33.1 C
Gujarat
April 10, 2025
Amdavad Live
અવેરનેસગુજરાતગુજરાત સરકારધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી અમદાવાદ વેસ્ટ, અમદાવાદ સુપ્રીમ દ્વારા ભગવદ ગીતા પર પ્રેરણાદાયી પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના કાલાતીત ઉપદેશો પર પ્રેરક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરીની અધ્યક્ષીય થીમ “ધ મેજિક ઓફ રોટરી” હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં આધુનિક પડકારોના લેન્સ દ્વારા ભગવદ્ ગીતાના ગહન જ્ઞાનને એક્સ્પ્લોર કરવા ઉત્સાહી શ્રોતાઓ ઉમટી પડ્યા હતા.

દેશના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી તરીકેનો રેકોર્ડ ધરાવતા સફીન હસને પ્રાસંગિક પ્રવચનમાં આજની ઝડપી ગતિની દુનિયામાં ભગવદ્ ગીતાના ઉપદેશોની પ્રાસંગિકતા અંગે પોતાનો અનોખો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે ફરજ, ખંત અને સ્વ-શિસ્તના સિદ્ધાંતો તથા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને આગળ ધપાવવામાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

“રોટરી અમદાવાદ વેસ્ટ અને રોટરી અમદાવાદ સુપ્રીમ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ઇવેન્ટ રોટરીની બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ભગવદ્ ગીતાનો ઉપદેશ શાશ્વત છે અને સમય અને પેઢીઓથી પર છે. અમે સફીન હસનજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે આજના વિશ્વમાં ગીતાના ઉપદેશો અને તેમના ઉપદેશો વિશે વાત કરી છે, “એમ રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રેસિડેન્ટ જતિન્દર કૌર ભલ્લાએ જણાવ્યું હતું.

રવિવારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે યોજાયેલા આ પ્રવચનનું સમાપન આભારવિધિ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રેસિડેન્ટ આર.ટી.એન.જતિન્દર કૌર ભલ્લા, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના પ્રેસિડેન્ટ આર.ટી.એન. પૂર્વીશ પટેલ અને પ્રોજેક્ટ ચેરમેન આર.ટી.એન.વિકાસ ઠક્કર સહિતની આયોજક ટીમોના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.

આ સમૃદ્ધ વાર્તાલાપથી ભાગ લેનારાઓની ભગવદ ગીતા પ્રત્યેની સમજમાં વધારો થયો એટલું જ નહીં, પરંતુ રોટરીના લોકોને એકસાથે લાવીને સકારાત્મક અસર ઊભી કરવાના મિશન પર પણ ભાર મૂકવામાં આવ્યો.

Related posts

રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ દ્વારા RBL 3.0 ના ઉદઘાટન અને શપથ ગ્રહણ સમારોહની જાહેરાત

amdavadlive_editor

શહેરમાં નવા શાર્કઃ સ્નેપડીલ અને ટાઈટન કેપિટલના સહ-સંસ્થાપક કુનાલ બગલ શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન-4ની પેનલમાં જોડાયા

amdavadlive_editor

રીન્યુએ દસ લાખ ધાબળાનું વિતરણ કરીને ગિફ્ટ વાર્મથ કેમ્પેઈનનું ઐતિહાસિક 10મું સંસ્કરણ પૂરું કર્યું

amdavadlive_editor

Leave a Comment