35.6 C
Gujarat
March 18, 2026
Amdavad Live
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન 21 નવેમ્બરના રોજ મેટા રે-બેન લોન્ચ કરીને પ્રીમિયમ વેરેબલ્સ ઓફરિંગને મજબૂત બનાવશે

  • એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 દરમિયાન પ્રીમિયમ વેરેબલ્સ સેગમેન્ટમાં લગભગ 40% વૃદ્ધિ સાથે ગતિ પકડવાનું ચાલુ રહ્યું; સ્માર્ટ ચશ્માની શોધમાં વાર્ષિક ધોરણે 6 ગણો વધારો થયો
  • નવા લોન્ચિંગમાં એપલ, સેમસંગ, ગાર્મિન, વનપ્લસ, એમેઝફિટ અને 15 થી વધુ પ્રીમિયમ વેરેબલ બ્રાન્ડ્સના વિસ્તૃત પોર્ટફોલિયો સાથે મેટા રે-બેન સ્માર્ટ ચશ્મા સામેલ છે
  • નો-કોસ્ટ EMI વિકલ્પો અને વિશિષ્ટ લોન્ચિંગ ઓફરો સાથે દિલ્હી-NCR, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, પુણે, જયપુર અને કોલકાતા સહિત 20થી વધુ શહેરોમાં સમાન દિવસે ડિલિવરી સાથે મેટા રે-બેન સ્માર્ટ ચશ્મા ઉપલબ્ધ 

બેંગલુરુ | ૧૯મી નવેમ્બર ૨૦૨૫ — Amazon.in પર 21 નવેમ્બર2025ના રોજ મેટા રે-બેન સ્માર્ટ ચશ્મા લોન્ચ થશે, જે સૌથી ઝડપથી વિકસતી વેરેબલ કેટેગરીમાંથી એકના ઍક્સેસને વિસ્તૃત કરશે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 દરમિયાન પ્રીમિયમ વેરેબલ સેગમેન્ટમાં લગભગ 40% વૃદ્ધિ નોંધાઈ હતી, જેમાં સ્માર્ટ ચશ્મામાં વાર્ષિક ધોરણે ગ્રાહક શોધમાં 4.6 ગણો વધારો જોવા મળ્યો હતો.

એમેઝોન ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ડિરેક્ટર ઝેબા ખાને જણાવ્યું હતું કે, “અમે ફિટનેસ ટ્રેકિંગથી આગળ વધીને વેરેબલ ઉપકરણોમાં ગ્રાહકોને ખૂબ જ રસ પડી રહ્યો હોવાનું જોઈ રહ્યા છીએ – આ એવા ઉપકરણો છે જે રોજિંદા જીવનમાં AI ક્ષમતાઓ લાવે છે”. તેમણે ઉમેર્યું હતું કે,“રોમાંચક વાત એ છે કે આ માંગ ફક્ત મહાનગરો સુધી સીમિત નથી – ટિઅર-2 અને ટિઅર-3શહેરોમાં ટેકનોલોજી ઉત્સાહીઓ અને ક્રિએટરો પણ સ્માર્ટ ચશ્મા અપનાવવા માટે એટલા જ પ્રમાણમાં ઉત્સુક છે. આ ઉપકરણો રોજિંદા જીવનમાં એકીકૃત રીતે સંકલિત થાય તેવી હેન્ડ્સ-ફ્રી, AI-સંચાલિત કાર્યક્ષમતા પ્રદાન કરે છે અને અમે સ્પર્ધાત્મક કિંમત તેમજભરોસાપાત્ર ડિલિવરી દ્વારા સમગ્ર ભારતમાં તેમને સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

રે-બેન મેટા ચશ્મા12MP અલ્ટ્રા-વાઇડ કૅમેરા, પાંચ માઇક્રોફોન અને ઓપન-ઇઅર સ્પેશિયલ ઑડિયો સ્પીકરો સાથે બિલ્ટ-ઇન મેટા AI કાર્યક્ષમતા ધરાવે છે. વપરાશકર્તાઓ તેની મદદથી ફોટા લઈ શકે છે, કૉલ કરી શકે છે, રિમાઇન્ડર્સ સેટ કરી શકે છે અને હેન્ડ્સ-ફ્રી AI આસિસ્ટન્સ મેળવી શકે છે. ગ્રાહકો 21 નવેમ્બરથી Amazon.in પર મેટા રે-બેન સ્માર્ટ ચશ્મા એક્સપ્લોર કરી શકે છે, જેમાં 20થી વધુ શહેરોમાં સમાન ડિલિવરી, નો-કોસ્ટ EMI વિકલ્પો અને અન્ય ઘણી લોન્ચિંગઓફરો ઉપલબ્ધ છે. 

એમેઝોન ઇન્ડિયાના પ્રીમિયમ વેરેબલ્સ સિલેક્શનમાં એપલ, સેમસંગ, ગાર્મિન, વનપ્લસ, એમેઝફિટ સહિત 15 થી વધુ બ્રાન્ડ સામેલ છે. ગ્રાહકો આરોગ્ય ટ્રેકિંગ અને ફિટનેસ મોનિટરિંગથી લઈને હેન્ડ્સ-ફ્રી કનેક્ટિવિટી અને AI સહાયજેવી અદ્યતન સુવિધાઓ પ્રદાન કરનારા વધુને વધુ પ્રીમિયમ ઉત્પાદનોમાં રોકાણ કરી રહ્યા છે,જે મૂળભૂત ફિટનેસ ટ્રેકર્સથી જીવનશૈલી-સંકલિત ટેકનોલોજી તરફ પરિવર્તન થઈ રહ્યું હોવાનો સંકેત આપે છે.

Amazon.in પર ગ્રાહકો 21 નવેમ્બરથી મેટા રે-બેનસ્માર્ટ ચશ્મા એક્સપ્લોર કરી શકે છે, જે ભારતમાં 100% સેવાયોગ્ય પિનકોડ પર ડિલિવરી સાથે ઉપલબ્ધ છે. નો-કોસ્ટ EMI વિકલ્પો અને વિશિષ્ટ લોન્ચિંગની ઓફરો સહિત દિલ્હી-NCR, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, પુણે, જયપુર અને કોલકાતા સહિત 20થી વધુ શહેરોમાં સમાન દિવસે ડિલિવરીની સવલત ઉપલબ્ધ છે.

=========

Related posts

JSW MG મોટર ઇન્ડિયાએ ગુજરાત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી; સ્થાનિક જોડાણમાં વધારો કર્યો

amdavadlive_editor

શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 3.0માં 24,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો

amdavadlive_editor

માઇનીંગ ક્ષેત્રની સુનિલ મહેતાની તસવીરોનું અદભુત પ્રદર્શન રવિશંકર રાવળ કલાભવન ખાતે યોજાયું

amdavadlive_editor

Leave a Comment