- બેંકે નફાની ગતિ જાળવી રાખી; અસ્કયામતોની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો અને રોકાણકારોનો વિશ્વાસ સતત પાછો મેળવી રહી છે
ગુજરાત, અમદાવાદ ૨૪ એપ્રિલ ૨૦૨૫: ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના ધિરાણકર્તાઓમાંના એક એવી યસ બેંકે, સતત ત્રણ ત્રિમાસિકગાળાના પ્રભાવશાળી આગેકૂચ જાળવી રાખ્યા પછી, Q4FY25માં નિરંતર વૃદ્ધિ નોંધાવી છે. Q4FY25માં બેંકે INR 738 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જ્યારે આખા નાણાકીય વર્ષમાં INR 2,406 કરોડનો નફો કર્યો છે એટલે કે વાર્ષિક ધોરણે 92.3% વધારો થયો છે. બેંકે તેના પુનર્ગઠન પછીના સૌથી વધુ ત્રિમાસિક અને નાણાકીય વર્ષમાં થયેલા ચોખ્ખા નફા સાથે, હિસ્સેદારોને ખુશ થવા માટે ઘણાં અન્ય કારણો પણ પૂરા પાડ્યાં છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન એડવાન્સિસ વૃદ્ધિમાં SME (વાર્ષિક ધોરણે 23.6%) અને મિડ-કોર્પોરેટ (વાર્ષિક ધોરણે 21.8%) સૌથી આગળ રહ્યા હતા, જેમાં કોર્પોરેટ અને રિટેલ એડવાન્સિસને વ્યૂહાત્મક આવશ્યકતાઓ અનુસાર કેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે. માર્ચ 2020થી અત્યાર સુધીમાં, રિટેલ અને SME એડવાન્સિસ માર્ચ 2020માં 36% હતા તેની સરખામણીમાં લગભગ 60% વધ્યા છે.
નાણાકીય વર્ષ દરમિયાન ચોખ્ખું વ્યાજ માર્જિન (NIM) 2.4% રહ્યું છે જ્યારે FY25 માટે ચોખ્ખી વ્યાજની આવક (NII) વાર્ષિક ધોરણે 10.5% વધી છે. વ્યાજ સિવાયની આવકમાં વાર્ષિક ધોરણે 14.5% વૃદ્ધિ થઈ છે જ્યારે ખર્ચ અને આવકનો ગુણોત્તર FY24માં 74.4% હતો તેની સરખામણીમાં FY25માં 71.3% છે.
યસ બેંકનો ડિપોઝિટ વૃદ્ધિદર ઉદ્યોગ સરેરાશ કરતાં વધુ છે જે Q4FY25માં પણ વધુ જળવાઈ રહ્યો છે. Q4FY24માં CASA રેશિયો 34.3% વધ્યો છે જ્યારે Q4FY24માં 30.9% હતો, જેમાં એક ત્રિમાસિક ગાળામાં 2,58,000 CASA એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે અને નાણાકીય વર્ષ દરમિયાન 1,315,000 CASA એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.
અસ્કયામતોની ગુણવત્તાની વાત કરીએ તો, બેંકની ચોખ્ખી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NNPAs) + સિક્યોરિટી રીસિપ્ટ (SRs)નું ચોખ્ખું વહન મૂલ્ય, Q4FY24માં 1.1% હતું તેની સરખામણીમાં ઘટીને 0.3% થયું છે. તેવી જ રીતે, Q4FY24માં કુલ સ્લિપેજ એડવાન્સિસના 2.2% હતું તેની સરખામણીએ આ વખતે 2.0% હતું.
બેંકના વ્યૂહાત્મક વિઝનને આગળ ધપાવી રહેલું સક્ષમ નેતૃત્વ; ચપળ સંસ્થાનું નિર્માણ કરવા પર આપવામાં આવતું ધ્યાન; અસ્કયામત ગુણવત્તા મેટ્રિક્સમાં નોંધપાત્ર સુધારો અને વારાફરતી દરેક ત્રિમાસિક ગાળામાં ઝડપથી વૃદ્ધિના મેટ્રિક્સના કારણે યસ બેંકનું માર્ચ 2020માં પુનર્ગઠન કરવામાં આવ્યું તે પછી તેની છબી અને કામગીરીમાં પરિવર્તન લાવવા માટે બેંક સક્ષમ રહી છે.
પ્રભાવશાળી કામગીરી, ઊંચી મહત્વાકાંક્ષાઓ
યસ બેંક અહીં ઉલ્લેખિત ચાર મુખ્ય પરિબળો પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને રિટર્ન ઓન એસેટ્સ (RoA) સુધારવાની દિશામાં પદ્ધતિસર આગળ વધી રહી છે: NIIમાં વિસ્તરણ; વ્યાજ સિવાયની આવકમાં સુધારો; ખર્ચના માળખાનું તર્કસંગતીકરણ અને ક્રેડિટ ખર્ચમાં ઘટાડો. પુનર્ગઠન પછી છેલ્લા પાંચ વર્ષમાં બેંકે અનેક ક્ષેત્રોમાં જે રીતે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે તેમાં આ દરેક પરિબળોમાં કરવામાં આવેલા પ્રયાસો દેખાઈ આવે છે.
યસ બેંકની વૃદ્ધિ વ્યૂહરચનાનો આધાર બ્રાન્ચ બેંકિંગ હોવાથી, માર્ચ 2020થી અત્યાર સુધીમાં 270થી વધુ બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. બેંકની બ્રાન્ચ-સંચાલિત ડિપોઝિટમાં 19.5% CAGR (FY23-25)નો વધારો જોવા મળ્યો છે જ્યારે આ ઉદ્યોગની સરેરાશ 11% છે અને ખાનગી બેંકોમાં આ આંકડો 15% છે. તેવી જ રીતે, બ્રાન્ચ બેંકિંગ દ્વારા CASA ડિપોઝિટનો વાર્ષિક ધોરણે વૃદ્ધિ 35.7% છે જ્યારે આ ઉદ્યોગની સરેરાશ 6.0% છે. માર્ચ 2020થી અત્યાર સુધીમાં, CASA ડિપોઝિટ 3.5 ગણી વધી છે જ્યારે કુલ ડિપોઝિટ 2.7 ગણી વધી છે.
યસ બેંક પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં સંપૂર્ણ અનુપાલન પ્રાપ્ત કરવાની સાથે-સાથે, ડિજિટલ પેમેન્ટ્સમાં પણ સતત મોખરાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. માર્ચ 2025 સુધીમાં તે ~57% બજાર હિસ્સા સાથે નંબર વન UPI ચુકવણી પ્રાપ્તકર્તા PSP બેંક છે અને માર્ચ 2025 સુધીમાં ~32% બજાર હિસ્સા સાથે બીજા ક્રમની UPI ચુકવણીકર્તા PSP બેંક છે. Q4FY25માં, ભારત સરકાર દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ કર વસૂલવા માટે બેંકને અધિકૃતી મળ્યા પછી, યસ બેંક GST ચુકવણી કલેક્ટ સુવિધા સાથે સક્રિય થઈ છે.
બેંક માટે નફાકારકતા અને ખર્ચમાં ઘટાડો મુખ્ય પ્રાથમિકતાઓ રહી છે, પરંતુ પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ પણ જાળવી રાખી છે. સતત ત્રીજા વર્ષે, S&P ગ્લોબલ અને CDP દ્વારા ESG અને ક્લાઇમેટ ડિસ્ક્લોઝર પર યસ બેંકને ભારતીય બેંકોમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.
ભવિષ્ય પર નજર
યસ બેંક સરેરાશ ભારતીયો માટે પસંદગીની બેંક બનવા માંગતી હોવાથી, અસ્કયામત ગુણવત્તા સ્થિરીકરણ; વ્યૂહાત્મક રીતે ચાર્ટર્ડ નફાકારકતા રોડમેપનું પાલન અને ગ્રાહક કેન્દ્રિતતાને બેંકે ટોચની પ્રાથમિકતાએ રાખ્યા છે.