28 C
Gujarat
September 29, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: ગઈકાલે મળેલી માહિતી મુજબ થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રેતી નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિઓ નાં કરુણ મોત નિપજયા છે. ખેંગારપુરા ગામ પાસે એક નાળાના રિટેનશન વોલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં એક બાળક અને ત્રણ મહીલા મજુરોનાં ઘટનાસ્થળે દબાઈ જતાં મોત નિપજયા હતા. તમામ મૃતકો દાહોદ ના ઝાલોદ તાલુકાના રહેવાસી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. નવસારી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. 
અકસ્માત ની અન્ય ઘટનામાં સૂત્રાપાડા નજીકના આલિદરા ગામે કુવામાંથી પાણી ભરતા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ હંસાબેન ચાવડા ના પરીજનોને દિલસોજી પાઠવી છે અને રુપિયા પંદર હજાર ની સહાય મોકલી છે. 

Related posts

હર્બલાઈફ ઈન્ડિયાની એથ્લીટ્સને સશક્ત બનાવવા માટે આયર્નમેન 70.3 ગોવા 2024 સાથે ભાગીદારી

amdavadlive_editor

MICA નો 31મો પદવીદાન સમારોહ: ‘એજ ઓફ ઈમેજિનેશન’ માટે સર્જનાત્મક લીડર્સનું ઘડતર

amdavadlive_editor

મેરિકો પેરાશૂટ એડવાન્સ્ડ પ્રોટીન શેમ્પૂ સાથે હેર-ક્લીન્ઝિંગ સેગમેન્ટમાં પ્રવેશ પ્રવેશ કર્યો, તેની નવીનતા-આધારિત વૃદ્ધિ વ્યૂહરચનાને મજબૂત બની

amdavadlive_editor

Leave a Comment