April 2, 2025
Amdavad Live
ગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

LEVI’S®અને દિલજીત દોસાંજના લૂઝ ફિટ્સની’ઇઝી ઇન LEVI’S®’કેમ્પેઇન થકી રિલેક્સ તેમજ આઇકોનિક રેન્જ રજૂ થઇ

Levi’s®બ્રાન્ડ પોતાના નવીનત કેમ્પેઇન, ‘Easy in Levi’s®સાથે સ્ટાઇલ અને સંસ્કૃતિને આગળધપાવવાનું ચાલું રાખ્યું છે. ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર, મ્યુઝિક આઇકોન અને ફેશન ટ્રેલબ્લેઝર દિલજીત દોસાંઝ સાથેઆ કેમ્પેઇન રિલેક્સ અને લૂઝ ફિટની રેન્જ રજૂ કરે છે, જે આત્મવિશ્વાસ અને સરળતા સાથે શૈલીને ફરીથી પરિભાષિત કરે છે.

સંસ્કૃતિ અને શૈલીનું મિલન

આ સહયોગ ફક્ત શૈલી વિશે નથી, પરંતુ એક સાંસ્કૃતિક ક્ષણ છે. આજના સમયમાં ઘણા ઓછા સ્ટાર્સ દિલજીત દોસાંઝની જેમ દરેક ટ્રેડને આકાર આપે છે. વર્લ્ડ ટૂરથી લઇને ફિલ્મ અને ફેશનમાં લોકોનું ધ્યાન ખેંચવા સુધીતેમનો પ્રભાવ સીમાઓથી પરે રહ્યો છે. આ ભાગીદારી ભારતમાં ડેનિમ વિરાસતને સમકાલીન શૈલીની સાથે મિશ્રિત કરવા માટે બ્રાન્ડની ચાલુ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આરામ અને આત્મવિશ્વાસને ફરીથી વ્યાખ્યાયિત કરનાર ફિટ

ડેનિમનું ચલણ વિકસિત થઈ રહ્યું છે અને રિલેક્સ્ડ અને લૂઝ સિલુએટ્સ કેન્દ્ર સ્થાને આવી રહ્યા છે. Easy in Levi’s®કેમ્પેઇન નવા રિલેક્સ અને લૂઝ ફિટ્સની રેન્જ રજૂ કરે છે, જે આરામ અને આત્મ-અભિવ્યક્તિ પર એક નવો લૂક પ્રદાન કરે છે.

555™રિલેક્સ્ડ સ્ટ્રેટ, એક ટાઈમલેસ સ્ટ્રેટ લેગ ફિટ સાથે આવે છે, જેમાં રોજિંદા ઉપયોગ માટે યોગ્ય જગ્યા હોય છે. 90 થી પ્રેરિત ફીલ સાથે, 568™લૂઝ સ્ટ્રેટ સ્ટ્રેટ લેગ સાથે રિલેક્સ્ડ છે, જે સરળ કૂલ વાઇબ્સ આપે છે. 578™બેગી, જે સૌથી બોલ્ડ છે, તેમાં સ્ટેક્ડ એંકલ્સ સાથે ઓવરસાઇઝ્ડ સ્લોચી ફિટ છે, જે 90 ના દાયકાના સ્ટ્રીટવેર સૌંદર્ય શાસ્ત્રને પુનર્જીવિત કરે છે.

દિલજીત દોસાંજ પોતાના અંદાજમાં

આ કેમ્પેઇન ગતિશીલ મોન્ટેજ ફિલ્મોની રેન્જના માધ્યમથી સામે આવે છે, જે દિલજીત દોસાંજને સાઉન્ડચેક પર તેના કમ્ફર્ટ ઝોનમાં Levi’s ®લૂઝ ફિટ્સમાં પોતાની દુનિયામાં સરળતાથી ફરતા કેદ કરે છે. તેમની શૈલી અનફિલ્ટર્ડ, પ્રમાણિક, આરામદાયક અને સરળ છે, જે કેમ્પેઇનના સંદેશને સંપૂર્ણ રીતે રજૂ કરે છે: લૂઝ ફિટ્સ ફક્ત તમે શું પહેરો છો તે વિશે નથી, એ તમને કેવું લાગે છે તેના વિશે છે. આ જીન્સ તમને સરળતાથી ચાલવા, આરામથી રહેલા અને સરળતાથી જીવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

લેવી સ્ટ્રોસ એન્ડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ(સાઉથ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા)ના અમિષા જૈન કહે છે કે,” Easy in Levi’s®’ સાથેઅમે રિલેક્સ અને લૂઝ સિલુએટ્સની વધતી જતી માંગનો લાભ લઈ રહ્યા છીએ, જે સ્ટાઇલ સાથે આરામને જોડે છે,”દિલજીત દોસાંઝ આ વિઝનને જીવંત કરે છે અને સાબિત કરે છે કે જ્યારે તમે જે પહેરો છો તેમાં સારું મહેસૂસ કરો છો ત્યારે સહજ સ્ટાઇલનું પાલન થાય છે.”

મૂવમેન્ટ અને વર્સિેટાઇલ માટે તૈયાર કરવામાં આવેલા Levi’s®લૂઝ ફિટ્સ કેઝ્યુઅલ ડ્રેસિંગ માટે એક નવો અભિગમ પ્રદાન કરે છે. ભલે તમે 555™રિલેક્સ્ડ સ્ટ્રેટના ક્લીન કટ વાઇબ તરફ આકર્ષિત હોવ, 568™લૂઝ સટ્રેટની કેરફ્રી એનર્જી તરફ આકર્ષિત હોવ કે 578™બેગીના બોલ્ડ વલણથી, આ ફિટ તમારી રીતે પહેરવામાં અને સ્ટાઇલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

Levi’s®લૂઝ ફિટ્સહવે ભારતમાં લિવાઇઝ®સ્ટોર્સ પર અને  www.levi.inપર ઓનલાઇન ઉપલબ્ધ છે.

Related posts

લાઇટ+એલઇડી એક્સ્પો ભારતના આર્કિટેક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાવિ માટે બનાવવામાં આવેલા સ્માર્ટ, ઊર્જા-કાર્યક્ષમ અને માનવ-કેન્દ્રિત લાઇટિંગ સોલ્યુશન્સનું પ્રદર્શન કરશે.

amdavadlive_editor

એકો ડ્રાઈવનો કાર ખરીદદારોને એક છત હેઠળ સમાધાન પ્રદાન કરવા અમદાવાદમાં પ્રવેશ

amdavadlive_editor

જૈન રાષ્ટ્રીય એકતા સંગઠને સમસ્ત જૈન સમાજના લાભાર્થે મેટ્રોમોનિયલ વેબસાઇટ લોંચ કરી

amdavadlive_editor

Leave a Comment