April 7, 2025
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મુંબઈની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

ગુજરાત, અમદાવાદ 22 ડિસેમ્બર 2024: ગત બે દિવસ પહેલા મુંબઈમાં એક બોટ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. મળતી માહિતી મુજબ મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા પરથી થોડા પ્રવાસીઓ બોટ દ્વારા એલિફનટા ગુફા તરફ જઈ રહ્યા હતા ત્યારે બીજી તરફ ભારતીય નૌકાદળની એક સ્પીડ બોટ પ્રવાસીઓની બોટ સાથે અકસ્માતે અથડાઈ હતી. ભોગ બનેલી બંને બોટમાં ૬૦ જેટલા પ્રવાસીઓ પ્રવાસ કરતાં હતાં. આ અથડામણમાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. 
પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ બે લાખ પચ્ચીસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી પ્રવીણભાઈ તન્ના દ્વારા સેવા રૂપે આ રાશિ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. 

Related posts

2030 સુધીમાં 2 મિલિયન વુમન (મહિલાઓ)ને ભારતની એગ્રી-વેલ્યુ ચેઈનના અગ્રિમ હરોળમાં લાવવા માટે કોર્ટેવા એગ્રિસાયન્સનો સાહસિક પ્રોગ્રામ

amdavadlive_editor

વીએલસીસી એ સ્કિનકેર કન્સર્ન માટે પ્રીમિયમ રેઝિમ બેઝ્ડ સોલ્યુશન આધારિત ‘ક્લિનિક રેન્જ’ લોન્ચ કરી

amdavadlive_editor

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024: ફેશન એન્ડ બ્યુટી માટે ટોપ 10 શહેરોમાં અમદાવાદ સામેલ”

amdavadlive_editor

Leave a Comment