40.3 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

રાજશ્રી પ્રોડકશન્સના ભવ્ય ઓટીટી પદાર્પણ સાથે પ્રેમ અને પરિવારની પુનઃખોજ કરોઃ બડા નામ કરેંગેનું સોની લાઈવ પર 7મી ફેબ્રુઆરીથી પ્રસારણ થશે

ગુજરાત, અમદાવાદ 21મી જાન્યુઆરી 2025: 7મી ફેબ્રુઆરીના રોજ રાજશ્રી પ્રોડકશન્સ બડા નામ કરેંગે સાથે તેનું બહુપ્રતિક્ષિત ઓટીટી પદાર્પણ કરી રહી છે. આ પ્રેમ, પરિવાર અને સ્વખોજની હૃદયસ્પર્શી વાર્તા છે. પ્રેમની મોસમ પૂર્વે આ સિરીઝ સંબંધ, પરંપરાઓ અને સપનાંની અવિસ્મરણીય ઉજવણી કરવાનું વચન આપે છે.

શો-રનર તરીકે દંતકથા સમાન સૂરજ આર બરજાત્યા અને ગુલ્લક ફેમ પલાશ વાસવાની દ્વારા દિગ્દર્શિત બડા નામ કરેંગે હૃદયસ્પર્શી વાર્તાના રાજશ્રીના વારસાને સાર્થક કરતાં ક્લાસિક વાર્તાકથનમાં નવો વળાંક આપે છે.

વાર્તા આધુનિક જનરેશન ઝેડ યુગલ ઋષભ અને સુરભિના જીવનમાં લઈ જાય છે, જેઓ પારંપરિક પારિપારિક મૂલ્યોની ઉષ્મા અપનાવીને તેમનાં સપનાં જીવે છે. તેમની વાર્તા પ્રેમ, પરંપરા અને સ્વ-ળખનું આંતરગૂથણ છે, જે તમને હસાવતા, રડાવતા અને પ્રતિબિંબિત થવાના અવસરો નિર્માણ કરશે.

આ માઈલસ્ટોન પદાર્પણ વિશે બોલતાં શો-રનર સૂરજ આર બરજાત્યા કહે છે, ‘‘બડા નામ કરેંગે આધુનિક દુનિયામાં પરિવાર, સપનાં અને આધુનિક દુનિયામાં પરંપરાની ઉજવણી કરતા પ્રેમને દર્શાવે છે. તે પેઢીઓ વચ્ચેનું અંતર દૂર કરીને જનરેશન ઝેડ પણ મહત્ત્વાકાંક્ષી છે અને મૂલ્યોમાં ઊંડાણથી ખૂંપેલી છે તે સિદ્ધ કરે છે. પલાશ જૂની શાળાની ખૂબી અને નવી ઊર્જાના અસાધારણ મિશ્રણ સાથે આ ધ્યેયને જીવંત કરે છે.’’

આ શો વિશે બોલતાં ડાયરેક્ટર પલાશ વાસવાની કહે છે, ‘‘હું ભારપૂર્વક માનું છું કે શુદ્ધ, નિર્દોષ રોમાન્સ આપણા પડદા પર એક સમયે હાવી હતો તેની આધુનિક દિવસોના મનોરંજનમાં ખોટ સાલી રહી છે. આ ધ્યાનમાં રાખીને હું આ વહાલો પ્રકાર પુનર્જીવિત કરવા માગું છું અને આપણે બધા જેની સાથે ઊછર્યા તે પરિપૂર્ણ, પરિવાર અનુકૂળ વાર્તાકથનને પાછી લાવવા માગું છું. બડા નામ કરેંગે શો સર્વ ઉંમરના વહાલાજનો સાથે જોવા માટે ઉત્તમ છે. આ પરિવારલક્ષી અનુભવ ખરેખર ખુશી અને પ્રેરણા આપીને રહેશે. હું મને ઊંડાણથી સ્પર્શી ગયેલા અને તમે ટ્રેલરમાં પણ જોઈ શકો છો તે બે દ્રશ્ય અહીં ટાંકવા માગું છું: એક જમીનલ સર અને આયેશા વચ્ચે અને અન્ય ઉજ્જૈન ઘાટમાં રિતિક અને આયેશા વચ્ચે. આવી વાર્તાઓ આપણને આજની દુનિયામાં સંબંધનું મહત્ત્વ સમજાવે છે. આ ધ્યેયને રાજશ્રી પ્રોડકશન્સ અને દંતકથા સમાન સૂરજ સર સાથે જીવંત કરવાનું બહુ જ સન્માનનીય છે.”

તમને તમારાં મૂળમાં પાછા લઈ જતા પ્રેમની પુનઃખોજ કરો છો ત્યારે શોના કલાકારો રિતિક ઘનશાની, આયેશા કડુસકર, કંવલજિત સિંહ, અલકા અમીન, રાજેશ જાયસ, ચિત્રાલી લોકેશ, દીપિકા અમીન, જમીનલ ખાન, રાજેશ તૈલંગ, અંજના સુખાની, સાધિકા સયાલ, જ્ઞાનેન્દ્ર ત્રિપા ઠી, પ્રિયંવદા કાંત, ઓમ દુબે અને ભાવેશ બાબાની તમને છક કરીને રહશે.

પ્રેમ અને પરિવારની આ સમકાલીન ઉજવણી ચૂકશો નહીં. જુઓ બડા નામ કરેંગે ખાસ સોની લાઈવ પર, 7મી ફેબ્રુઆરીથી આરંભ અને રાજશ્રી પ્રોડકશન્સનો જાદુ સંપૂર્ણ નવી રીતે અનુભવો.

Related posts

ભારતમાં પ્રાઈમ મેમ્બર્સને પ્રોડક્ટ્સના વિશાળ સિલેક્શનની એમેઝોને અગાઉ કદી ન કરાઈ હોય તે રીતે સેમ ડે અથવા ઝડપી ડિલિવરી કરી

amdavadlive_editor

‘પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્વ-સંભાળ’ કાર્યક્રમ હેઠળ, રેકિટે ભાવનગરમાં પ્રથમ વખત વાહકજન્ય રોગો અંગે જાગૃતિ લાવવા માટે અભૂતપૂર્વ આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું

amdavadlive_editor

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને ડાયટ કેર ઓફર કરશે

amdavadlive_editor

Leave a Comment