26.9 C
Gujarat
September 20, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

અમદાવાદ પ્લેન ક્રેશમાં ઘાયલ દર્દીઓ માટે સ્વામિનારાયણ મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

⇒ વિધ્યાર્થીઓના ઉમદા પ્રયાસો દ્વારા ૧૦૦ જેટલી બોટલો એકત્રિત કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી

ગુજરાત, અમદાવાદ ૧૩ જૂન ૨૦૨૫: તારીખ 12/06/25 ના રોજ અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા દર્દીઓ માટે બ્લડની વ્યવસ્થા કરવાના ઉમદા હેતુથી સ્વામીનારાયણ મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સ તથા કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

પી એસ એમ હોસ્પિટલ કલોલ (જી. ગાંધીનગર ) ખાતે આયોજિત આ કેમ્પમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીની મેડિકલ કોલેજ ઉપરાંત નર્સિંગ, આયુર્વેદ, ફિજિયોથેરાપી, એન્જિનિયરિંગ વગેરે તમામ કોલેજોના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક રકતદાન કરેલ. અને કુલ ૧૦૦ જેટલા દાતાઓએ  દ્વારા રકતદાન કરી સમાજ સેવાનું એક અત્યંત અનુકરણીય ઉદાહરણ પૂરું પાડેલ. આ રકતદાન માં એકત્રિત બોટલોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવાનું આયોજન પણ કરેલ.

આ આયોજન  એમબીબીએસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શ્રી કપિલ જોગલ, કરણ ચાવડા, વ્રજ વિડજા, યશ ગોંડલીયા, ભૂમિત ચૌહાણ, આનંદ ત્રિવેદી, વેદાંતા ગોહિલ, ભૂમિત ચોચા, શુભમ કટારીયા, દિગ્વિજય ખેર, મયંક ઉકાવાલા, ઉર્વિલ ઠક્કર વગેરે દ્વારા કરાયેલ. જેને કોમ્યુનિટી મેડિસિન વિભાગના ડૉ . નિકિતાબેન, ડૉ.નિલેશ પ્રજાપતિ, ડૉ.વર્ષાબેન તેમજ પ્રકાશભાઈ નાયક, વિજયભાઈ રત્નોતર, તેમજ પી.એસ.એમ. હોસ્પિટલ ના પ્રથમ બ્લડ બેન્કના ઇન્ચાર્જ ડૉ.નંદીનીબેન, વગેરેના સહકારથી સફળ બનાવવામાં આવેલ.

Related posts

સેમસંગ ઈન્ડિયા દ્વારા ચિલ્ડ જળ આધારિત કેસેટ યુનિટ્સમાં વિંડફ્રી™ અને 360o બ્લેડલેસ ટેકનોલોજી સાથે એસીની નવી રેન્જ રજૂ કરાઈ

amdavadlive_editor

વાધવાની ફાઉન્ડેશન અને જેશિયા આઈટી એસોસિયેશન દ્વારા ઉત્તર ગુજરાતમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ સ્પર્ધાત્મકતાને શક્તિ આપવા મહેસાણામાં વેપાર વૃદ્ધિની વાટાઘાટનો અવસર લાવે છે

amdavadlive_editor

ઇન્સ્ટામાર્ટ અને કલ્યાણ જ્વેલર્સ ગ્રાહકોને અક્ષય તૃતીયા માટે આજે સોનાના ભાવ નક્કી કરવાની સુવિધા આપે છે

amdavadlive_editor

Leave a Comment