રાજકોટ, 04 જૂન, 2024: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં નેશનલ લીડ એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ રાજકોટના 7 વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિ જાહેર કરી છે. જેઓએ પ્રતિષ્ઠિત NEET UG 2024ની પરીક્ષામાં 619 અને તેથી વધુ માર્કસ મેળવ્યા હતા. આ મહત્વપૂર્ણ સિદ્ધિ તેમની સખત મહેનત, સમર્પણ અને AESL દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કોચિંગનું પ્રમાણ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આજે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.
વાસુ ભાટિયાએ 700 સ્કોર પ્રાપ્ત કરીને AIR 1703 મેળવ્યો છે, જ્યારે નીરવ વાઢેર એ 652 સ્કોર પ્રાપ્ત કરીને AIR 27680, કુશ જાટકિયા એ 652 સ્કોર પ્રાપ્ત કરીને AIR 27,373, નિસ્સી પુરાનીએ 655 સ્કોર પ્રાપ્ત કરીને AIR 25,318, ખુશાલ ચાવડા એ 656 સ્કોર પ્રાપ્ત કરીને AIR 59,393, ઉત્સવ દેસાઈ એ 619 સ્કોર પ્રાપ્ત કરીને એઆઈઆર 59,393 તેમજ હાતિમ જામ એ 676 સ્કોર પ્રાપ્ત કરીને AIR 10,855 મેળવ્યો છે.
AESL ક્લાસરૂમ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ NEETની તૈયારી કરવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું, જેને વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક તરીકે ગણવામાં આવે છે. તેઓ પોતની મહત્વપૂર્ણ સફળતાનો શ્રેય પોતાની કઠોર સમજણ અને શિસ્તબદ્ધ અભ્યાસ શેડ્યૂલના કડક પાલનને આપે છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, “અમે આભારી છીએ કે આકાશે અમને બંનેમાં મદદ કરી છે. પરંતુ AESLનું કન્ટેન્ટ અને કોચિંગ વગર માટે અમે ટૂંકા ગાળામાં વિવિધ વિષયોમાં ઘણા ખ્યાલો ન સમજી શક્યા હોત,”
મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ શ્રી અમિત સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓને તેમની અનુકરણીય સિદ્ધિ બદલ અભિનંદન આપીએ છીએ. 20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ NEET 2024 માટે પરીક્ષા આપી હતી. તેઓની સિદ્ધિ, મહેનત અને સમર્પણ તેમજ તેમના માતા-પિતાના સમર્થનની આ જ વાતની સાબિતી છે. અમે વિદ્યાર્થીઓને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનો પણ આપીએ છીએ.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટનું આયોજન દર વર્ષ એ વિદ્યાર્થીઓ માટે યોગ્યતા પરીક્ષા ના રૂપમાં કરવામાં આવે છે જે ભારતમાં ભારતમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ (એમબીબીએસ), ડેન્ટલ (બીડીએસ) અને આયુષ (બીએએમએસ, બીયુએમએસ, બીએચએમએસ, વગેરે) અભ્યાસક્રમો કરવા માંગતા હોય અથવા વિદેશમાં પ્રાથમિક તબીબી લાયકાત મેળવવા ઇચ્છતા હોય.