33.5 C
Gujarat
June 20, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પંજાબ અને અન્યત્ર અકુદરતી રીતે મ્રુત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૫: તાજેતરમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. આ વિનાશકારી વરસાદને કારણે અનેક લોકોના મોત નિપજયા છે અને જાનમાલની ભારે ખુવારી થઇ છે. પંજાબ પ્રાંતમાં પણ અતિવૃષ્ટિને કારણે પ્રાપ્ત માહિતી અનુસાર ૩૦ લોકોનાં મોત નિપજયા છે અને ૧૩૦૦થી વધુ મકાનોને નુકશાન થયું છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને પંજાબ પ્રાંતમાં થયેલ નુકસાન સંદર્ભે માવનવતા દાખવી રુપિયા ૫,૦૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે.

જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ત્રણ વ્યક્તિના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પાલિતાણાના મોટી રાજસથળી ગામે તળાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત થયું છે. પોરબંદર નજીકના દરિયામાં ડૂબી જતાં ચાર માછીમારોના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી વરુણ મોદી દવારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

લાસ્ટ માઇલ પરિવહનનું વિદ્યુતીકરણ: ટાટા મોટર્સ અને મેજેન્ટા મોબિલિટી આ ક્ષેત્રમાં અગ્રણી

amdavadlive_editor

હર્બલાઇફ ઇન્ડિયાએ IIT મદ્રાસ સાથે સહયોગ કરીને પ્લાન્ટ સેલ ફરમેન્ટેશન ટેકનોલોજી લેબ લોન્ચ કરી

amdavadlive_editor

કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડનો આઈપીઓ 26 ઓગસ્ટ, 2025ના રોજ ખુલશે

amdavadlive_editor

Leave a Comment