33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
આંતરરાષ્ટ્રીયગુજરાતધાર્મિકરાષ્ટ્રીય

અનકન્ડિશનલ ફેઇથ-એટલે કે બેશર્ત શ્રદ્ધા એ જ ભરોસો

અનકંડીશનલ ટ્રસ્ટ અથવા તો અનકન્ડિશનલ સરન્ડરબે શરત શરણાગતિ ભરોસો છે

આખું રામચરિત મહામંત્ર છે.
મંત્રનો એક અર્થ ઔષધી છે.
મંત્ર એક થેરાપી છે.
માતા-પિતા,આકાશ આપણી ઔષધિ છે.
“જો સાહિત્ય વિપત્તિ હરી લેતું હોય તો રામચરિતમાનસ આપણી વિપત્તિ ન હરી શકે?પૂછો મોરારીબાપુને!”

અડધી રાત્રિના સૂર્યનો દેશ નોર્વે,તેની બરફ આચ્છાદિત ખુશનુમા ભૂમિ એવી ટ્રોમ્સો ખાતે ચાલી રહેલી રામકથાનો ચોથો દિવસ,કથાપ્રેમી ભારતીયો,ગુજરાતીઓ સાથે અહીંનાં સાહિત્યકારો,કવિઓ,સર્જકો,શબ્દનાં ઉપાસકોની વિશેષ ઉપસ્થિતિમાં ચોથા દિવસની કથા આરંભ કરતા બાપુએ કહ્યું કે મંત્રાષ્ટકનું ત્રીજું ચરણ:
મંત્ર મહામનિ બિષય બ્યાલ કે;
મેટત કઠિન કુઅંક ભાલકે.
આ મંત્ર ઉપર વિશેષ પ્રકાશ પાડીએ.સાબર મંત્ર કળિયુગથી બચવા માટે શિવે બનાવેલો હતો.
રામનામ બુદ્ધિથી લેવાથી પણ પરિણામ મહામંત્રનું આપે છે.
બાપુએ કહ્યું કે આખું રામચરિત મહામંત્ર છે. પ્રત્યેક ચોપાઈ મંત્ર છે.જેમ વેદની ઋચાઓ,સૂક્તો બધાને વેદમંત્ર કહીએ છીએ.
આ રામકથામાં વર્ષોથી રોજ રામકથાના આરંભ અને અંતમાં ચારેય વેદમાંથી પસંદ કરેલા મંત્રનું ગાન થતું હોય છે.મંત્રનો એક અર્થ ઔષધી છે.મંત્ર એક થેરાપી છે.
બાપુએ કહ્યું કે માતા-પિતા,આકાશ આપણી ઔષધિ છે.કોઈ મર્મજ્ઞ આપને જાણકારી આપે અને કહે એ રીતે એનું સેવન કરીએ તો એ ભવભેષજ એટલે કે ભવરોગનો નાશ કરે છે.તુલસીદાસજી કહે છે:
જાસુ નામ ભવભેષજ-ભવરોગનો નાશ કરનાર તારું નામ છે.
ગંગાજળ ઔષધિ છે.રામકથા પણ એક ઔષધિ છે. બાપુએ કહ્યું કે કોઈ બાળક રમકડું તોડી દે તો એની દુનિયા ખતમ થઈ જાય છે,પણ થોડા સમય પછી એને સમજાય છે અને એક નવી દુનિયાનું સર્જન થાય છે,એમાંથી બહાર આવવામાં એને સમય લાગે છે.શાસ્ત્ર કહે છે અતિત અનુસંધાન છોડો! અને એ છોડવા માટે શું જોઈએ?દ્રઢ ભરોસો.
બાપુએ યાદ કરાવ્યું કે દાર્જિલિંગમાં ભરોસા ઉપર એક કથા કરેલી છે. ભરોસો શબ્દ એવો છે જેનું પ્રોપર અંગ્રેજી પણ મળતું નથી છતાં પણ કહી શકાય અનકન્ડિશનલ ફેઇથ-એટલે કે બેશર્ત શ્રદ્ધા એ જ ભરોસો.અનકંડીશનલ ટ્રસ્ટ અથવા તો અનકન્ડિશનલ સરન્ડર-બે શરત શરણાગતિ એ જ ભરોસો છે.
આજે બાપુએ એક સરસ વાત કરી કે આપણે દુનિયાભરની સમસ્યા ઘરમાં લઈને આવીએ છીએ. પણ આપણા ફળિયામાં કોઈ એક ઝાડ કે કોઈ એક જગ્યા રાખો,જ્યાં સમસ્યાની થેલી ખીંટી ઉપર રાખી અને અંદર પ્રવેશ કરો.કારણ કે પરિવાર રાહ જુએ છે એને આપણી સમસ્યા સાથે કંઈ લેવા-દેવા નથી. ક્યારેય ચિંતાને ઘરમાં લઈને ન જાઓ.
બાપુએ એ પણ કહ્યું કે હું આપને પ્રાર્થના કરું કે પાંચ પાંચ જગ્યાએ પૂરેપૂરો ભરોસો રાખજો:માતા-પિતા, ગુરુ,ગુરુદત્ત ગ્રંથ,ગુરુદત્ત મંત્ર અને ગુરુદત્ત ઇષ્ટ.આ પાંચ ઉપરનો ભરોસો આપણા ભવ રોગને મટાડી દેશે આઈન્સ્ટાઈનને પૂછવામાં આવ્યું કે આપનું વિજ્ઞાન મંત્ર છે કે નહીં? આઈન્સ્ટાઈને કહ્યું કે એ તો મને ખબર નથી પણ સૌથી પહેલા મનમાં એક પ્રક્રિયા શરૂ થાય છે,પછી એ જ પ્રક્રિયામાં શબ્દ મળે અને મનોમન વારંવાર એનું રટણ થાય છે અને પછી પ્રયોગમાં સિદ્ધ થયા પછી હું એને સાર્વજનિક કરું છું.આ જ મંત્રવિજ્ઞાન છે. સૌથી પહેલા મનમાં મંત્રનો જાપ એ માનસી જપ છે.અંદર એક ધારા ચાલે છે. અને એક હદ પછી મંત્રનો જપ કરવો પડતો નથી બહાર કંઈક કાર્ય ચાલતું હોય અંદર ધારા ચાલતી હોય જેને અજપા જપ કહે છે.પછી મનોમન એ બોલતા રહીએ છીએ અને એ પછી ઉર્ધ્વબાહુ થઈ અને સાર્વજનિક થાય છે.માનસી પછી ઉપાંશુ જપ અને પછી જે થાય છે એને વાચિક જપ કહે છે. ચૈતન્ય મહાપુરુષે આવા નામમંત્રની થેરાપી આપેલી છે.
બાળકને થોડા સમય પછી દુનિયા મળે છે.આપણી પાસે બુદ્ધપુરુષ છે,નામ છે,ગ્રંથ છે.
મન તું શીદને ચિંતા કરે? કૃષ્ણને કરવું હોય તે કરે! આ પંક્તિ વારંવાર કહીને બાપુએ એને દ્રઢ બનાવી. પહેલા મા બાપ પર ભરોસો કરો એ પછી ગુરુ ઉપર, એના વચન ઉપર ભરોસો કરો.
મમ્મટ નામનો મહાકવિ મહાકાવ્ય માટે કહે છે કે કાવ્ય સુખ આપે છે,યશ આપે છે, પરમસુખ આપે છે,સાહિત્ય વિપત્તિઓને નષ્ટ પણ કરી દે છે અને પત્નીના રૂપમાં ઉપદેશ આપે છે.જો સાહિત્ય વિપત્તિ હરી લેતું હોય તો રામચરિતમાનસ આપણી વિપત્તિ ન હરી શકે?પૂછો મોરારીબાપુને!
એટલે ઇષ્ટ ઉપર,મંત્ર ઉપર અને ગુરુએ જે ગ્રંથ આપ્યો એના ઉપર પણ ભરોસો કરો.
બાપુએ વારંવાર ભરોસા ઉપર પોતાની વાત દ્રઢ કરી અને કહ્યું કે એક ચોખવટ પણ કરું છું કે વ્યક્તિ ઉપર નહીં પણ પરમ તત્વ ઉપર ભરોસો રાખજો. વ્યક્તિમાં ફસાતા નહીં,મોરારીબાપુ કે અમે કથાકારો તો આવતા જતા રહીશું પણ ગ્રંથ ઉપર,પરમ ઉપર ભરોસો રાખજો.
બાપુએ રહ્યું કે:સંપત્તિ આપણે જે મેળવી છે એ આપણી છે અને વિપત્તિ ઠાકોરજી આપે છે, કારણ કે પ્રસાદ કોમલ પણ હોય છે અને કઠોર પણ હોય છે કથા પ્રવાહમાં ચાર ઘાટનું વર્ણન કરી અને બાપુએ કહ્યું કે ભરદ્વાજજી રામ તત્વ વિશે જ્યારે પૂછે છે ત્યારે કહે છે કે આ એ જ રામ છે જેની પત્નિનું રાક્ષસ અપરણ કરી ગયો,રામને ગુસ્સો આવ્યો, રાક્ષસનો નાશ કર્યો. કે આ કોઈ બીજા રામ છે?જેનું વેદમાં વર્ણન કરેલું એ છે ]?અને એ વખતે કહેવાયું કે રામ વિશે સાંભળવા માટે સૌપ્રથમ શિવચરિત્ર સાંભળવું જરૂરી છે.એ પછી શિવ ચરિત્રની કથામાં શિવ અને સતી કુંભજનાં આળ્રમમાં કથા શ્રવણ કરવા જાય છે.બંને કથામાં બેસે છે પણ સતીને લંશય થાય છે,રામ-સિતાની એ પરીક્ષા કરે છે અને પોતાના ઇષ્ટ પર ભરોસો ન થવાથી શિવ તેની પત્નિ સતીનાં પરિક્ષા પ્રસંગથી સંકલ્પ કરે છે કે સિતાનું રૂપ લીધું હવે આ દેહમાં મારી પત્નિ ન બની શકે.

Box:
જો એક કવિતા મુક્ત કરી શકે તો રામચરિત તો મહામંત્ર છે,સવાલ ભરોસાનો છે.
એથેન્સના સૈનિકોની સતત લડાઈ ચાલુ રહેતી.આ ગ્રીકનો પ્રસંગ છે.એક વખત એવું બન્યું કે એ લોકો હારી ગયા.હાર્યા પછી એને એક અંધારી ખીણની અંદર ધકેલી દેવામાં આવ્યા.અને જીતેલા સૈનિકોએ જ પર્વત ઉપર પડાવ નાખીને રહ્યા.ઉપરથી બ્રેડનાં ટુકડા ફેંકતા રહેતા.એમને એમ હતું કે આ લોકો કંટાળી થાકી,હારી જશે.પણ એ ટુકડીની અંદર એક વ્યક્તિ એવી હતી કે જેની પાસે ગ્રીસના મહાન કવિની કવિતાઓની પંક્તિ હતી.એ પંક્તિઓને યાદ કરીને એ ગાવા માંડ્યો અને બધા જ સૈનિકો કે જે બંધક બનેલા હતા એની પાસે પણ ગવડાવવા માંડ્યો.ઉપરથી બ્રેડનો ટુકડો પડે એ ખાય અને ગાવા માંડ્યા,નાચવા માંડ્યા. ઉપર બેઠેલા જીતેલા સૈનિકો આ સાંભળતા હતા એને પણ મજા આવી એટલે બ્રેડનો ટુકડો નાખી અને ફરમાઈશ કરે!નીચેવાળા ગાય અને પરિણામે આવ્યું કે બધાની મુક્તિ થઈ ગઈ જેવા બધા મુક્ત થયા કે પહેલા મહાન કવિને પાસે ગયા અને કહ્યું કે રાજસત્તાએ અમને બંધનમાં નાખ્યા અને કવિએ અમને મુક્ત કર્યા છે.જો એક કવિતા આવું કામ કરી શકતી હોય તો રામચરિત મહામંત્ર જેવી કવિતા છે,સવાલ ભરોસાનો છે.

 

Related posts

સ્ટેનલી લાઇફસ્ટાઇલે અમદાવાદમાં ફ્લેગશીપ સ્ટોર લોંચ કર્યો

amdavadlive_editor

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઈડીઆઈઆઇ) અને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) દ્વારા ‘’૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ’’ આયોજન કર્યું, જેમાં ભારતભરની ૫૭૯૬ મહિલા આંત્રપ્રિન્યોરને જાગૃત કરવામાં આવી

amdavadlive_editor

બેલાએરોમા: ક્રાઉન પ્લાઝા અમદાવાદ ખાતે મેડિટેરેનિયન કલીનરી જર્નીનું અનાવરણ કરાયું

amdavadlive_editor

Leave a Comment