાવતાં ગ્રાહકોને ઇન્સ્ટન્ટ ક્રેડિટ વિકલ્પ પૂરો પાડે છે. વધારાના લાભોમાં ‘બિલ ટૂ શિપ ટૂ’ ફિચરનો સમાવેશ થાય છે, જે GST ઇનપુટ ક્રેડિટ લાભો જાળવી રાખીને જુદા-જુદા સ્થાનો પર ખરીદીઓ અને ડિલિવરી કરવાની સુવિધા આપે છે. બલ્ક ઓડર્સ માટે ગ્રાહકો buybulk@amazon.comનો સંપર્ક કરીને પહેલેથી નિર્ધારિત કરેલા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે અને વિશેષ સહાયતા પણ પ્રાપ્ત કરી શકે છે.

અહીં બિઝનેસ વેલ્યૂ ડે દરમિયાન એમેઝોન બિઝનેસ ઉપર વિવિધ કેટેગરી ઉપર ઉપલબ્ધ થતી ખાસ ડીલ્સ અંગે માહિતી આપવામાં આવી છે.

કમ્પ્યુટર, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક્સ:

  • સ્માર્ટવૉચિસ ઉપર 75% સુધીની છૂટ
  • લેપટોપ ઉપર 60% સુધીની છૂટ
  • ટોપ સેલિંગ લેપટોપ ઉપર બલ્ક પર્ચેસ ડિસ્કાઉન્ટ
  • મોનિટર્સ ઉપર 70% સુધી છૂટ

વિશાળ એપ્લાયન્સિસ:

  • વૉશિંગ મશીન ઉપર 40% સુધીની છૂટ
  • AC ઉપર 60% સુધીની છૂટ
  • અન્ય ટ્રેન્ડિંગ ડીલ્સ ઉપર 60% સુધીની છૂટ

કિચન પ્રોડક્ટ્સ:

  • હોમ અને કિચન એપ્લાયન્સિસ ઉપર 70% સુધીની છૂટ
  • મિક્સર ગ્રાઇન્ડર્સ અને જ્યુસર્સ ઉપર 60% સુધીની છૂટ
  • અન્ય ટ્રેન્ડિંગ કિચન ડીલ્સ ઉપર 70% સુધીની છૂટ

ઓફિસ અને હોમ ઇમ્પ્રુવમેન્ટ:

  • સિક્યુરિટી કૅમેરા ઉપર 75% સુધીની છૂટ
  • સ્માર્ટ ટીવી ઉપર 60% સુધીની છૂટ
  • 43 ઇંચ ટીવી ઉપર 60% સુધીની છૂટ
  • અન્ય ટ્રેન્ડિંગ ટીવી ડીલ્સ ઉપર 50% સુધીની છૂટ

વધારાની ઓફર્સ:

  • ડેકોરેશન અને ફર્નિશિંગ પ્રોડક્ટ્સ ઉપર 70% સુધીની છૂટ
  • પાવર અને હેન્ડ ટૂલ્સ ઉપર 70% સુધીની છૂટ
  • ઓફિસ ફર્નિચર ઉપર 60% સુધીની છૂટ

પ્રવર્તમાન એમેઝોન બિઝનેસ ગ્રાહકો તેમના બિઝનેસ એકાઉન્ટમાં સાઇન ઇન કરીને ઇવેન્ટની વિગતો વિશે વધુ જાણકારી મેળવી શકે છે. નવા ગ્રાહકો https://business.amazon.inની મુલાકાત લઇને કોઇપણ વધારાના ચાર્જ વગર તેમનું એમેઝોન બિઝનેસ એકાઉન્ટનું સર્જન કરી શકે છે અને બિઝનેસ વેલ્યૂ ડે દરમિયાન અસંખ્ય લાભો મેળવવાનું શરૂ કરી શકે છે.

એમેઝોન બિઝનેસ બિઝનેસ ગ્રાહકોને સ્પર્ધાત્મક કિંમતોએ ટોપ કેટેગરીઝમાં 19 કરોડથી વધુ GST સંચાલિત પ્રોડક્ટ્સનો ઍક્સેસ પૂરો પાડીને તેમની ખરીદીની પ્રક્રિયા આસાન બનાવે છે. આ મેગા સેલ ઇવેન્ટ બલ્ક ઓડર્સ દ્વારા વેપારીઓને સેવા પૂરી પાડવા માટે પ્લેટફોર્મ ઉપર 16 લાખથી વધારે વિક્રેતાઓ માટે એક તક પૂરી પાડે છે. સમગ્ર દેશભરમાં 100% પિનકોડ સુધી પહોંચવાના વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે બલ્ક ઓર્ડર ક્વૉટ્સથી મલ્ટી-એડ્રેસ શિપિંગ ક્ષમતાઓ સુધી – તમામ વેપારી ખરીદીની જરૂરિયાતોને સહાયતા કરે છે, તે પણ iOS અને એન્ડ્રોઇડ ઓપ્ટિમાઇઝ મોબાઇલ એપ થકી સુગમતાપૂર્વક તેની ઉપલબ્ધતા પૂરી પાડે છે. આ સેલ ઇવેન્ટ અભૂતપૂર્વ ડીલ્સ અને ઓફર્સ પૂરી પાડીને તમામ બિઝનેસ ગ્રાહકોને બિઝનેસ સપ્લાય ઉપલબ્ધ બનાવવાનો હેતુ ધરાવે છે, જે તેમની ખરીદીના ખર્ચને લઘુતમ બનાવે છે.

Related posts

નેસ્લે ઈન્ડિયા અને એસએમ સેહગલ ફાઉન્ડેશનને ‘પ્રોજેક્ટ વૃદ્ધિ’ના ૫ વર્ષની સફળતાનું સેલિબ્રેશન કર્યું

amdavadlive_editor

મોર્ટિન હવે ભારતના સૌપ્રથમ 2-ઈન-1 સ્પ્રે# દ્વારા બંને મચ્છર અને વંદા સામે રક્ષણ પુરું પાડે છે

amdavadlive_editor

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ રમતવીરો અને કોચનો સન્માન કાર્યક્રમ યોજાયો

amdavadlive_editor

Leave a Comment