33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
આંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાતરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રેસ્ટોકની હોસ્પિટલ દ્વારા યુનિક કાર્યક્રમનું આયોજન કર્યું

હોસ્પિટલે યોગ કરવા માટે ઘૂંટણની ( ની) સર્જરી કરાવનારા 150 લોકોને ભેગા કર્યા

અમદાવાદ 23 જૂન 2024: છેલ્લા ૪૨ વર્ષથી પ્રત્યારોપણ વિના ની(ઘૂંટણની) રેસ્ટોરેશન સર્જરીના પ્રણેતા રેસ્ટોકની હોસ્પિટલે ૨૩ જૂને રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એક અનોખી કાર્યક્રમ સાથે કરી હતી, જેમાં ની(ઘૂંટણની) રેસ્ટોરેશન સર્જરી કરાવનારા દર્દીઓમાં આવેલો મહત્વપુર્ણ  સુધારો અને યોગની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો.

આ કાર્યક્રમ “ડમરુ યોગા એન્ડ સાઉન્ડ થેરાપી સ્ટુડિયો”ના આંતરરાષ્ટ્રીય યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઇકોનિક અટલ બ્રિજ પાસે અટલ (અનશેકેબલ)ની ભાવના સાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૫૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

જે સહભાગીઓ કે જેઓ એક સમયે પીડા અને અસ્વસ્થતા વિના થોડા પગથિયાં ચાલવા માટે સંઘર્ષ કરતા હતા તેઓએ સરળતા સાથે યોગ કર્યા હતા. આ સહભાગીઓમાં 60 થી વધુ વયના અને કેટલાક 70-80+ વય જૂથમાં પણ સામેલ હતા, જે દર્શાવે છે કે યોગ ખરેખર દરેક માટે છે અને કોઈપણ ઉંમરે તેનો અભ્યાસ કરી શકાય છે.  તેઓએ ઇવેન્ટના ભાગ રૂપે 300 મીટરથી વધુ કમ્ફર્ટેલી વૉકિંગ વૉકૅથોનમાં પણ ભાગ લીધો હતો.

આ અંગે વાત કરતા રેસ્ટોકની હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર હેમ ઓઝાએ કહ્યું કે, “રેસ્ટોકની હોસ્પિટલમાં અમે ઇલાજ કરવાની નેચર એબિલિટીમાં વિશ્વાસ રાખીએ છીએ અને અમે ફક્ત અમારી યુનિક સર્જરી અને પોસ્ટ ઑપરેટિવ પ્રોટોકોલ દ્વારા સુવિધા  આપીએ છીએ.  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ યોગની પ્રાચીન કળા દ્વારા આપણી ફિલોસૂફીની ઉજવણી કરવાનો એક યોગ્ય પ્રસંગ છે. વિશ્વમાં કદાચ આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ હશે, જ્યાં ઘૂંટણની કોઈપણ સર્જરી કરાવેલ દર્દીઓ યોગ કરવા માટે આટલી મોટી સંખ્યામાં એકઠા થયા હતા.  આ વિચાર અમારા દર્દીઓની સ્થિતિસ્થાપકતા અને શક્તિનું પ્રદર્શન કરવાનો હતો અને સાબિત કરવાનો હતો કે,  ઉંમર અને શારીરિક પડકારો સુખાકારી હાંસલ કરવામાં કોઈ અવરોધો નથી.  અમારી ઇવેન્ટમાં ભાગ લેવા માટે વિવિધ સ્થળોએથી પ્રવાસ કરીને આવેલા સહભાગીઓનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”

આ કાર્યક્ર્મની થીમ ‘યોગ દરેક વ્યક્તિ માટે છે’ એ રાખવામાં આવી હતી. સાબરમતી રિવરફ્રન્ટ યોગની સવાર માટે સંપૂર્ણ પૃષ્ઠભૂમિ તરીકે સેવા આપે છે l,  જ્યાં ઉપચાર સંવાદિતાનો પરિચય આપે છે.  સહભાગીઓએ યોગ પ્રેક્ટિસને પુનર્જીવિત કરવાની શક્તિ દર્શાવી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુખાકારી અંદરથી શરૂ થાય છે અને ઉપચાર એ કુદરતની કૃપા દ્વારા સંચાલિત એક યાત્રા છે.

આ કાર્યક્રમ માત્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જ નહીં પરંતુ રેસ્ટોકની હોસ્પિટલની સર્વગ્રાહી ઉપચાર માટેની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન પણ હતું.  પ્રાકૃતિક ઉપચારના સિદ્ધાંતોને રિકવરી પ્રક્રિયામાં એકત્રિત કરવા હોસ્પિટલ ની રેસ્ટોરેશન માટે ઇનોવેટિવ અને નેચરલ અપ્રોચ થકી આગળ વધવાનું ચાલુ રાખશે.

 

Related posts

ડાયાબિટીઝ તણાવનું વ્યવસ્થાપન અને વધુ સારી રીતે બર્નઆઉટ કેવી રીતે કરવું?

amdavadlive_editor

જગતનાં તમામ દ્વંદોને હસીને સહી લેવા તપ છે.

amdavadlive_editor

ફિલ્મ કહાં શુરુ કહાં ખતમના ગીત ‘એક લડકી ભીગી ભાગીસી’ ને રિક્રિએટ કરવા અંગે લક્ષ્મણ ઉતેકર કહે છે – અમને એક વધારાનું પ્રમોશનલ ગીત જોઈતું હતું

amdavadlive_editor

Leave a Comment