31.1 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બીકેસીમાં સેમસંગના ફ્લેગશિપ સ્ટોરે નવા ગેલેક્સી S25 સિરીઝ સ્માર્ટફોન્સના 700થી વધુ વહેલી ડિલિવરી સાથે વિક્રમ નોંધાવ્યો

  • બીકેસી સ્ટોરે અજોડ ક્યુરેટેડ અનુભવો અને અસલ જીવનના સંજોગો થકી સેમસંગની ઉચ્ચ કક્ષાની પ્રીમિયમ પ્રોડક્ટો પ્રદર્શિત કરી છે.
  • ગેલેક્સી S25 સિરીઝ ડિવાઈસીસ ‘અસલી AI સાથી’ બનવા માટે ઘડવામાં આવેલા આજ સુધીના સૌથી આધુનિક ફ્લેગશિપ સ્માર્ટફોન્સ છે.

ગુરુગ્રામ, ભારત 04 ફેબ્રુઆરી 2025: બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં સેમસંગના ફ્લેગશિપ સ્ટોર ડિવાઈસીસની વહેલી ડિલિવરી કરવા માટે વિશેષ કાર્યક્રમ સાથે નવી ગેલેક્સી S25 સિરીઝની સફળતાની ઉજવણી કરી હતી, જ્યાં 700થી વધુ ગ્રાહકોને ફોન હસ્તક સોંપવામાં આવ્યો હતા. આ વિક્રમી ડિલિવરી બહુપ્રતિક્ષિત સ્માર્ટફોન સિરીઝના પ્રી-ઓર્ડર માટે અદભુત પ્રતિસાદને પગલે આવી પડી છે.

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના MX ડિવિઝનના કોર્પોરેટ ઈવીપી/ હેડ ઓફ ડિવિઝન સૂન ચોઈએ સ્ટોરમાં અંગત રીતે હાજર રહીને પ્રી-ઓર્ડર કરનારા અમુક ગ્રાહકોને ગેલેક્સી S25 ડિવાઈસીસ હસ્તક સોંપ્યા હતા.

આ ભવ્ય કાર્યક્રમ સાથે સ્ટોરની એક વર્ષની એનિવર્સરીની પણ ઉજવણી કરાઈ હતી. સ્ટોર અજોડ ક્યુરેટેડ અનુભવો અને અસલ જીવનના સંજોગો થકી સેમસંગની ઉચ્ચ કક્ષાની પ્રીમિયમ પ્રોડક્ટો દર્શાવવા માટે જ્ઞાત છે.

ગ્રાહકોના ધસારાને પહોંચી વળવા અને તેમને સહજ અનુભવ થાય તેની ખાતરી રાખવા માટે સ્ટોરે સમર્પિત ડેટા ટ્રાન્સફર ઝોન્સ અને ડિવાઈસ એક્સચેન્જ કાઉન્ટર્સ સાથે સ્વાદિષ્ય ફૂડ અને બેવરેજની વ્યવસ્થા પણ કરી હતી. આ પહેલનું લક્ષ્ય દરેક નવા ગ્રાહક તેમને ગેલેક્સી S25 ડિવાઈસીસની ડિલિવરી લે ત્યારે તેમને ઉત્તમ સેવાઓ પૂરી પાડવાનું હતું.

ગ્રાહકો સેમસંગ બીકેસી સ્ટોરમાં પધારીને તેમનાં ગેલેક્સી S25 ડિવાઈસીસ લઈ જાય તેમને માટે Gen-AI સ્માર્ટફોન કેસ કસ્ટમાઈઝેશન, સમર્પિત ટેક નિષ્ણાતો અને અજોડ સેલિબ્રેશન પ્રોગ્રામ જેવી કોમ્પ્લિમેન્ટરી સેવાઓ પણ માણી શક્યા હતા, જેનું લક્ષ્ય ગ્રાહકોના શોપિંગના અવસરને મઢી લેવાનું અને તેને વિશેષ બનાવવાનું હતું.

ગેલેક્સી Gen-AI સિરીઝમાં નવીનતમ ગેલેક્સી S25 અલ્ટ્રા, ગેલેક્સી S25+ અને ગેલેક્સી S25 સ્માર્ટફોન્સનો સમાવેશ થાય છે, જે સેમસંગની અત્યાધુનિક ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ ‘અસલ AI સાથી’ બનવા માટે તૈયાર કરવામાં આવી છે. તે ઈનોવેશનના સેમસંગના વારસા પર નિર્માણ કરાયા છે અને તેનો ધ્યેય ભારતમાં AIના ગ્રાહક મૂળને વિશાળ બનાવવાનું અને વિસ્તારવાનું છે.

ગેલેક્સી AI સિરીઝે AI એજન્ટ્સ અને મલ્ટીમોડલ ક્ષમતાઓ સહજ રીતે જોડીને દરેક ટચપોઈન્ટ ખાતે ઉપભોક્તાઓ જે રીતે આદાનપ્રદાન કરે તે તે રીત બદલી નાખી છે. ગેલેક્સી ચિપસેટ માટે અનોખું કસ્ટમાઈઝ્ડ સ્નેપડ્રેગન® 8 ઈલાઈટ મોબાઈલ પ્લેટફોર્મ ગેલેક્સી AI માટે ઉત્તમ ઓન- ડિવાઈનસ પ્રોસેસિંગ પાવર અને ઉત્કૃષ્ટ કેમેરા રેન્જ તેમ જ ગેલેક્સીના ભાવિ પેઢીના પ્રોવિઝ્યુઅલ એન્જિન સાથે નિયંત્રણ પ્રદાન કરે છે.

ગેલેક્સી S25 સિરીઝ સેમસંગનું AI પ્રથમ પ્લેટફોર્મ વન UI 7 સાથે આવતી પ્રથમ સેમસંગ સ્માર્ટફોન સિરીઝ છે, જે સૌથી જ્ઞાનાકાર કંટ્રોલ્સ પૂરા પાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી AI- પાવર્ડ પર્સનલાઈઝ્ડ મોબાઈલ અનુભવો વધુ ઉત્તમ બને. મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથે AI એજન્ટ્સ ગેલેક્સી S25 સિરીઝને આદાનપ્રદાન માટે ટેક્સ્ટ, સ્પીચ, ઈનેજીસ અને વિડિયોઝ ઈન્ટરપ્રેટ કરવા માટે અભિમુખ બનાવે છે, જે એકદમ સ્વાભાવિક લાગે છે. ગેલેક્સી S25 સિરીઝ સાથે ઉપભોક્તાસ આગામી પગલાં માટે કોન્ટેક્સ્ટ- અવેર સૂચનો સાથે કૃતિક્ષમ સર્જીસ કરી શકે છે.

સર્વ પર્સનલાઈઝ્ડ ડેટા નોક્સ વોલ્ટ સાથે ગોપનીય અને સંરક્ષિત રખાય છે. ગેલેક્સી S25 પોસ્ટ- ક્વેન્ટમ ક્રિપ્ટોગ્રાફી પણ રજૂ કરે છે, જે ક્વેન્ટમ કમ્પ્યુટિંગ ઉત્ક્રાંતિ પામે તેમ વધી શકનારા ઊભરતા ખતરા સામે અંગત ડેટાનું રક્ષણ કરે છે.

Related posts

ગુજરાતે વધતી જતી ઘટનાઓ વચ્ચે ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટી સલામતી અંગે જાગૃતિ લાવવા પહેલ શરૂ કરી

amdavadlive_editor

નવાઆકાર, વધુ ફન! AlpenliebeJuzt Jellyએ રોમાંચક ક્ષણોનું સર્જન કરવા જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડ જેલી લોન્ચ કરી

amdavadlive_editor

તાતિયાના નાવકાનો અદભૂત આઈસ શો “શેહેરાઝાદે” ભારતમાં આ ઓક્ટોબરમાં પ્રીમિયર થશે

amdavadlive_editor

Leave a Comment